Energy of the earth: ભૂમિની ઊર્જાની સીધી અસર થાય છે આપની આર્થિક વૃદ્ધિ પર, કેવી રીતે ઓળખશો ભૂમિની ઊર્જા ???
- ભૂમિની નકારાત્મક ઊર્જાનો હાનિકારક પ્રભાવ
- ધરતીની નકારાત્મક ઊર્જાને ઓળખવાના છે ચોક્કસ સંકેતો
- ભૂમિની હકારાત્મક ઊર્જા વ્યક્તિની સમૃદ્ધિમાં કરી શકે છે વૃદ્ધિ
અમદાવાદઃ હિન્દુ ધર્મમાં ધરતીને દેવી અને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધરતી માતાને પ્રસન્ન કરવા માટે શ્લોકો અને સ્તોત્રની પણ રચના કરવામાં આવી છે. ધરતી માતાની પૂજા અર્ચનાનું પણ અનોખું મહત્વ વેદ પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે. જો કે ધરતી- ભૂમિની નકારાત્મક ઊર્જા આપની આર્થિક વૃદ્ધિને અટકાવી શકવા સક્ષમ હોવાનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.
ભૂમિની નકારાત્મક ઊર્જા હાનિકારક
ભૂમિની નકારાત્મક ઊર્જા વ્યક્તિની નોકરી અને વ્યવસાયમાં અવરોધો ઊભા કરે છે. આ સ્થિતિમાં, ધરતીની સકારાત્મક અને નકારાત્મક ઊર્જાની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો નકારાત્મક ઊર્જા ધરાવતી ભૂમિ પર ઘર, દૂકાન કે ઓફિસ હશે તો આપના ધનનો ક્ષય થવાની ઘટનાઓ વારંવાર બનશે. આપને નુકસાન પણ આવી શકે છે.
આ પણ વાંચોઃ મહાભારતના અંત પછીની ઘટનાઓ : ગાંધારીનો શાપ, યદુવંશનું પતન અને બ્રજ મંડળની પુનઃસ્થાપના
ભૂમિની ઊર્જા નકારાત્મક કેવી રીતે બને છે?
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો જમીનને ઘણા વર્ષો સુધી ઉજ્જડ રાખવામાં આવે તો તે નકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. આવી ભૂમિ પર રહેવા અથવા વેપાર કરવાનું શરૂ કરો છો, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને જમીનની નકારાત્મક શક્તિઓનો અંદાજ લગાવી શકાય છે. આવો, જાણીએ ધરતીની નકારાત્મક ઊર્જાને કેવી રીતે ઓળખવી.
ધરતીની ઊર્જા કેવી રીતે ઓળખી શકાય છે?
આપનું ઘર કે વેપારનું સ્થાન હોય તે ભૂમિમાં નાનો ખાડો કરીને તેમાં પાણી ભરો. ત્યાંથી પૂર્વ તરફ 100 પગલાં ચાલો. જો ખાડામાં પાણી ભરાયેલું હોય, તો જમીન ખૂબ સારી છે. જો અડધી બાકી રહે તો જમીન મધ્યમ ઉપજ આપતી હોય છે. જો પાણી સંપૂર્ણપણે સુકાઈ જાય છે, તો જમીનની ઊર્જા નકારાત્મક છે અને વ્યક્તિ માટે હાનિકારક છે. ભૂમિમાં રહેલ માટીનો રંગ પણ તેની ઊર્જા ઓળખનો યોગ્ય માર્ગ માનવામાં આવે છે. જો ધરતીની માટી પીળી કે સફેદ હોય તો તે વધુ સારી, જો લાલ રંગની હોય તો મધ્યમ અને કાળો રંગની હોય તો તે ખામીયુક્ત માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Rashifal 20 march 2025 : આજે ચંદ્રાધિ સહિત ઘણા શુભ યોગ બનતા આ રાશિઓને થશે મોટો લાભ