Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shani ની આજે બદલાયેલી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે લાભ

Shani : 6 એપ્રિલે આજે શનિદેવ (Shani) પોતાની ચાલ બદલી રહ્યા છે. કુંભ રાશિમાં બેઠેલા શનિદેવ (Shani) શનિવારે પોતાનું નક્ષત્ર બદલશે. બપોરે શનિદેવે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, જેનો સ્વામી ગુરુ છે. શનિના નક્ષત્રમાં પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડશે....
shani ની આજે બદલાયેલી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે લાભ
Advertisement

Shani : 6 એપ્રિલે આજે શનિદેવ (Shani) પોતાની ચાલ બદલી રહ્યા છે. કુંભ રાશિમાં બેઠેલા શનિદેવ (Shani) શનિવારે પોતાનું નક્ષત્ર બદલશે. બપોરે શનિદેવે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, જેનો સ્વામી ગુરુ છે. શનિના નક્ષત્રમાં પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડશે. દ્રિક પંચાંગ અનુસાર શનિદેવનો આગામી નક્ષત્ર પરિવર્તન 3 ઓક્ટોબરે થશે. જેથી, શનિની બદલાતી ચાલ 2 ઓક્ટોબર સુધી કેટલીક રાશિઓને સમૃદ્ધ બનાવી શકે છે, જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ શનિના નક્ષત્રમાં પરિવર્તનની અસર-

Advertisement

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને શનિના નક્ષત્રમાં પરિવર્તનથી લાભ થશે. કાનૂની મામલાઓમાં તમારી જીત થઈ શકે છે. વેપાર કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીમાં કોઈ જૂનું રોકાણ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમારે કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. જો કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ પડશે.

Advertisement

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયક માનવામાં આવે છે. વર્ષોથી અટવાયેલા તમારા કામને વેગ મળશે. ધન સંપત્તિમાં વધારો થવાની પણ સંભાવના છે. તમને માતાના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે.

Advertisement

કુંભ

કુંભ રાશિના લોકો માટે શનિનું સંક્રમણ શુભ માનવામાં આવે છે. તમને તમારા પરિવાર અને પૂર્વજો તરફથી આશીર્વાદ મળશે. શનિની કૃપાથી સમાજમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા વધશે. વેપારના પ્રશ્નોમાં તમને લાભ મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે.

2 રાશિના જાતકો સાવધાન રહે

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન બહુ લાભકારી માનવામાં આવતું નથી. તમારા કેરિયરમાં સહકર્મીઓ સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુ પડતો ખર્ચ મનને પરેશાન કરી શકે છે. બિનજરૂરી તણાવ લેવાનું ટાળો.

મીન

મીન રાશિના લોકો માટે શનિના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે શુભ માનવામાં આવતું નથી. નાણાંકીય જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. તમારે જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્ય પૂર્ણ કરવામાં અવરોધો આવી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

ડિસ્ક્લેમર : અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો---- Shani Gochar 2024 : સૂર્યગ્રહણ પહેલા આ 4 રાશિઓમાં થઈ રહ્યું છે મોટું પરિવર્તન,વાંચો અહેવાલ

Tags :
Advertisement

Trending News

.

×