Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિવાદ બાદ Netflix ની 'IC 814 The Kandahar Hijack' સીરિઝમાં થશે મોટો ફેરફાર

Netflix નો મોટો ફેરફાર: 'IC-814'માં હવે સાચા નામ હવે દેખાશે હાઇજેકર્સના નામ અસલી રજૂ કરવામાં આવશે કેન્દ્રિય મંત્રાલયના દબાણ બાદ Netflixએ 'IC 814'માં નામો સાથે ફેરફાર કર્યો IC 814 The Kandahar Hijack Controversy : Netflix પર ચાલુ વર્ષમાં 1999...
07:11 PM Sep 03, 2024 IST | Hardik Shah
IC 814 The Kandahar Hijack

IC 814 The Kandahar Hijack Controversy : Netflix પર ચાલુ વર્ષમાં 1999 માં થયેલી સત્ય ઘટના પર રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ IC 814 કંધાર હાઈઝેકમાં આતંકવાદીઓના નામ હિંન્દુ હોવાને લઇને જે વિવાદ થયો હતો, તેને લઇને હવે Netflix એ નિર્ણય લીધો છે કે હાઈજેકર્સના નામ અસલી બતાવવામાં આવશે.

સતત વધતો વિવાદ

Netflix પર તાજેતરમાં રજૂ થયેલી સીરિઝ 'IC 814: The Kandahar Hijack' વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ ત્રિપાઠી, દિયા મિર્ઝા, અરવિંદ સ્વામી અને પત્રલેખા જેવા જાણીતા કલાકારો દ્વારા અભિનીત આ સીરિઝ પર આતંકવાદીઓના નામ અને તથ્યોને લઇને ચેડા કરવાનો આરોપ છે. ખાસ કરીને, હાઈજેકર્સના હિંદુ નામો અને તેમને સીરિઝમાં માનવીય રીતે રજૂ કરવાનો વિવાદ ઉઠી રહ્યો છે. સીરિઝ 29 ઓગસ્ટે Netflix પર રીલિઝ કરવામાં આવી હતી અને તેને લઈને વિવાદ વધતો ગયો છે.

કેન્દ્રીય મંત્રાલયે Netflixને સમન્સ જારી કર્યું

સતત વધતી ફરિયાદો વચ્ચે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે Netflix ઇન્ડિયાના વડાને સમન્સ જારી કરીને દિલ્હીમાં હાજર થવા માટે કહ્યું હતું. મોનિકા શેરગીલ, Netflix ઈન્ડિયાની કન્ટેન્ટ હેડ, મંત્રાલય સમક્ષ હાજર રહી અને આ મામલે મોટી ચર્ચા થઈ હતી. ત્યારબાદ Netflixએ સીરિઝ પર નિયંત્રણ રાખવા માટે મોટી કાર્યવાહી કરી છે. મોનિકા શેરગીલના જણાવ્યા મુજબ, "શ્રેણીની શરૂઆતમાં હવે હાઇજેકર્સના વાસ્તવિક અને કોડ નામો સાથે એક ડિસ્ક્લેમર આપવામાં આવશે."

નેટફ્લિક્સ ઈન્ડિયાના વડાએ શું કહ્યું?

તેમણે તેમના નિવેદનમાં આગળ કહ્યું, "શ્રેણીમાંના કોડ નામો વાસ્તવિક ઘટના દરમિયાન ઉપયોગમાં લેવાતા કોડને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં વાર્તા કહેવાની સમૃદ્ધ સંસ્કૃતિ છે - અને અમે આ વાર્તાઓ અને તેમની અધિકૃત રજૂઆત માટે પ્રતિબદ્ધ છીએ." શેરગીલનું આ નિવેદન દિલ્હીમાં માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ સાથેની મુલાકાત બાદ આવ્યું છે.

હિંદુ કોડ નામોને લઈને હોબાળો થયો હતો

તમને જણાવી દઈએ કે, મંત્રાલયે સોમવારે Netflix ઈન્ડિયાને શ્રેણીમાં હાઈજેકર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા હિન્દુ કોડ નામો અને તેમાંથી કેટલાકને માનવ દેખાવ આપવા સહિત વિવિધ મુદ્દાઓ પર સમન્સ પાઠવ્યું હતું. અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત અને વિજય વર્મા, પત્રલેખા, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ, અરવિંદ સ્વામી, દિયા મિર્ઝા જેવી સ્ટાર કલાકારો અભિનીત, આ શ્રેણી ડિસેમ્બર 1999ના હાઇજેકની સત્ય ઘટના પર આધારિત છે.

આ પણ વાંચો:  IC 814ના કેપ્ટન દેવીશરણ, જેમણે Kandahar Hijackમાં....

Tags :
1999 Kandahar HijackAuthenticity in SeriesCensorship and DisclaimerCentral Ministry Pressure NetflixControversy Netflix SeriesGujarat FirstHardik ShahHijackers' Real NamesIC 814 The Kandahar HijackIC 814 The Kandahar Hijack ControversyIndian Airlines Flight HijackMonica Shergill NetflixNetflix IC 814 The Kandahar HijackSeries Controversy India
Next Article