Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ 5 યોદ્ધાઓ રામાયણ-મહાભારત બંનેમાં હતાં, જાણીને સ્તબ્ધ થઈ જશો

Ramayana and Mahabharata warriors : હિન્દુ ધર્મમાં રામાયણ અને મહાભારત બંને માહાગ્રથનું સ્થાન અનોખું છે. જો રામાયણની વાત કરવામાં આવે તો, તે ત્રેતાયુગ સાથે જોડાયેલું છે. અને મહાભારતે દ્વાપર યુગ સાથે સંબંધિત ધરાવે છે. તો રામાયણ અને મહાભારત વિશે ભારત...
આ 5 યોદ્ધાઓ રામાયણ મહાભારત બંનેમાં હતાં  જાણીને સ્તબ્ધ થઈ જશો

Ramayana and Mahabharata warriors : હિન્દુ ધર્મમાં રામાયણ અને મહાભારત બંને માહાગ્રથનું સ્થાન અનોખું છે. જો રામાયણની વાત કરવામાં આવે તો, તે ત્રેતાયુગ સાથે જોડાયેલું છે. અને મહાભારતે દ્વાપર યુગ સાથે સંબંધિત ધરાવે છે. તો રામાયણ અને મહાભારત વિશે ભારત વૃદ્ધથી લઈને દરેક નાના બાળકો પરિચિત છે. પરંતુ રામાયણ યુગમાં અમુક એવા યોદ્ધા હતાં, જે મહાભારતના સમયમાં પણ જોવા મળ્યા હતાં. જોકે રામાયણ યુગ અને મહાભારત થઈને બંને યુગમાં આ યોદ્ધાઓએ પોતાની આગવી ભૂમિકા ભજવી હતી.

Advertisement

આ અહેવાલમાં આ 5 યોદ્ધાઓ વિશે માહિતી આપવાના છીએ

ભગવાન પરશુરામ એક એવા યોદ્ધા હતાં, જેનો ઉલ્લેખ માત્ર રામાયણ પૂરતો નથી. તે ઉપરાંત મહાભારતના સમયમાં પણ એક ખાસ ભૂમિકામાં ભગવાન પરશૂરામ જોવા મળ્યા હતાં. ત્યારે રામાયણ અને મહાભારત બંને યુગમાં ભગવાન પરશુરામ બંને સમયે હાજર હતાં. જોકે રામાયણમાં સીતા સ્વંયવરના સમયે તેમણે શ્રી રામને પડકાર આપ્યો હતો. તો મહાભારતમાં ભગવાન પરશુરામ કર્ણ અને પિતામાહ ભીષ્મના ગુરુ રહ્યા હતાં.

Advertisement

ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાને રામાયણ કાળમાં માતા સીતાને શોધ માટે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. પરંતુ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશ કે, મહાભારતમાં યુદ્ધના સમયે અંજની પુત્ર હનુમાન પણ ઉપસ્થિત રહ્યા હતાં. મહાભારતમાં થયેલા યુદ્ધના સમયે અર્જુનના રથ પર આવેલા ધ્વજમાં હનુમાન વિરાજમાન થયા હતાં.

Advertisement

રામાયણ કાળમાં મંદોદરીના પિતા એટલે કે લંકાપતિ રાવણના સસુરનો પણ મહાભારત યુગ સાથે ખાસ સંબંધ છે. ધર્મ શાસ્ત્રોના જણાવ્યા અનુસાર, રાવણના સસુર મયાસુરે મહાભારકમાં ઈંદ્રપ્રસ્થ બનાવવામાં સમર્થન આપ્યું હતું. જે એક માયા ભવન હતું.

રામાયણ કાળના જામવંતથી દરેક લોકો પરિચિત હશે. જામવંતએ સુગ્રીવની સેનાના મંત્રી હતાં અને જામવંતને ભગવાન શ્રી રામથી મલયુદ્ધની ઈચ્છા પ્રગટ થઈ હતી. ત્યારે ભગવાન શ્રી રામે જામવંતને વચન આપ્યું હતું કે, દ્વાપર યુગમાં કૃષ્ણના અવતારમાં જામવંતની દરેક ઈચ્છા પૂર્ણ કરશે. શ્રી કૃષ્ણે જામવંતની દરેક ઈચ્છા દ્વાપર યુગમાં પૂર્ણ કરી અને જામવંતની પુત્રી જામવંતી સાથે લગ્ન કર્યા હતાં.

મહર્ષિ દુર્વાસા જેવા મહાપુરુષે પણ રામાયણ અને મહાભારતમાં યોગદાન આપ્યું હતું. પૌરાણિક કથાઓના અનુસાર રામાયણ કાળમાં મહર્ષિ દુર્વાસાના શ્રાપના કારણે લક્ષ્મણને શ્રી રામના વચનનો ભંગ કરવો પડ્યો હતો. તો મહાભારત કાળમાં મહર્ષિ દુર્વાસાને કુંતીને સંતાન પ્રાપ્તિનો મંત્ર આપ્યો હતો.

આ પણ વાંચો: Chandra Grahan 2024: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ,ભારતમાં જોવા મળશે ?

Tags :
Advertisement

.