જાણો આજનો દિવસ કેવો રહેશે : આ રાશિના જાતકોને લક્ષ્યપ્રાપ્તિમાં સરળતા રહેશે
મેષ : આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ રહેશે પરંતુ ભાગદોડ રહી શકે છે. મિલકત સંબંધિત સોદામાં ધાર્યા કરતા બમણું પરિણામ મળશે. બાળક સંબંધિત કોઇ ગૂંચવણ પેદા થાય તેવી શક્યતા છે. જો કે તમારે તમારી ભુલોમાંથી શિખવું પડશે. તમારી મહત્વપુર્ણ વસ્તુઓની કાળજી જાતે જ લો કોઇના પર વિશ્વાસ ન રાખો.
વૃષભ : આજે તમને લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનો અંત આવતો જણાશે. ઓફિસનું કોઇ કામ ઘરે જઇને પણ કરવું પડે તેવી શક્યતા છે. નજીકના સંબંધીઓનો સાથ સહકાર મળશે. યુવાનોએ મોજ મજા પર ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે પોતાના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
મિથુન : તાજેતરમાં તમારો સમય સાનુકુળ છે, તેનો ભરપુર ફાયદો ઉઠાવો. કોઇ પણ કામને તુરંત પૂર્ણ કરવાથી સફળતા મળશે. આળસ ખંખેરીને કામ પર લાગી જાઓ. જીવન તથા દિનચર્ચાને શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત કરો. જમીન મકાન સંબંધિત વિવાદોનો ઉકેલ આવતો જોવા મળશે. શક્ય હોય તો કોઇ પણ પ્રકારની યાત્રા ટાળવી.
કર્ક : આ સમય તમારા માટે નાણાકીય આયોજન સંબંધિત કામ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. આ તમારા ભવિષ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. પરિવારિક ચિંતાના કારણે દિવસનો બીજો હિસ્સો વ્યગ્રતામાં પસાર થાય તેવું બને. જો ક નકામી પ્રવૃતિઓમાં સમય બગાડવાનું ટાળવું.
સિંહ : લાંબા સમયથી અનુભવાઇ રહેલી માનસિક ટેંશનમાંથી મુક્તિ મળશે. તમારી સમસ્યાનો ઉકેલ આવશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં કમી આવવા ન દેશો. યુવાનોએ તેમની ભાવિ યોજનાઓને અમલમાં મુકતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી.
કન્યા : સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લો તેનાથી તમારી ઇમેજ નિખરશે અને સમાજમાં માન મોભો વધશે. જો કે કેટલીક નકામી વસ્તુઓમાં ફસાઇ જવાના બદલે તેને નજરઅંદાજ કરવું હિતાવહ રહેશે. યુવાનોએ કારકિર્દી જેવા મહત્વના વિષય પર ધ્યાન કેન્દ્રીત કરવું તેનો ફાયદો પણ મળશે.
તુલા : ગ્રહોની સ્થિતિ અનુકુળ છે. તમારુ કામ સરળતાથી પૂર્ણ થશે. જો પરિવારમાં કોઇ સમસ્યા હોય તો તેનો સંવાદિતતાથી ઉકેલ લાવો. યુવાનો તેમના ભવિષ્ય અંગે કોઇ સારા સમાચાર મળવાથી ખુશી મળી શકે છે. ભુતકાળની નકારાત્મક બાબતોને વર્તમાન પર હાવી ન થવા દો. પૈસા બાબતે કોઇને પણ પોતાના પર હાવી ન થવા દો.
વૃશ્ચિક : ગ્રહોની ઉત્તમ સ્થિતિ બની રહી છે. જેના કારણે તમારા લક્ષ્યપ્રાપ્તિમાં તમને સરળતા રહેશે. જો કે તમારે એક્ટિવ રહેવું ખુબ જ જરૂરી છે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઇ મામલો હોય તો તેના પર ધ્યાન કેન્દ્રીત કરો. જોખમી પ્રવૃતિ અને જોખમ લેવાની ભૂલ ન કરશો. કામમાં ઉતાવળની વૃતિ નુકસાન પહોંચાડશે.
ધન : ગમે ત્યાં વાતચીત કરતા સમયે તેને સંતુલીત અને વ્યવસ્થિત રહો. નોકરી કરી મહિલાઓ પરિવાર પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવી શકશો. તમારી પ્રશંસા પણ થાય. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળે. સરકારી બાબતો કે વિવાદોનો પણ ઉકેલ આવી શકે છે.
મકર : મિત્રો સાથે સંબંધોમાં ખટાશ આવી શકે છે અને તેના કારણે તમે માનસિક વ્યગ્ર રહો તેવું બને. તમારી કોઇ નવી યોજના હોય તો તે અમલમાં મુકવા માટેનો સાનુકુળ સમય છે. પરિવારના લોકો સાથે ઘરના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે. જેમાં તમારી વાતને ખુબ જ મહત્વ મળે અને પરિવારમાં તમારૂ માન વધે.
કુંભ : આજે તમે દિવસભર વ્યસ્ત રહેશો. તમે તમારી તમામ શક્તિ કામે લગાડીને જટિલ બાબતોને ઉકેલવાનો પ્રયાસ કરશો. તમારી ગંભીરતા જ તમારી સાથી બનશે. જો કે ધાર્યું પરિણામ ન મળે તો હિંમત હાર્યા વગર સતત પ્રયત્ન કરતા રહેજો. ધાર્મિક બાબતોમાં જેટલો સમય વિતાવશો તે તમારા માટે સકારાત્મક રહેશે.
મીન : સમય અનુકુળ છે પરંતુ બિનજરૂરી દલિલોથી દૂર રહેવું જોઇએ. નકારાત્મક સંજોગોથી પરેશાન થવાના બદલે નવો રસ્તો શોધવાનો પ્રયાસ કરો. રોકાણ સંબંધિત યોજનાઓ બનાવો તેવી શક્યતા છે. તમારા નોકરી કે વ્યવસાયની સ્થિતિ સારી રહે. કાર્યસ્થળ પર સહકર્મચારી સાથે થોડી સમસ્યા થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : મહાકુંભમાં બાબાને ઉલ્ટા સવાલ પૂછવું રિપોર્ટરને ભારે પડ્યું! Video વાયરલ