ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એલિમિનેટ થયા બાદ ન બોલવાનું બોલી ગઇ Bigg Boss 18 ની આ કન્ટેસ્ટન્ટ

હેમા શર્માનો ચોંકાવનારું ખુલાસો બિગ બોસ 18 બાદ ઘરેલુ હિંસાનો કર્યો પર્દાફાશ 'બિગ બોસ 18'માંથી એલીમિનેટ થઈ હેમાએ તેના પર લાગેલા આરોપોને નકારી દીધા Hema Sharma Shocking Statement : 'બિગ બોસ 18' (Bigg Boss 18) નો હિસ્સો રહેલી હેમા...
10:53 AM Oct 24, 2024 IST | Hardik Shah
Bigg Boss 18 contestant Hema Sharma

Hema Sharma Shocking Statement : 'બિગ બોસ 18' (Bigg Boss 18) નો હિસ્સો રહેલી હેમા શર્મા (Hema Sharma) હવે આ ઘરમાંથી બહાર આવી ગઇ છે. તેને ઓછા વોટિંગ (Voting) ના આધારે ઘરની બહાર મોકલી દેવામાં આવી છે. બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી, હેમાના પૂર્વ પતિ ગૌરવ સક્સેના (Gaurav Saxena) એ તેમના પર 2.5 કરોડના ફ્લેટની માંગણી કરવાનો આરોપ લગાવ્યો છે. તેટલું જ નહીં, તેણે હેમા પર પોતાના પુત્ર યશથી દૂર રાખવાનો આરોપ પણ લગાવ્યો છે. હેમા, જે ‘દબંગ 3’ ફેમ છે અને 'વાયરલ ભાભી' તરીકે જાણીતી છે, તે બિગ બોસ 18માંથી બહાર થનારી પ્રથમ મહિલા સ્પર્ધક બની હતી. ગૌરવના આ કથિત આરોપોને કારણે હેમા શર્માએ હવે પોતાની ચુપ્પી તોડી છે અને પરિસ્થિતિ અંગે ખુલાસો કર્યો છે.

ઘરેલુ હિંસાનો ભોગ બની હતી હેમા શર્મા

બિગબોસમાં બહાર આવ્યા બાદ તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન હેમાએ તેના પર થયેલી ઘરેલુ હિંસાનો પર્દાફાશ કર્યો હતો. તે પોતાના પતિ ગૌરવ સક્સેનાથી વિખૂટી પડી ચુકી છે અને તેમના પૂર્વ સંબંધ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હેમાએ જણાવ્યુ હતું કે ગૌરવ તેમના મોટા પુત્ર યશને ઘરમાંથી કાઢી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સાથે, હેમાએ પોતાના ગર્ભાવસ્થા દરમિયાન જે સહન કરવું પડ્યું તેની વિગતો આપી હતી. હેમાએ જણાવ્યું કે જ્યારે તે 7 મહિનાની ગર્ભવતી હતી ત્યારે તે અલીગઢમાં રહી હતી અને ત્યાં તેના પર મારપીટ કરવામાં આવી હતી. આ સાથે હેમાએ આગળ કહ્યું કે, ગૌરવે તેના ચહેરા પર દારૂ ફેંકી દીધો હતો અને તેને જીવનમાં ઘણાં સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. હેમાએ આ ઘટનાને યાદ કરીને જણાવ્યું કે, તે સમય દરમિયાન, તેણે પોતે ડાયરીમાં લખ્યું હતું કે તેના પર કઈ રીતે અત્યાચાર થયા હતા અને કઈ તારીખે તેની સાથે કઈ ઘટના બની હતી. હેમા કહે છે, 'મારું આ લેખન માત્ર મારા માટે નહોતું, પણ આ મારા જીવનના સત્યને વ્યક્ત કરતું હતું.'

વધુમાં બોલતા દબંગ 3 અભિનેત્રીએ કહ્યું, 'મને અલીગઢમાં ખૂબ જ ખરાબ અનુભવ થયો છે. મને અને મારા મોટા પુત્રને ઘરની બહાર ધકેલી દેવામાં આવ્યા એ હકીકત જાહેરમાં જાણીતી બની. મારા મોટા પુત્રને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો. અમને બંનેને એટલો ત્રાસ આપવામાં આવ્યો કે હું ડિપ્રેશનમાં જતી રહી. તે લગભગ સપ્ટેમ્બર 2022 મહિનાની વાત છે. મેં જાતે જ ફરી ગૂગલ પરથી ડૉક્ટરનું સરનામું મેળવ્યું અને ડૉક્ટર પાસે ગઇ. મેં તેમને કહ્યું કે હું આત્મહત્યા કરવા માંગતી નથી કારણ કે હું મારા બાળકનું જીવન બગાડી શકું તેમ નથી.

12 વર્ષના બાળકને સજા મળી : હેમા શર્મા

રડતાં રડતાં અભિનેત્રીએ કહ્યું, 'જો મારી સામે તમે મારા પુત્રને 'ગંદી ગટર', 'ગંદું લોહી', ભિખારીનું બાળક' કહી રહ્યા છો, તો જરા વિચારો કે મને કેવું લાગતું હશે. મને લાગ્યું કે તમે હેમાને પસંદ કરી છે પરંતુ આ 12 વર્ષના બાળકને સજા મળી રહી છે. તેઓએ મને અલીગઢમાં ખૂબ ત્રાસ આપ્યો. તેણે તેના સંબંધીઓ સામે મને માર માર્યો, તેણે મને મારા સાસરિયાના ઘરે મારી અને કોઈએ તેમ પણ ન કહ્યું કે જ્યારે તે લગ્ન કર્યા છે તો પછી તેને કેમ મારે છે? મારવાનો અધિકાર કોણે આપ્યો છે? મારા પતિને લાગ્યું કે લગ્ન કરીને તેણે મારા પર ઉપકાર કર્યો છે? શા માટે? હું રસ્તા પર બેઠી હતી? શું હું ભીખ માંગતી હતી? તેણે કહ્યું, મેં તારા પર ઉપકાર કરવા માટે તારી સાથે લગ્ન કર્યાં છે... તારા પહેલા લગ્નથી તને કોઇ સંતાન પ્રાપ્તિ નહોતી થઇ રહી. મારી પાસે દરેક બાબતનો પુરાવો છે.

આ પણ વાંચો:  સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની મુંબઈ પોલીસે કરી ધરપકડ, વાંચો આ અહેવાલ

Tags :
Bigg Boss 18Gujarat FirstHardik ShahHema Sharmahema sharma aka viral bhabhihema sharma bigg boss 18Hema Sharma Dabangg 3Hema Sharma Gaurav SaxenaHema Sharma Makes volcanic RevelationsHema Sharma on Ex Husbandhema sharma sonViral Bhabhi
Next Article