Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી પવિત્ર ચાતુર્માસનો અને ગૌરીવ્રતનો પ્રારંભ

આજથી પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ ત્યારે આ દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો દાંપત્ય જીવનમાં તણાવ આવવા લાગે છે અને સાથે જ કરિયરમાં પણ અવરોધો આવે છે. ચાલો જાણીએ દેવશયની એકાદશી વ્રતના નિયમો, ફાયદા...
આજથી પવિત્ર ચાતુર્માસનો અને  ગૌરીવ્રતનો પ્રારંભ

આજથી પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ ત્યારે આ દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો દાંપત્ય જીવનમાં તણાવ આવવા લાગે છે અને સાથે જ કરિયરમાં પણ અવરોધો આવે છે. ચાલો જાણીએ દેવશયની એકાદશી વ્રતના નિયમો, ફાયદા અને ઉપાય.

Advertisement

અષાઢ માસના શુક્લ પક્ષની નવમી તિથિને ભડલી નવમી કહેવામાં આવે છે. આ દિવસ લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે ભડલી નવમીનું શુભ મુહૂર્ત 27 જૂન, મંગળવારના રોજ છે. ગુપ્ત નવરાત્રી પણ આ દિવસે સમાપ્ત થાય છે.

રાજસ્થાન, ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ભડલી નવમીને વણમાંગ્યું મુહૂર્ત તરીકે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વગર લગ્ન પણ કરે છે. આ વખતે ભડલી નવમી પર રવિયોગ કરવામાં આવી રહ્યો છે. જે ખરીદી માટે વિશેષ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે તમામ પ્રકારની ખરીદી કરી શકાય છે.

Advertisement

વ્રત માહાત્મ્ય

શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. અલબત્, શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને, બીજા પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લાં પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું. આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે.

આ શુભ મુહૂર્તના એક દિવસ પછી દેવશયની એકાદશીના આગમનને કારણે આગામી 4 મહિના સુધી લગ્ન, સગાઈ મુંડન,ગૃહ પ્રવેશ અને અન્ય શુભ કાર્યો કરવામાં આવતા નથી. પરંતુ આ વખતે અધિક માસના કારણે દેવતા શયન 5 મહિના સુધી રહેશે. એટલા માટે 29 જૂન પછી 23 નવેમ્બરથી જ લગ્ન અને શુભ કાર્યો શરૂ થશે.

Advertisement

જયા પાર્વતી વ્રતનું શુભ મુહુર્ત

જયા પાર્વતી વ્રતની શરૂઆત 1 જુલાઈ અષાઢ સુદ તેરસના દિવસે એટલે કે શનિવારથી શરૂઆત થશે અને 5 જુલાઈ બુધવારે પૂર્ણ થશે. જયા પાર્વતી વ્રતના શુભ મુહુર્તની વાત કરીએ તો સવારે 7.45 કલાકથી 9.10 કલાકનો સમય શુભ માનવામાં આવ્યો છે. આ સમયની શિવ-શક્તિનીપૂજા કરવા માટેના ઉત્તમ સમય તરીકે પસંદગી કરવામાં આવી છે.

29 જૂનથી 5 મહિના સુધી લગ્નનું અશુભ 
29 જૂને દેવશયની એકાદશી થવાને કારણે લગ્નો પર પ્રતિબંધ રહેશે. જેના કારણે આગામી 5 મહિના સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. આ વર્ષે નવેમ્બરમાં માત્ર પાંચ દિવસ અને ડિસેમ્બરમાં સાત દિવસ રહેશે.

23 નવેમ્બરથી લગ્નની આગામી સિઝન જેમાં 12 મુહૂર્ત છે
આ વર્ષે 15 જાન્યુઆરી પછી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થયા છે. જે હવે દેવશયની એકાદશી સુધી રહેશે. પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા અનુસાર, આ વર્ષે દેવશયન સુધી 51 મુહૂર્ત છે. ત્યારબાદ લગભગ 5 મહિના પછી 23 નવેમ્બરથી લગ્નની બીજી સિઝન શરૂ થશે. જેમાં 15મી ડિસેમ્બર સુધી કુલ 12 મુહૂર્ત રહેશે.

આપણ  વાંચો -જગન્નાથ મંદિરનું રહસ્ય: જ્યાં મૂર્તિમાં ધડકે છે શ્રીકૃષ્ણનું હ્રદય

Tags :
Advertisement

.