ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Mahakumbh સમાપન : PM Modi એ કહ્યું એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો

સોમનાથમાં દરેક માટે પ્રાર્થના કરીશ તેમ વડાપ્રધાને જણાવ્યું
11:50 AM Feb 27, 2025 IST | SANJAY
featuredImage featuredImage
Mahakumbh, PM Modi @ Gujarat First

Mahakumbh સમાપન અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે. જેમાં PM મોદીએ કહ્યું એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો છે. દેશવાસીઓની આસ્થા અભિભૂત કરે છે. સંસ્કૃતિ અને વારસાને સમૃદ્ધ કરવાનો પાયો છે. ભારત નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતનું ચિર સ્મરણીય દ્રશ્ય છે. એકતાની અવિરલ ધારા આમ જ વહેતી રહે, 'મહાકુંભની સફળતા માટે સોમનાથ દર્શન કરીશ' તથા સોમનાથમાં દરેક માટે પ્રાર્થના કરીશ તેમ વડાપ્રધાને જણાવ્યું છે.

સંગમનગરી પ્રયાગરાજમાં અદ્વિતિય આયોજન સાથે મહાકુંભનું સમાપન

સંગમનગરી પ્રયાગરાજમાં અદ્વિતિય આયોજન સાથે મહાકુંભનું સમાપન થયું છે. જેમાં મહાકુંભના સમાપન અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને વિચારો વ્યક્ત કર્યા છે. વડાપ્રધાને કહ્યું એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો અને મોટી સંખ્યામાં ભક્તોનો સમાવેશ ફક્ત એક રેકોર્ડ નથી પરંતુ તેણે ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો પણ નાખ્યો છે. વડાપ્રધાને કહ્યું એકતાના આ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયત્નો અને દૃઢ નિશ્ચયથી પ્રભાવિત થઈને, હું બાર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના દર્શન કરવા જઈશ. હું ભક્તિના પ્રતીક તરીકે સંકલ્પ પુષ્પ સમર્પિત કરીને દરેક ભારતીય માટે પ્રાર્થના કરીશ.

દુનિયાના સૌથી મોટા ધાર્મિક મહાકુંભ 2025નું સમાપન

દુનિયાના સૌથી મોટા ધાર્મિક મહાકુંભ 2025નું સમાપન આજે (બુધવાર) મહાશિવરાત્રીના અંતિમ સ્નાન પર્વ સાથે સંપન્ન થયું છે. ઉત્તરપ્રદેશ સરકારના પ્રમાણે, 45 દિવસ સુધી ચાલેલા આ મહાપર્વમાં કુલ 66.30 કરોડ શ્રદ્ધાળુઓએ પુણ્ય સ્નાન કર્યું, જે એક ઐતિહાસિક સંખ્યા છે. અંતિમ દિવસ બુધવાર રાત્રે 8 વાગ્યા સુધી અંદાજિત 1.53 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનોએ સંગમ ઉપર વિશેષ એર શો રજૂ કરીને સમાપન સમારોહને વધુ ભવ્ય બનાવી દીધો હતો. આકાશમાં વિમાનોની ગર્જના અને કલાબાજોએ શ્રદ્ધાળુઓને રોમાંચિત કરી દીધા હતા.

કેટલાક દેશોના નાગરિક પણ ધાર્મિક મેળામાં સામેલ થયા

મેળો શરૂ થતા પહેલા અધિકારીઓને આશા હતી કે આ વખતે મહાકુંભમાં 45 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લેશે. પરંતુ આંકડા ધરાશાયી થઈ ગયા અને રેકૉર્ડ 66 કરોડથી વધુ લોકો મહાકુંભ પહોંચ્યા છે. કેટલાક દેશોના નાગરિક પણ ધાર્મિક મેળામાં સામેલ થયા છે. તેમાંથી અનેકે પવિત્ર જળમાં સ્નાન કર્યું અને સનાતન ધર્મની દીક્ષા પણ લીધી છે.

આ પણ વાંચો: Waqf Amendment Bill : સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં લાવી શકે છે

Tags :
GujaratFirstIndiaMahakumbhpm modiPrayagrajTriveni Sangan