Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડૂબતું કરિઅર કે પછી સ્ટારડમ ઓછી થઈ? શા માટે પ્રભાસે KALKI 2898 માટે ફીમાં કર્યો ધરખમ ઘટાડો

ગુરુવારે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાની એક એવી KALKI 2898 ફિલ્મ RELEASE થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મની એડવાંસ બૂકિંગ શરૂ કરી દેવામાં આવી છે. RELEASE થયા પહેલા જ ફિલ્મ સારી કમાણી...
ડૂબતું કરિઅર કે પછી સ્ટારડમ ઓછી થઈ  શા માટે પ્રભાસે kalki 2898 માટે ફીમાં કર્યો ધરખમ ઘટાડો

ગુરુવારે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાની એક એવી KALKI 2898 ફિલ્મ RELEASE થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મની એડવાંસ બૂકિંગ શરૂ કરી દેવામાં આવી છે. RELEASE થયા પહેલા જ ફિલ્મ સારી કમાણી કરી પણ રહી છે. આ ફિલ્મમાં મોટા મોટા કલાકારોનો જમાવડો જોવા મળવાનો છે. દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હસન, દિશા પટાની અને રાણા દગ્ગુબાતી આ ફિલ્મમાં જોવા મળવાના છે. ત્યારે આપણને મનમાં પ્રશ્ન થાય કે આ ફિલ્મ માટે સુપર સ્ટાર પ્રભાસે કેટલી ફી ચાર્જ કરી હશે.

Advertisement

પ્રભાસે કર્યો ફીમાં ઘટાડો

KALKI 2898 એક મેગા બજેટ ફિલ્મ છે. આ ફિલ્મ કોઈ સામાન્ય ફિલ્મ નથી રહેવાની પરંતુ આ ફિલ્મમાં વિશ્વસ્તરીય VFX અને ગ્રાફિક્સ જોવા મળવાના છે. KALKI 2898 ફિલ્મના બજેટ વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મનું કુલ બજેટ આશરે 600 કરોડનો આસપાસ હોવાનું મનાય છે. તે તેના ટ્રેલર જોઈને લાગે પણ છે. આ ફિલ્મ માટે પ્રભાસની ફીને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ માટે પ્રભાસે તેની ફીમાં ઘટાડો કર્યો છે. પ્રભાસ સામાન્ય રીતે તેમની ફિલ્મ માટે 150 કરોડની મોટી ફી વસૂલ કરતાં હોય છે. પરંતુ આ ફિલ્મ માટે તેમની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Advertisement

સામાન્ય રીતે મોટા કલાકારો સમય જતાં તેમની ફીમાં વધારો કરતાં હોય છે. પરંતુ આ ફિલ્મ માટે પ્રભાસે તેની ફીમાં ઘટાડો કર્યો છે. હવે આવું થવા પાછળ શું કારણ હોય શકે? શું તેમની કેટલીક છેલ્લી ફિલ્મો અસફળ હોવાને કારણે તેમની ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે કે ફી ઘટવાના કારણ બીજુ છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે તેમણે પોતાની ફીમાં કેટલો ઘટાડો કર્યો છે.

Advertisement

શા માટે કર્યો ફીમાં ઘટાડો

પ્રભાસે આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાથી ઘટાડીને 80 કરોડ રૂપિયા કરી દીધી છે. તેના આ પગલા પાછળ ન તો કોઈ ઉપકાર છે કે ન તો ડૂબતી કારકિર્દી. વાસ્તવમાં બાબત એમ છે કે KALKI 2898 નું બજેટ ઘણું મોટું છે. આવી સ્થિતિમાં જો ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે તો પ્રભાસને પણ પ્રોફિટનો અમુક હિસ્સો મળશે. આ નફા માટે પ્રભાસે તેની ફીમાંથી લગભગ 70 કરોડ રૂપિયા ઘટાડ્યા છે. હવે આ ફિલ્મ 2 જ દિવસમાં સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.

આ પણ વાંચો : Rajshri Productions-‘દોસ્તી’ ફિલ્મે ‘સંગમ’ જેવી ફિલ્મને ય ટક્કર આપી

Tags :
Advertisement

.