Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મફતમાં બની શકશો IAS! આ અભિનેતાએ ફ્રી કોચિંગ માટેની જવાબદારી ઉઠાવી

Actor Offers Free IAS Coaching : બોલિવુડના દિગ્ગજ અભિનેતાએ હવે તમામ લોકોને IAS બનાવવાનું સપનું પુર્ણ કરવા માટેની જવાબદારી ઉઠાવી છે. એક્ટર હવે ફ્રી UPSC ના કોચિંગ આપશે તેવી જાહેરાત કરી છે. દેશના આશરે 7000 યુવાન તેમની આ યોજનામાં જોડાઇ...
મફતમાં બની શકશો ias  આ અભિનેતાએ ફ્રી કોચિંગ માટેની જવાબદારી ઉઠાવી

Actor Offers Free IAS Coaching : બોલિવુડના દિગ્ગજ અભિનેતાએ હવે તમામ લોકોને IAS બનાવવાનું સપનું પુર્ણ કરવા માટેની જવાબદારી ઉઠાવી છે. એક્ટર હવે ફ્રી UPSC ના કોચિંગ આપશે તેવી જાહેરાત કરી છે. દેશના આશરે 7000 યુવાન તેમની આ યોજનામાં જોડાઇ પણ ચુક્યા છે. અભિનેતાનો દાવો છે કે, પૈસા નહી હોવાના કારણે કોઇનું પણ સપનું અધુરુ નહી રહે.

Advertisement

Actor Offers Free UPSC Coaching : બોલિવુડના પ્રખ્યાત એક્ટરે હવે દેશ માટે એવું કામ કર્યું છે માત્ર આજે જ નહી પરંતુ આગામી સમયમાં પણ તેનું યોગદાન લોકોને યાદ રહેશે. આ અભિનેતા સામાન્ય રીતે તો પડદા પર વિલનનો રોલ નિભાવે છે પરંતુ હૃદયથી તે હીરો છે. આવું અમે આમ જ નથી કહી રહ્યા પરંતુ આ એક્ટર પોતાના કામને કારણે લોકોના હૃદયમાં પોઝીટીવ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. આ અભિનેતા જરૂરિયાતમંદની મદદ કરવાની જવાબદારી ઉઠાવ્યા બાદ હવે આ એક્ટરે વધારે એક મોટી જવાબદારી સ્વિકારી છે. હવે દેશમાં જે પણ IAS,IPS,IFS કે IRS ઓફીસર બનવા માંગે છે અને પૈસા નથી તો આ અભિનેતા તેમાં મદદ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોનુ સુદે ઉઠાવી દેશને સારા અધિકારીઓ આપવાની જવાબદારી

સૌથી પહેલા તો જણાવી દઇએ કે, આ જવાબદારી ઉઠાવનારા બીજુ કોઇ નહી પરંતુસોનુ સુદ છે. તેણે થોડા દિવસો પહેલા એક વીડિયો શેર કરીપ પોતાના ફેન્સનેઆ વાતની માહિતી આપી હતી. અભિનેતાએ કહ્યું કે, પૈસાના અભાવેUPSC ની તૈયારી ન કરી શકતા વિદ્યાર્થીઓને મદદ તરશે. ગત્ત 3 વર્ષથી સૂદચેરિટી ફાઉન્ડેશન SAMBHAVAM દ્વારા IAS કોચિંગની ફ્રી યોજના લોન્ચ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 7000 કરતા વધારે યુવાનોને ફ્રી કોચિંગ આપવામાં આવશે. આ કોચિંગમાં રાષ્ટ્રીય સ્તરના ખ્યાતી પ્રાપ્ત શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે.

Advertisement

ફ્રીમાં આપવામાં આવશે કોચિંગ

SAMBHAVAM સાથે જોડાયેલા 50 થી વધારે વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં સફળતા પણ પ્રાપ્ત કરી છે. આ તમામ IAS,IPS, IFS જવા વિવિધ પદ પર પહોંચીને સમાજ તથા દેશની સેવા કરી રહ્યા છે. આ તમામ લોકો આ યોજનાથી ખુબ જ ખુશ છે. સોનુએ જણાવ્યું કે, તેમનો ઇરાદો માત્ર IAS બનાવવાનો નહી પરંતુ દેશની અંદર સંવેદના જગાડવાનું છે. તેના માટે તેઓ વિદ્યાર્થીઓને સ્પેશિયલ પર્સનાલિટી ડેવલપમેન્ટ વર્કશોપ કરાવે છે. અભિનેતાએ તે વાતની પણ સાંત્વના આપી કે, જે પણ યુવા IAS,IPS બનવા માંગતા હોય તેઓ તેમની સાથે છે.

કોઇનું સપનું અધુરુ નહી રહે

અભિનેતાએ કહ્યું કે, પૈસાના અભાવે કોઇનું પણ શિક્ષણ અધુરુ નહી રહે. તમને ફ્રી કોચિંગ મળશે. સાથે જ તેમણે તેના રજીસ્ટ્રેશન કઇ રીતે કરવું તે અંગેપણ માહિતી આપી હતી. હવે તેની જાહેરાત બાદ અભિનેતાના ઘરની બહાર લોકોનાં ટોળેટોળા વળ્યા હતા. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં લોકો સોનુ સુદ પાસે મદદ માંગી રહ્યા છે. અભિનેતા કઇ રીતે લોકોને મદદ કરી રહ્યો છે અને તેના સપના પુરા કરી રહ્યા છે તે જોઇને દેશ તથા તેમના પર ગર્વ અનુભવી રહ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.