Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RASHIFAL: આ રાશિના જાતકોને આજનો દિવસ તમને ખુશી અને સન્માન અપાવશે

આજનું પંચાંગ તારીખ : ૦૪ માર્ચ ૨૦૨૪, સોમવાર તિથિ : મહા વદ આઠમ ( અષ્ટમી) નક્ષત્ર :જ્યેષ્ઠા યોગ : વજ્ર કરણ : તૈતિલ રાશિ :વૃશ્ચિક (ન,ય) ૧૬:૨૦ ધન   દિન વિશેષ રાહુકાળ : ૦૮:૨૭ થી ૦૯:૫૫ સુધી અભીજીત:૧૨:૨૮ થી ૧૩:૧૫...
07:35 AM Mar 04, 2024 IST | Hiren Dave
RASHI BHAVISHYA

આજનું પંચાંગ
તારીખ : ૦૪ માર્ચ ૨૦૨૪, સોમવાર
તિથિ : મહા વદ આઠમ ( અષ્ટમી)
નક્ષત્ર :જ્યેષ્ઠા
યોગ : વજ્ર
કરણ : તૈતિલ
રાશિ :વૃશ્ચિક (ન,ય) ૧૬:૨૦ ધન

 

દિન વિશેષ
રાહુકાળ : ૦૮:૨૭ થી ૦૯:૫૫ સુધી
અભીજીત:૧૨:૨૮ થી ૧૩:૧૫
વિજય મૂહુર્ત : ૧૪:૪૯ થી ૧૫:૩૬ સુધી

 

મેષ (અ,લ,ઈ)
તમારો આજનો દિવસ રોમાંચક અને આનંદદાયક રહેશે.
તમે મુસાફરી અને પારિવારિક કારણોસર થાક પણ અનુભવશો.
તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે.
મિત્રો અને સંબંધીઓના ઘરે મુલાકાત થઈ શકે છે, મિત્રતાનો વ્યાપ વધશે.
ઉપાય – આજે માખણ મિશ્રી નુ સેવન કરવુ
શુભરંગ – કથ્થઇ
શુભમંત્ર : ૐ પુરૂષોત્તમાય નમઃ ||

 

વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ વ્યસ્તતાભર્યો રહેશે.
આજે તમે પારિવારિક જીવનમાં વ્યસ્ત રહેશો.
આજે તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે.
આજે પરિવાર સાથે યાત્રા થાય
ઉપાય – આજે દૂધ અને સાકર નુ દાન કરવું
શુભરંગ – પિસ્તા કલર
શુભમંત્ર : ૐ શ્રીનાથાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.
આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
આજે ધાર્મિક કાર્ય મા સહભાગી થવાનો અવસર મળે
આજે તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
ઉપાય – આજે મગ નુ દાન કરવું
શુભરંગ – પીળો
શુભમંત્ર : ૐ ગં ગણપતયે નમઃ ||

 

કર્ક (ડ,હ)
આજે તમે દરેક ક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરી શકો
પારિવારિક જીવનમાં તમારો પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે.
તમે તમારા જીવનસાથીની ખુશીમાં તેમનો સાથ આપશો.
વિરોધિઓ થી સાવધાન રહેવુ
ઉપાય – આજે ઠંડા જળ નુ દાન કરવું
શુભરંગ – બદામી
શુભમંત્ર : ૐ ઉમાયૈ નમઃ ||

 

સિંહ (મ,ટ)
આજનો દિવસ લાભદાયક અને આનંદદાયક રહેશે.
સાસરિયાઓ તરફથી સન્માન અને લાભ મળશે
ભાગીદારીના કામમાં તમને ફાયદો થશે.
તમારા મિત્રો અને પરિવાર સાથે મોજ-મસ્તીમાં વિતાવશો.
ઉપાય – આજે રૂદ્રી પાઠ કરાવવો
શુભરંગ – નારંગી
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ)
આજે દરેક બાબતમાં સફળતા મળશે, પરંતુ તે મહેનત વિના નથી.
વિદેશ ગમન ના અવસરો પ્રાપ્ત થાય.
આજે તમને દરેક જગ્યાએ તમારા માતા-પિતાની ખુશી અને સમર્થન જોવા મળશે.
પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પોતાનું ધ્યાન રાખવું
ઉપાય – આજે શિવ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ કરવો
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ શ્રિયૈ નમઃ ||

 

તુલા (ર,ત)
આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે.
તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે અને સંપત્તિમાં વૃદ્ધિ થશે.
પરિવાર સાથે તમારો સમય આનંદદાયક રહેશે.
લગ્નજીવનમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહેશે.
ઉપાય – આજે શ્રીમદ્દ ભગવદ્ ગીતા નો ૧૨ અધ્યાય નો પાઠ કરવો
શુભરંગ – રૂપેરી
શુભમંત્ર : ૐ શ્રીં શ્રીયૈ નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ તમને ખુશી અને સન્માન આપશે.
આજે પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વ વધશે.
તમને વ્યાપારી અને વ્યવસાયિક ક્ષેત્રે લાભ મળશે.
તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશો.
ઉપાય – આજે લાલ ફૂલથી મા કુળદેવીની પૂજા કરવી
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ દું દુર્ગાયૈ નમઃ ||

 

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે.
પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે.
તમને અચાનક ધનલાભ પણ થઈ શકે છે.
તમને તમારા ભાઈ-બહેનોનો સહયોગ મળશે.
ઉપાય – આજે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગ – પીળો
શુભમંત્ર : ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ||

 

મકર (ખ,જ)
આજે તમને નાણાકીય બાબતોમાં કરેલા પ્રયત્નોથી લાભ થશે.
વડીલોના આશીર્વાદ અને સહકારથી કોઈ કિંમતી વસ્તુ કે મિલકત મળી શકે છે.
તમારે આજે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ કરવા પડશે.
વાણીને નિયંત્રણમાં રાખો નહીંતર તેના કારણે ખુશીઓ પર ગ્રહણ લાગી શકે છે.
ઉપાય – આજે શિવજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ – જામ્બલી
શુભમંત્ર : ૐ શૂલપાણયે નમ: ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
આજનો દિવસ માનસિક અશાંતિનો રહેશે.
આજે તમે કોઈ બાબતમાં નિર્ણય લેવામાં મૂંઝવણમાં રહેશો.
આજે તમારા ભાઈ-બહેનો સાથે તમારા સંબંધો સ્નેહ અને સહકારથી ભરપૂર રહેશે.
વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ લાભદાયક રહેશે.
ઉપાય – આજે માતા પિતાના આશિર્વાદ લેવા
શુભરંગ – વાદળી
શુભમંત્ર : ૐ ભવાન્યૈ નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
તમારા ખર્ચમાં વધારો થાય
આજે તમારા કેટલાક કામ અટવાઈ જવાની સંભાવના છે.
જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થાય
આજે તમે કોઈ મિત્રની મદદ કરી શકો છો.
ઉપાય – આજે કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – લિમ્બુપિળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bhavi DarshanRashirashi bhavishyaRashifal
Next Article
Home Shorts Stories Videos