Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંદુ ધર્મમાં અખાત્રીજનું ઘણું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ છે, આવો જાણીએ

અખાત્રીજ (Akshaya Tritiya) વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભકાર્ય માટે મૂહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરેલા કાર્યોનું અનેકગણું ફળ મળે છે. પુરાણોમાં જણાવાયું છે કે, અખાત્રીજ (Akshaya Tritiya) ખુબ પુણ્ય આપનારી તિથી...
હિંદુ ધર્મમાં અખાત્રીજનું ઘણું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ છે  આવો જાણીએ

અખાત્રીજ (Akshaya Tritiya) વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભકાર્ય માટે મૂહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરેલા કાર્યોનું અનેકગણું ફળ મળે છે. પુરાણોમાં જણાવાયું છે કે, અખાત્રીજ (Akshaya Tritiya) ખુબ પુણ્ય આપનારી તિથી છે. આ દિવસે કરવામાં આવેલા દાન પૂણ્યનું અનેક જન્મો સુધી ફળ મળે છે. આજના દિવસે સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ સાથે ધાર્મિક ઈતિહાસ જોડાયેલો છે. આવો જાણીએ આ દિવસના ઈતિહાસ વિશે....

Advertisement

ભગવાન પરશુરામનો જન્મ

  • ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.
  • મહર્ષિ જમદગ્ની અને માતા રેણુંકાદેવીના ઘરે તેમનો જન્મ થયો હતો.
  • આ કારણે જ અખાત્રીજે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે.
  • આ દિવસે ભગવાન પરશુરામજીની પુજા કરવાનું પણ ધાર્મિક મહત્વ છે.

ગંગામૈયા ધરતી પર અવતર્યા

Advertisement

  • રાજા ભાગીરથે ગંગાને ધરતી પર અવતરીત કરવા તપ કર્યું હતું.
  • અખાત્રિજના દિવસે ગંગામૈયા ધરતી પર અવતર્યાં હતા.
  • આ દિવસે ગંગા સ્નાનનું પણ અનેરૂ ધાર્મિક મહત્વ છે.

મા અન્નપૂર્ણાંનો જન્મદિન

  • અખાત્રીજના દિવસે મા અન્નપૂર્ણાંનો જન્મદિવસ છે.
  • આ દિવસે ગરીબોને ભોજન આપવામાં આવે છે.
  • અન્નપૂર્ણાંના પુજનથી ઘર ધાન્યથી ભરપુર રહે છે.

મહાભારત લખવાની શરૂઆત

Advertisement

  • મહાભારતને પાંચમો વેદ માનવામાં આવે છે.
  • અખાત્રીજના દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત લખવાની શરૂઆત કરી હતી.
  • અખાત્રીજના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય વાંચવો જોઈએ.

બંગાળમાં અખાત્રીજને હલખતા કહે છે

  • અખાત્રીજના દિવસે બંગાળમાં ગણેશજી અને લક્ષ્મીજીની પુજા થાય છે
  • બંગાળમાં અખાત્રીજના દિવસે વેપારીએ ચોપાડા પુજન કરે છે.
  • અહીં અખાત્રીજને 'હલખતા' કહેવામાં આવે છે.

લક્ષ્મીજીની પુજાની પરંપરા

  • શિવજીએ આ દિવસે કુબેરજી અને લક્ષ્મીજીની પુજા કરવાની સલાહ આપી હતી.
  • જે બાદ આ દિવસે લક્ષ્મીજીનું પુજન થાય છે.
  • લક્ષ્મીજીના પુજનની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે.

યુદ્ધિષ્ઠીરને અક્ષય પાત્રની પ્રાપ્તિ

  • અખાત્રીજના દિવસે જ પાંડવપુત્ર યુદ્ધિષ્ઠિકને અક્ષય પાત્ર મળ્યું હતું.
  • અક્ષય પાત્રમાં ક્યારેય ભોજન પુરુ થતું નથી.

અક્ષય તૃતિયાનું શું છે મહત્વ?
અક્ષય તૃતિયાના દિવસે શુભકાર્યનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે. આ દિવસે કમાણીનો થોડો ભાગ દાન કરવાનું પણ અનેરું ધાર્મિક મહત્વ છે.

આ પણ વાંચો : અક્ષય તૃતીયાને લઈ ભોગ માટે દૂધ સાથે બનાવો આ 4 વસ્તુઓ, તેની રેસીપી ખૂબ જ સરળ

Tags :
Advertisement

.