Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chaturmas Importance: આ કાર્યો અને વસ્તુઓનો કરો ત્યાગ, ત્યારે મળશે જીવનના દરેક સુખ

Chaturmas Importance: અષાઠ માસના શુલ્ક પક્ષમાં એકાદશી તિથિની સાથે Chaturmas નો પણ પ્રારંભ થાય છે. ત્યારે આ તિથિ 17 જુલાઈ બુધાવારના રોજ આવી છે. તો આ દિવસથી જગત પાલનહાર 4 મહિનાઓ માટે નિદ્રામાં જતા રહે છે. Chaturmas માં શુભ કાર્ય...
05:39 PM Jul 17, 2024 IST | Aviraj Bagda
during Chaturmas what to do and what to do not for every joy of life

Chaturmas Importance: અષાઠ માસના શુલ્ક પક્ષમાં એકાદશી તિથિની સાથે Chaturmas નો પણ પ્રારંભ થાય છે. ત્યારે આ તિથિ 17 જુલાઈ બુધાવારના રોજ આવી છે. તો આ દિવસથી જગત પાલનહાર 4 મહિનાઓ માટે નિદ્રામાં જતા રહે છે. Chaturmas માં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

Chaturmas માં સૂર્યોદયથી પહેલા ઉઠીને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી ની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તે ઉપરાંત દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરવો જોઈએ. Chaturmas દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેની સાથે પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયામંદોને અને ગરીબ લોકોની આર્થિક રીતે મદદ કરવી જોઈએ.

Chaturmasના સમયે ક્રોઘ પર કાબૂ મેળવવો જોઈએ

તો Chaturmas દરમિયાન વ્રત, જપ, તપ, સાધના અને યોગનો નિયત સયમ પર અભ્યાસ કરવો જોઈએ. Chaturmas દરમિયાન દિવસ દરમિયાન માત્ર એક ટકનું ભોજન લેવું જોઈએ. તો બીજી તરફ Chaturmas ના સમયે ક્રોઘ પર કાબૂ મેળવવો જોઈએ. તો Chaturmas ના સમયે મહાદેવ શિવ અને માતા પાર્વતીની આરાધના કરવી જોઈએ. કારણ કે... મહાદેવની પૂજા કરવાથી આવનારી દરેક પરેશાનીથી છુટકારો મળે છે.

Chaturmas માં કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ

તો Chaturmas ના સમયે ખાસ કરીને આ પ્રકારના કાર્યો ન કરવા જોઈએ. તેમાં પણ લગ્ન પ્રસંગના કામો, સગાઈ, ગૃહ પ્રવેશ જેવા અનેક પારિવારિક કાર્યો કરતા અટકવું જોઈએ. તેથી કોઈ પણ શુભ પ્રસંગ અને પારિવારિક પ્રસંગ Chaturmasમાં કરવા ન જોઈએ. તો Chaturmas દરમિયાન માંસાહારિ ભોજન જેમ કે, માંસ, મદિરા, ડુંગળી અને લસણનું સેવન કરવું ન જોઈએ. તો Chaturmas માં કોઈ પણ પ્રકારની યાત્રા ન કરવી જોઈએ. તો Chaturmas માં કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ.

આ પણ વાંચો: Navdha Bhakti-સીતાહરણ વખતે દશાનન રાવણે છેતરપિંડી કેમ કરવી પડી?

Tags :
2024 ChaturmasChaturmasChaturmas 2024Chaturmas 2024 DateChaturmas 2024 Date puja vidhiChaturmas Importancedev uthani ekadashi 2024Gujarat Firstshubh magnalik karyaWhat not to do in ChaturmasWhat to do in Chaturmas
Next Article