Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો સોમવતી અમાસનું મહત્વ; આ ઉપાય કરવાથી થશે લાભ

સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદી કે પવિત્ર સંગમે સ્નાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા પાઠ કરવામાં આવતા હોય છે. જે થકી જીવનમાં આવતા દુઃખ દરિદ્રો પણ...
જાણો સોમવતી અમાસનું મહત્વ  આ ઉપાય કરવાથી થશે લાભ

સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદી કે પવિત્ર સંગમે સ્નાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા પાઠ કરવામાં આવતા હોય છે. જે થકી જીવનમાં આવતા દુઃખ દરિદ્રો પણ દૂર થાય છે.

Advertisement

અમાસ તિથિનું વિશેષ મહત્વ

હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્વ છે. આ ઉપરાંત સોમવતી અમાસનું પોતાનું જ અલગ મહત્વ છે અને આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન વગેરેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ સોમવતી અમાસના દિવસે પિતૃઓને પ્રસાદ અને દાન કરવામાં આવે છે. સાથે જ જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે સોમવતી અમાસના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને કાલસર્પ દોષ અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.

જોડાયેલી છે માન્યતાઓ

એવી માન્યતા છે કે સોમવતી અમાસની તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોને તેમના આશીર્વાદ મળે છે. કાલસર્પ દોષ અને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા સાથે સાથે આ ઉપાયોથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Advertisement

આ ઉપાયોથી પિતૃદોષમાંથી મુક્તિ મળે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસ પર પીપળના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચઢાવવું જોઈએ, આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચઢાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ત્યાં પવિત્ર દોરો ચઢાવીને દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 પરિક્રમા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.

સોમવતી અમાસના દિવસે કરો આ ઉપાય

પિતૃ દોષના અશુભ પ્રભાવને ઘટાડવા માટે સોમવતી અમાસના દિવસે દક્ષિણ દિશામાં અગરબતી કરો અને કેસરથી ભરપૂર ખીર ચઢાવો. આ સાથે જ જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે પિતૃઓ પાસે માફી માગો. કહેવામાં આવે છે કે આમ કરવાથી પિતૃદોષની અસર ઓછી થાય છે અને શુભ ફળ મળે છે.

Advertisement

કાલસર્પ દોષ

જ્યારે કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરો અને રૂદ્રાભિષેક કરવી જોઈએ, એ બાદ કોઈ તીર્થસ્થાન પર જઈને ચાંદીના નાગ-નાગિનીની પૂજા કરવી જોઈએ અને પછી તેને નદીમાં પ્રવાહિત કરી દેવ જોઈએ. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.

આર્થિક સમૃદ્ધિ

આર્થિક સમૃદ્ધિ મેળવવ પીપળના પાન પર પાંચ રંગની મીઠાઈઓ મૂકીને પીપળના ઝાડ પાસે રાખો. આ પછી પિતૃઓનું ધ્યાન કરો. એ બાદ પીપળા પર ચઢાવવામાં આવેલ આ પ્રસાદને ગરીબ અથવા બ્રાહ્મણને આપો અને બાળકોમાં વહેંચી દેવી જોઈએ.

સોમવતી અમાસે ભગવાન શિવની વિશેષ પૂજા પાઠ કરવામાં આવતા હોય છે. ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં આવતી દુઃખ, દરિદ્રતા દૂર થાય છે. સોમવતી અમાસે પવિત્ર નદી કે પવિત્ર સંગમ સ્નાનનું ખૂબ જ મહત્વ રહેલું છે.

અહેવાલ : કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ

આ પણ વાંચો : 19 વર્ષ પછી શ્રાવણમાં આવશે અધિક માસ, 59 દિવસ ઉજવાશે શ્રાવણ મહિનો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.