Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vastu Shastra : ઘરના મંદિરમાં રહેલ ભગવાનની મૂર્તિઓ વિષયક આ ખાસ નિયમો જાણી લો

આપણા ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ (God Idols) વિશે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ચોક્કસ નિયમો છે. જે અનુસાર ભગવાનની મૂર્તિઓના રંગ, કદ અને કઈ દિશામાં તેનું સ્થાપન કરવું તે બહુ મહત્વનું છે. વાંચો વિગતવાર.
vastu shastra   ઘરના મંદિરમાં રહેલ ભગવાનની મૂર્તિઓ વિષયક આ ખાસ નિયમો જાણી લો
Advertisement
  • Vastu Shastra અનુસાર ઘરના મંદિરમાં રહેલ મૂર્તિઓ નિર્ધારીત ઊંચાઈની હોવી જોઈએ
  • ઘરમાં રહેલ મૂર્તિઓ ક્યારેય 24 ઈંચથી વધુ ઊંચાઈની ન હોવી જોઈએ
  • ઘરના મંદિરમાં રહેલ મૂર્તિઓ પૂર્વ દિશા તરફ રાખવી વધુ લાભદાયી છે

Vastu Shastra : હિન્દુ ધર્મના અનુયાયીઓના ઘરમાં એક નાનકડું તો નાનકડું પણ મંદિર ચોક્કસ જોવા મળે છે. આ મંદિરમાં ભગવાનની પ્રતિમાઓ અને ફોટોઝ પણ હોય છે. હિન્દુ ધર્મના વેદ-પૂરાણ અને Vastu Shastra અનુસાર ઘરમાં રાખેલા મંદિરમાં ભગવાનની જે મૂર્તિઓ હોય છે તેના રંગ-કદ અને દિશા વિશે કેટલાક ચોક્કસ નિયમો છે. આપ આ નિયમો જાણી લો અને ભગવાનની મૂર્તિઓ બાબતે જો કોઈ ભૂલ ચૂક થતી હોય તો સત્વરે સુધારી લો.

ભગવાનની મૂર્તિઓની ઊંચાઈ

Vastu Shastra અનુસાર ઘરના મંદિરમાં ફક્ત નિર્ધારિત ઊંચાઈની મૂર્તિઓ જ રાખવી જોઈએ. ઘરમાં મંદિર સકારાત્મક ઊર્જા (Positive Energy) નો સૌથી મોટો સ્ત્રોત છે. તેથી ઘરના મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓનો સીધો સંબંધ ઘરની સકારાત્મક ઊર્જા સાથે હોય છે. ઘરના મંદિરમાં રાખવામાં આવતી મૂર્તિઓ સામાન્ય રીતે 3 થી 6 ઈંચની ઊંચાઈ ધરાવતી હોવી જોઈએ. જો તમારા ઘરનું મંદિર મધ્યમ કદનું કે મોટું હોય તો તમે 12 થી 18 ઈંચની મૂર્તિઓ પણ રાખી શકો છો. ઘરના મંદિરની સાઈઝ ભલે ગમે તે હોય પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કદાપિ 24 ઈંચથી વધુની મૂર્તિઓ ન રાખવી જોઈએ.

Advertisement

આ પણ વાંચોઃ  Gandhinagar : ખોરજ ગામમાં તહેવાર જેવો માહોલ, શોભાયાત્રા-નવચંડી યજ્ઞ-રાસ ગરબાનું આયોજન

Advertisement

ભગવાનની મૂર્તિઓની દિશા

જો આપ ઘરમાં સૌથી વધુ Positive Energy રાખવા માંગતા હોવ તો ઘરનું મંદિર પૂર્વ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરવું જોઈએ. જેનો સીધો અર્થ એ છે કે મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિઓ પૂર્વ દિશા તરફ હોવી જોઈએ. જેથી પૂજા કરતી વખતે તમારી પીઠ પશ્ચિમ તરફ રહેવી જોઈએ. આ ઉપરાંત, તમે ઉત્તર-પૂર્વ દિશામાં ભગવાનની મૂર્તિઓ પણ સ્થાપિત કરી શકો છો.

ભગવાનની મૂર્તિઓ આગળની તરફ રાખવી

ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવાના મુખ્ય નિયમોમાંનો એક એ છે કે મૂર્તિઓનો પાછળનો ભાગ દિવાલની સામે બિલકુલ ન રાખવો જોઈએ. તમારા ઘરનું મંદિર ભલે પથ્થર, સિમેન્ટ કે લાકડાનું બનેલું હોય, પરંતુ ભગવાનની મૂર્તિઓ ફક્ત આગળની તરફ જ રાખવી જોઈએ.

અન્ય કેટલાક અગત્યના નિયમો

ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખતી વખતે હંમેશા ધ્યાન રાખો કે મૂર્તિઓ તૂટેલી એટલે કે ખંડિત (Broken) ન હોવી જોઈએ. આ ઉપરાંત, એ પણ ધ્યાનમાં રાખો કે ભગવાનની મૂર્તિઓ શાંત અને સ્થિર મુદ્રામાં હોવી જોઈએ. જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ છે અથવા ઘરમાં વારંવાર તણાવ રહે છે તો તમારે તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ  Vairagya Murti : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક 'નિષ્કુળાનંદ સ્વામી'

Tags :
Advertisement

Trending News

.

×