Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહાકુંભમાં જોવા મળ્યા મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાંળુઓ, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ

પ્રયાગરાજના સંગમ કિનારે વિદેશીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે, જે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક વિશેષતાઓને અનુભવી રહ્યા છે. આજે ખૂબ જ ઠંડી હોવા છતા, વિદેશી શ્રદ્ધાળુઓ ત્રિવેણીમાં પવિત્ર સ્નાન માટે ઉત્સુક છે. તેઓએ જણાવ્યું કે, "જોકે પાણી ખૂબ ઠંડુ છે, પરંતુ અમારા હૃદય શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉષ્માથી ભરેલા છે."
મહાકુંભમાં જોવા મળ્યા મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાંળુઓ  જાણો કેવો રહ્યો તેમનો અનુભવ
Advertisement
  • Mahakumbh 2025: વિશ્વભરના શ્રદ્ધાળુઓનો પવિત્ર અનુભવ
  • પ્રયાગરાજ મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો ઉત્સાહ
  • Mahakumbh માં વિદેશી શ્રદ્ધાળુઓનો અનોખો અનુભવો
  • મહાકુંભમાં મુક્તિની શોધ: વિદેશી યાત્રિકોનો અનુભવ
  • 14 જાન્યુઆરીએ અમૃત સ્નાન: મહાકુંભનો વિશેષ અવસર
  • Mahakumbh 2025: વિદેશી શ્રદ્ધાળુઓની પવિત્ર યાત્રા

Mahakumbh 2025 નો શ્રદ્ધાનો ઉત્સવ શરૂ થઈ ચૂક્યો છે. પોષ પૂર્ણિમાના પાવન અવસરે, વિશ્વભરમાંથી કરોડો ભક્તોએ પ્રયાગરાજના સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવી. આ ભક્તોમાં વિદેશીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે, જે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક વિશેષતાઓને અનુભવી રહ્યા છે. આજે ખૂબ જ ઠંડી હોવા છતા, વિદેશી શ્રદ્ધાળુઓ ત્રિવેણીમાં પવિત્ર સ્નાન માટે ઉત્સુક છે. તેઓએ જણાવ્યું કે, "જોકે પાણી ખૂબ ઠંડુ છે, પરંતુ અમારા હૃદય શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉષ્માથી ભરેલા છે." જણાવી દઇએ કે, આ વર્ષે મહાકુંભમાં આશરે 45 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની સંભાવના છે.

Advertisement

વિશ્વભરના શ્રદ્ધાળુઓનો અનોખો અનુભવ

ફ્રાંસિસ્કો, જે બ્રાઝિલથી છે, પહેલીવાર મહાકુંભ માટે ભારત આવ્યા છે. તેમણે કહ્યું કે, "ભારતમાં આવવું એ મારા માટે અનોખો અનુભવ છે. હું અહીં મુક્તિની શોધમાં આવ્યો છું." ફ્રાંસિસ્કોએ વધુમાં કહ્યું કે, "ભારત વિશ્વનું આધ્યાત્મિક હૃદય છે." એક સ્પેનિશ શ્રદ્ધાળુએ જણાવ્યું કે, "અમે એક આધ્યાત્મિક યાત્રા પર છીએ. અમારા મિત્રોનું જૂથ છે જેમાં બ્રાઝિલ, સ્પેન અને પોર્ટુગલના લોકો છે."

Advertisement

ભારતમાં જોડાયેલા રહેવાનું અનુભવ

મૈસુરના જીતેશ પ્રભાકર, જેમણે જર્મન નાગરિકતા લઈ લીધી છે, પોતાની પત્ની સાસ્કિયા નૌફ અને પુત્ર આદિત્ય સાથે મહાકુંભમાં હાજરી આપી રહ્યા છે. તેમણે જણાવ્યું, "હું ભારતમાં રહીશ કે વિદેશમાં, તેનાથી કોઈ ફરક નથી પડતો. જોડાણ તો બનેલું જ રહેશે. તેમની પત્નીએ પણ આ અનુભવને ખૂબ ઉત્સાહપૂર્ણ માન્યો છે. કેપટાઉન, દક્ષિણ આફ્રિકાથી આવેલા શ્રદ્ધાળુએ જણાવ્યું કે, "આ સ્થાન ખૂબ જ સુંદર છે. શેરીઓ સ્વચ્છ છે અને લોકો ખુશ અને મૈત્રીપૂર્ણ છે." તેમણે ઉમેર્યું કે, "હું સનાતન ધર્મમાં માનું છું, અને ગંગાના કિનારે આવવાનું મારે માટે શ્રદ્ધાનો અદ્ભુત અનુભવ છે."

મહાકુંભનો ખાસ અવસર: 14 જાન્યુઆરીના અમૃત સ્નાન

મહાકુંભમાં પહેલું અમૃત સ્નાન, જેને શુભ સ્નાન પણ કહેવાય છે, 14 જાન્યુઆરીના મકર સંક્રાંતિના પાવન દિવસે યોજાશે. આ અવસરે તમામ અખાડા નિર્ધારિત ક્રમમાં તેમના ધાર્મિક સ્નાન કરશે. આ પહેલા પણ રવિવાર અને શનિવારે લાખો ભક્તોએ સંગમના પવિત્ર જળમાં ડૂબકી લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, મહાકુંભ 2025 એ માત્ર ભારતીયો માટે જ નહીં, પરંતુ વિદેશી શ્રદ્ધાળુઓ માટે પણ એક અદ્વિતીય અને આદ્યાત્મિક અનુભવ બની રહ્યો છે. દરેક યાત્રિક આ પવિત્ર સ્નાન અને ધાર્મિક અનિષ્ઠાન સાથે મુક્તિની શોધમાં અહીં આવ્યા છે. જ્યા તેમને મુક્તિ મળશે તેનો તેમને વિશ્વાસ છે.

આ પણ વાંચો :  Maha Kumbh 2025 : સંગમમાં ડૂબકી લગાવશે સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ

Tags :
Advertisement

Trending News

.

×