Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અનંત-રાધિકાના લગ્નમાં આવ્યા 'બિન બુલાયે બારાતી' ; આ YOUTUBER ઝડપાયો!

રાધિકા અને અનંત અંબાણીના ખૂબ જ ભવ્ય રીતે લગ્ન મુંબઈ ખાતે યોજવામાં આવ્યા હતા. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આ ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના VVIP મહેમાનોએ હાજરી આપી હતી. રાજનેતા હોય, કલાકાર હોય, સ્પોર્ટસમેન હોય કે...
અનંત રાધિકાના લગ્નમાં આવ્યા  બિન બુલાયે બારાતી    આ youtuber ઝડપાયો

રાધિકા અને અનંત અંબાણીના ખૂબ જ ભવ્ય રીતે લગ્ન મુંબઈ ખાતે યોજવામાં આવ્યા હતા. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આ ગ્રાન્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના VVIP મહેમાનોએ હાજરી આપી હતી. રાજનેતા હોય, કલાકાર હોય, સ્પોર્ટસમેન હોય કે પછી ઉદ્યોગપતિઓ હોય સૌ લોકો આ અતિ ભવ્ય કાર્યક્રમનો ભાગ બન્યા હતા. ઉપરાંત ગઇકાલે જ્યારે રાધિકા અને અનંતના 'શુભ આશીર્વાદ' સમારોહમાં ભારતના વડાપ્રધાન જાતે હાજર રહ્યા હતા. આવા ભવ્ય ઉત્સવમા કેટલાક બિનઆમંત્રિત મહેમાનો આવી પહોંચ્યા હતા. તેઓને પોલીસ દ્વારા બાદમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

YOUTUBER એ ગેરકાયદેસર કર્યો પ્રવેશ

રાધિકા અને અનંતના અતિ ભવ્ય લગ્નોત્સવમાં એક તરફ VVIP ગેસ્ટ આખા વિશ્વમાંથી આવ્યા હતા ત્યાં જ આ સમારોહમાં કેટલાક બિન આમંત્રિત મહેમાનો આવ્યા હતા. જેઓ બાદમાં પોલીસની નજરમાં આવી ગયા હતા અને ઝડપાઇ ગયા હતા. તેઓ ગેરકાયદેસર રીતે આ સમારોહમાં આવી પહોંચ્યા હતા. પોલીસે તેમને ઝડપીને FIR નોંધી છે તેમની પૂછપરછ હાલ ચાલી રહી છે. આ બે લોકો જે ગેરકાયદેસર ઘૂસ્યા હતા તેમાંથી એક YOUTUBER હતો જેનું નામ વેંકટેશ નરસૈયા અલુરી હતું અને અન્ય બીજા વ્યક્તિનું નામ લુકમાન મોહમ્મદ શફી શેખ હતું.

Advertisement

બંને સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

યુટ્યુબર વેંકટેશ નરસૈયા અલુરી કે જેઓ આંધ્રપ્રદેશના રહેવાસી છે, તે આ YOUTUBER કાર્યક્રમને SHOOT કરીને પોતાની YOUTUBE CHANNEL ઉપર ચલાવવા માંગતો હતો. પરંતુ તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. સુરક્ષાકર્મીઓએ તેને લગ્ન સ્થળની અંદર ભટકતો જોયો હતો અને ત્યાર તેને પકડીને આમંત્રણ કાર્ડ વિશે પૂછતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. અને વાતની જાણ થતા તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. આમ પોલીસે બંને સામે હાલ પોલીસ ફરિયાદ નોંધી પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Safety of student: કોટામાં Anti Hanging Device બાદ વિદ્યાર્થીઓની સુરક્ષામાં માટે વધુ એક નવતર પહેલ

Advertisement

Tags :
Advertisement

.