Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CHAITRA NAVRATRI 2025: આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 8 દિવસની છે, 30 માર્ચથી થઈ રહ્યો છે પ્રારંભ

આસો નવરાત્રિ જેટલું જ મહત્વ ધરાવતી ચૈત્ર નવરાત્રિ આ વર્ષે 9ને બદલે માત્ર 8 દિવસની રહેશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ તા. 30મી માર્ચથી શરૂ થશે.
chaitra navratri 2025  આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 8 દિવસની છે  30 માર્ચથી થઈ રહ્યો છે પ્રારંભ
Advertisement
  • વર્ષ 2025ની ચૈત્રી નવરાત્રિ માત્ર 8 દિવસની રહેશે
  • આ વર્ષે પાંચમની તિથિનો ક્ષય
  • માતાજીના મંદિરોમાં ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ શરૂ

અમદાવાદઃ આ વર્ષે ચૈત્ર નવરાત્રિ તા. 30મી માર્ચના રોજ કળશ સ્થાપનાથી શરૂ થશે. વર્ષ 2025માં ચૈત્ર નવરાત્રિ માત્ર 8 દિવસની રહેશે. આ વર્ષે પાંચમની તિથિનો ક્ષય હોવાથી આ ઘટના ઘટી છે. આ વર્ષે મા દુર્ગાની પૂજા ફક્ત 8 દિવસ માટે કરવામાં આવશે. પ્રથમ દિવસે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. તેમજ સમગ્ર નવરાત્રિ દરમિયાન મા જગદંબાના વિવિધ સ્વરૂપોની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે.

Advertisement

પાંચમની તિથિનો ક્ષય

દર વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ દિવસ ઉજવવામાં આવે છે પરંતુ વર્ષ 2025માં ચૈત્ર મહિનામાં પાંચમની તિથિનો ક્ષય હોવાથી આ વર્ષે નવરાત્રિ 9ને બદલે 8 દિવસ ઉજવવામાં આવશે.

Advertisement

આ પણ વાંચોઃ  Rashifal, 18 March 2025: મંગળવારે સ્વાતિ નક્ષત્રમાં, બજરંગબલીની આ રાશિઓ પર થશે વિશેષ કૃપા, વ્યવસાયમાં નફો વધશે

Advertisement

ચૈત્રી નવરાત્રીને લઈને મંદિરોમાં તૈયારી

ચૈત્રી નવરાત્રિ સંદર્ભે અંબાજી, પાવાગઢ, ચોટીલા, કચ્છમાં માતાના મઢ સહિત માતાજીના દરેક નાના-મોટા મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન આ મંદિરોમાં વિધિ પૂર્વક પૂજા કરવામાં આવશે.

માતાજીનું હાથી પર આગમન

આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને ધરતી પર આવશે. આ એક શુભ સંકેત માનવામાં આવે છે, હાથી પર માતાનું આગમન સુખ અને સમૃદ્ધીમાં વધારો કરે છે. આ શુભ પ્રસંગે દેવી દુર્ગાની પૂજા અર્ચના કરીને ભક્તો પોતાના મનોરથો પૂર્ણ કરી શકે છે.

કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

ચૈત્ર નવરાત્રિ પર કળશ સ્થાપન સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. ઘટ સ્થાપન માટે શુભ સમય 30 માર્ચ 2025ના રોજ સવારે 6.13 થી 10.22 કલાક સુધીનો છે. તેમજ ચૈત્ર નવરાત્રિના પ્રારંભના દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12.01થી 12.50 કલાક સુધી રહેશે. આ શુભ સમયે વ્યક્તિએ કળશ(ઘટ) સ્થાપિત કરીને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ.

આ પણ વાંચોઃ Self-esteem : હું કરું... હું કરું... એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે!

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Maha Shivratri Mahakumbh : આજે મહાકુંભનું છેલ્લું સ્નાન, પ્રયાગરાજમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

featured-img
રાષ્ટ્રીય

Prayagraj : મહાકુંભ મેળા વિસ્તારમાં આગનો સીલસીલો યથાવત

featured-img
રાષ્ટ્રીય

Mahakumbhમાં આગ લાગવાનો સિલસીલો યથાવત..., ઘણા તંબુ બળીને ખાખ

featured-img
Top News

Mahakumbh: શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું, હેલિકોપ્ટરમાંથી ભક્તો પર પુષ્પવર્ષા

featured-img
Top News

Mahakumbh : 6 કરોડનું સોનું પહેરીને ફરે છે આ 67 વર્ષીય બાબા , દરેક આભૂષણ સાથે જોડાયેલી છે સાધનાની વાર્તા!

featured-img
BAPS

Abu Dhabi: BAPS હિન્દુ મંદિરમાં ભવ્ય ઉજવણી, 20થી વધુ દેશના પ્રતિનિધિઓ રહ્યાં હાજર

Trending News

.

×