ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે શુભ કાર્ય કરવાથી ભાગ્ય ચમકશે

આજનું પંચાંગ તારીખ :૧૧ ડીસેમ્બર ૨૦૨૩, સોમવાર તિથિ : કારતક વદ તેરસ ૭:૧૦, ચૌદશ નક્ષત્ર : વિશાખા યોગ : સુકર્મા કરણ : વિષ્ટિ રાશિ : વૃશ્ચિક ( ન,ય) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૧થી ૧૨:૫૪ સુધી રાહુકાળ : ૦૮:૩૨ થી...
08:19 AM Dec 11, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ :૧૧ ડીસેમ્બર ૨૦૨૩, સોમવાર
તિથિ : કારતક વદ તેરસ ૭:૧૦, ચૌદશ
નક્ષત્ર : વિશાખા
યોગ : સુકર્મા
કરણ : વિષ્ટિ
રાશિ : વૃશ્ચિક ( ન,ય)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૧૧થી ૧૨:૫૪ સુધી
રાહુકાળ : ૦૮:૩૨ થી ૦૯:૫૨ સુધી
વિજય મુહુર્ત ૧૪:૨૦ થી ૧૫: ૦૩
માસ શિવરાત્રી, વિંછુડો
ચૌદશ નો ક્ષય છે. યમઘંટ યોગ ૧૨:૧૪
ભદ્રા ૦૭:૧૧ થી ૧૮:૫૩

 

મેષ (અ,લ,ઈ)
ચંદ્ર આઠમા ભાવમાં રહેશે જેના કારણે જટિલ બાબતોમાં મુશ્કેલી આવશે.
ઓનલાઈન બિઝનેસમાં બેદરકારી ના કારણે નુકસાન થઈ શકે છે.
પરિવારમાં ધાર્મિક કાર્યમાં અડચણ આવી શકે છે.
પ્રેમ અને વિવાહિત જીવનમાં ઝઘડો થવાની સંભાવના બની શકે છે.
ઉપાય : પ્રાણાયામ અને ધ્યાન કરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ યોગેશ્વારાય નમઃ ||

 

વૃષભ (બ,વ,ઉ)
ચંદ્ર સાતમા ભાવમાં રહેશે જેના કારણે વેપારમાં ગતિ આવશે.
લોખંડ, મકાન સામગ્રી અને બાંધકામના વ્યવસાયમાં વેપારમાં વૃદ્ધિ થશે.
કાર્યસ્થળ પર તમારા અધિકારીઓ દ્વારા તમારા કામની પ્રશંસા થશે.
વિદ્યાર્થીઓ આળસને કારણે તેમના વિષયોમાં અન્ય કરતા પાછળ રહી શકે છે.
ઉપાય : મા વૈષ્ણવી ની આરાધના કરવી
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ શૂલધારિણ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
ચંદ્ર છઠ્ઠા ભાવમાં રહેશે જે તમને જૂના રોગોથી મુક્તિ અપાવશે.
કાર્યક્ષેત્રમાં તમારા માટે દિવસ અનુકૂળ રહેશે.
તમે તમારા પરિવાર સાથે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.
ખેલાડીઓ સખત મહેનતથી મેદાન પર વધુ સારું પ્રદર્શન કરશે.
ઉપાય : આજે સફેદતલ નું દાન કરવું
શુભરંગ : આછો લીલો
શુભમંત્ર : ૐ ધરણીધરાય નમઃ ||

 

કર્ક (ડ,હ)
આજે માતા-પિતાને સંતાન તરફથી સુખ મળશે.
નોકરીમાં કોઈ સાથે વિવાદ ચાલી રહ્યો હોય તો તેનું સમાધાન થઈ શકે છે.
પ્રેમ અને વિવાહિત જીવનમાં સંબંધોમાં મધુરતા રહેશે.
કરિયર સંબંધિત યાત્રા તમારા માટે ભાગ્યશાળી રહેશે.
ઉપાય : આજે દૂધની મીઠાઈ હનુમાનજીને અર્પણ કરવી
શુભરંગ : દૂધિયો
શુભમંત્ર : ૐ રામભદ્રાય નમઃ ||

 

