Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવે તો સમજી જવું કે..

આપણે સપનામાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોતાં હોઈએ છીએ. કેટલાક લોકો સપનામાં પોતાના સ્વજનોને જોતા હોય છે, કેટલાક લોકો પોતાના મિત્રોને તો વળી કેટલાક લોકોને સપનામાં ભગવાન પણ દેખાતા હોય છે. શું તમે કોઈ દિવસ સપનામાં ભગવાન શ્રી કૃષ્ણ જોયા...
09:35 PM Jul 02, 2024 IST | Harsh Bhatt

આપણે સપનામાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોતાં હોઈએ છીએ. કેટલાક લોકો સપનામાં પોતાના સ્વજનોને જોતા હોય છે, કેટલાક લોકો પોતાના મિત્રોને તો વળી કેટલાક લોકોને સપનામાં ભગવાન પણ દેખાતા હોય છે. શું તમે કોઈ દિવસ સપનામાં ભગવાન શ્રી કૃષ્ણ જોયા છે? જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણને સપનામાં કોઈ પણ રીતે જોયા હોય તો આ અહેવાલ તમારા માટે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણને સપનામાં જોવા એ કેવા સંકેત આપે છે.

ભગવાન શ્રી કૃષ્ણને સપનામાં જોવાનો અર્થ હોય શકે છે કે, તમારો જીવનમાં શુભ સમય શરૂ થવાનો છે. સપનામાં ભગવાન કૃષ્ણના દર્શન કર્યા પછી તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો આવી શકે છે. ભગવાનને સપનામાં જોવાથી તમે જે ઈચ્છો તે મળવી પણ શકો છો, તેવું પણ કહેવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણને અલગ અલગ અવતારમાં જોવાના અલગ અલગ અર્થ હોઇ શકે છે. ભગવાન કૃષ્ણને માખણ પસંદ છે, તેથી જો તમે ક્યારેય તમારા સપનામાં ભગવાન કૃષ્ણને માખણ ખાતા જોશો તો તે પણ એક સારું સ્વપ્ન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમને સંપત્તિ મળશે અને તમારા જીવનમાં સાહસ પણ વધશે. જો તમે તમારા સપનામાં ભગવાન શ્રી કૃષ્ણને રાધા સાથે જુઓ છો તો તેને તમારા વૈવાહિક અને પ્રેમ જીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે. આવા સ્વપ્ન જોયા પછી લવ લાઈફમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઉપરાંત, જેઓ સિંગલ છે, તેમના જીવનમાં કોઈ ખાસ પ્રવેશી શકે છે. અન્યમાં જો તમે ભગવાન શ્રી કૃષ્ણને યુદ્ધના મેદાનમાં કે યુદ્ધ કરતા જુઓ છો તો તેને અશુભ માનવામાં આવે છે. આ પ્રકારનું સ્વપ્નનો સંકેત એ છે કે તમારે જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, આવા સ્વપ્ન જોયા પછી, તમારે તમારા વર્તનમાં સકારાત્મક ફેરફાર કરવો જોઈએ અને કોઈપણ પ્રકારના ખોટા કામ કરવાથી બચવું જોઈએ.

આ પણ વાંચો : Hanuman Temple: આ મંદિરના ઝાડ પર બિરાજમાન છે હનુમાનજી, ચુંદડી બાંધવાથી સંપૂર્ણ થાય છે દરેક મનોકામના!

Tags :
bhagvaan shee krishnadharm bhaktidreamsGujarat Firstkrishna in dreamsmeaningsshree-krishna
Next Article