Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતીકાલે છે અધિક માસની કમલા એકાદશી, બની રહ્યો છે આ શુભ યોગ

અહેવાલ - કુશાગ્ર ભટ્ટ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની એકાદશી જેને કમલા એકાદશી કહેવાય છે. પુરુષોત્તમ માસમાં આવતી આ એકાદશીને પદ્મિની એકાદશી અથવા તો પુરુષોત્તમી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એકાદશી ત્રણ વર્ષે એક જ...
આવતીકાલે છે અધિક માસની કમલા એકાદશી  બની રહ્યો છે આ શુભ યોગ

અહેવાલ - કુશાગ્ર ભટ્ટ

Advertisement

અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની એકાદશી જેને કમલા એકાદશી કહેવાય છે. પુરુષોત્તમ માસમાં આવતી આ એકાદશીને પદ્મિની એકાદશી અથવા તો પુરુષોત્તમી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એકાદશી ત્રણ વર્ષે એક જ વાર આવે છે. આ એકાદશી પરમ પવિત્ર અને પાપ દૂર કરનારી છે.

સ્ત્રી તથા પુરુષોને મોક્ષ આપનાર છે તથા દુઃખ અને દારિદ્રનો નાશ કરનારી છે. જે લોકોના જીવનમાં ભાગ્યોદય ન થતો હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી ભાગ્યોદય થાય છે અને પોતે કરેલી મહેનતનું પૂરતું ફળ મળે છે. આ વખતે 29 જુલાઇ શનિવારના રોજ અધિક માસની કમલા એકાદશી છે અને આ દિવસે બની રહેલા શુભ યોગમાં કેટલાક ઉપાય કરવામાં આવે તો ભગવાન વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીજીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થશે. કમલા એકાદશી પુરુષોત્તમ માસમાં આવવાથી પુરુષોત્તમી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, અધિકમાસના શુક્લ પક્ષમાં પડનારી એકાદશીને કમલા એકાદશી કહેવાય છે. આ એકાદશીનો સંબંધ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી સાથે પણ છે. આ એકાદશીનો સંબંધ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી સાથે પણ છે કારણ કે કમલા માતા લક્ષ્મીનું એક નામ છે. આ એકાદશી દર ત્રણ વર્ષે એકવાર આવે છે, આ સિવાય આ દિવસે બ્રહ્મ અને ઈન્દ્ર નામનો શુભ યોગ પણ બની રહ્યો છે. જેનાથી આ એકાદશીનું મહત્વ વધી ગયું છે.

Advertisement

અધિક માસની કમલા એકાદશીના દિવસે ઉપવાસ રાખી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ વિશેષ પૂજા કરો. વિષ્ણુ સહસ્ત્રનામ અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા બનેલી રહેશે અને ધન ધાન્યની કમી નહીં થાય. કમલા એકાદશીના દિવસે આર્થિક પ્રગતિ માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે 11 ગોમતી ચક્ર, 3 નાના એકાક્ષી નારિયેળ રાખી તેની પૂજા-અર્ચના કરો. સાંજની પૂજા કર્યા બાદ તે વસ્તુને પીળા કપડામાં બાંધી ધનના સ્થાન જેમ કે તિજોરીમાં રાખો. આ ઉપાયને દુકાન પર પણ કરી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા કરવાથી દેવાથી મુક્તિ મળે છે અને ધન પ્રાપ્તિનો માર્ગ બને છે.

આ વખતે કમલા એકાદશી પર શનિવાર છે તેથી આ દિવસે કાગડાને અનાજ ખવડાવો, કારણ કે કાગડો શનિદેવનું વાહન છે. સાથે જ કાળા કૂતરાને રોટલી ખવડાવો. આમ કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઘટે છે. શનિદેવ બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત છે અને જો કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરે છે તો શનિની દ્રષ્ટિ તે વ્યક્તિથી દૂર રહે છે. આ દિવસે દાનનું એક વિશેષ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદોને તલ, વસ્ત્ર, ધન અને ફળ વગેરેનું દાન કરો. જે લોકો વ્રત ન કરતા હોય તે આ વસ્તુઓનું દાન કરી શકે છે. દાનથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પદ્મિની એકાદશીએ ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો જોઇએ. સાંજે તુલસીજીની સામે ઘીનો દીવો પ્રગટાવી મંત્રનો જાપ કરવાથી અક્ષય ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે.

Advertisement

આ પણ વાંચો - Sawan Vastu Tips: સૌભાગ્ય વૃધ્ધિ મેળવવા માંગો છો તો શ્રાવણ મહિનામાં કરો આ સરળ વાસ્તુ ઉપાય

આ પણ વાંચો - ઉપવાસ રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે, કોલેસ્ટ્રોલ ઘટવાની સાથે સ્કીનને પણ થાય છે ફાયદો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.