સિંહ (મ,ટ)
આજે કારણે માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
આજે વ્યવસાયમાં તણાવપૂર્ણ વાતાવરણ રહેશે
આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
આજે સ્વાસ્થ્યની બાબતે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : આજે પિપળા નિચે દીવો કરવો
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ વિજયાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે તમે તમારા મિત્રોની મદદ કરી શકશો.
માર્કેટિંગ સાથે જોડાયેલી નોકરી કરનાર વ્યક્તિને ટાર્ગેટ પૂરો થવાથી ફાયદો થશે.
પરિવારમાં હળવાશનું અને આનંદ વાતાવરણ રહેશે
મુસાફરી દરમિયાન તમે કેટલાક જૂના મિત્રોને મળો.

ઉપાય : આજે શ્રીફળનુ દાન કરવું
શુભરંગ : ધેરો લીલો
શુભમંત્ર : ૐ રામાય નમઃ ||

 

તુલા (ર,ત)
આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
કાર્યક્ષેત્રમાં આવનારી નાની-નાની સમસ્યાઓને દૂર કરીને તમે આગળ વધશો.
પ્રેમ અને જીવનસાથી સંબંધિત કોઈ બાબતે તમે તણાવમાં રહેશો.
રાજકીય સ્તરે કોઈની સલાહ તમારા માટે ઉપયોગી થશે.
ઉપાય : આજે તુલસી દ્ળ નુ સેવન કરવુ
શુભરંગ : શ્વેત
શુભમંત્ર : ૐ અજરાય નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય)
ચંદ્ર તમારી રાશિમાં રહેશે જેના કારણે તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે.
તમને કોઈ મહત્વપૂર્ણ કામની જવાબદારી સોંપવામાં આવી શકે છે
પરિવારમાં શાંત રહીને સમસ્યાઓનો સામનો કરો.
સામાજિક સ્તરે દિવસ આનંદ દાયક રહેશે
ઉપાય : આજે પીપળા નું પૂજન કરવું
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ શ્રી સિતારામાભ્યામ નમઃ ||

 

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે રોકાણ કરતા પહેલા તપાસ અવશ્ય કરવી.
વ્યવસાયિક બાબતોમાં કોઈપણ પ્રકારનું જોખમ ન લેવું.
તમારે તમારા પ્રેમ અને જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડશે.
પૈતૃક જમીન અને મિલકતને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે.
ઉપાય: આજે રૂદ્રાભિષેક કરવો
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ હનુમતે નમઃ ||

 

મકર (ખ,જ)
પરિવારમાં ઊભી થતી મુશ્કેલીઓને તમે સરળતાથી દૂર કરી શકશો.
સામાજિક સ્તરે વડીલોની કોઈ સલાહ તમારા માટે શુભ સાબિત થશે.
તમે તમારા પ્રેમ અને જીવનસાથી સાથે રોમાંચક ક્ષણો વિતાવશો.
વિદ્યાર્થીઓએ આજે વધુ મહેનત કરવી પડશે
ઉપાય : આજે હનુમંજી ને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ આંજ્નેયાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે નોકરીમાં થોડો બદલાવ આવશે.
ભાગીદારીના વ્યવસાયમાં તમારે નુકસાનનો સામનો કરવો પડશે.
બેરોજગાર અને નોકરીયાત લોકો માટે રોજગારના નવા રસ્તાઓ ખુલી શકે છે.
પરિવારની કોઈપણ સમસ્યામાં તમને તમારા માતા-પિતાની મદદ મળશે.
ઉપાય : આજે રામજી મંદિર મા દર્શન કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ લક્ષ્મિનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે શુભ કાર્ય કરવાથી ભાગ્ય ચમકશે.
બિઝનેસમેનને કોઈ કામ માટે યાત્રા કરવી પડી શકે છે.
ઓફિસમાં તમે તમારા કામ પ્રત્યે ગંભીર રહેશો, જે તમારા માટે વધુ સારું રહેશે.
તીર્થયાત્રાની શક્યતાઓ છે.
ઉપાય: દાન પુણ્ય કરવુ
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ શ્રીનાથાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashirashi bhavishya
Next Article
Home Shorts Stories Videos