Chandra Guru Yuti: ચંદ્ર અને ગુરુના પરિવર્તનથી આ 3 રશીઓની કિસ્મત ચમકી જશે
- 1 વર્ષ બાદ ગુરુ બીજી રાશિમાં પરવેશ કરશે
- 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે
- આ 3 3 રાશિઓના ભાગ્યનો સાથ મળશે
Chandra Guru Yuti: વૈદિક જ્યોતિષમાં નવ ગ્રહોમાં ગુરુને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ ગ્રહો લગભગ 12 મહિના સુધી કોઈપણ રાશિમાં રહે છે. લગભગ 1 વર્ષ પછી તેઓ એક રાશિમાંથી બીજી રાશિમાં (Chandra Guru Yuti)પ્રવેશ કરે છે. જ્યારે, ચંદ્ર ગ્રહો દર અઢી દિવસે તેમની રાશિ બદલી નાખે છે. ચંદ્ર અને ગુરુની યુતિથી 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. 9 જાન્યુઆરી, ગુરુવારે રાત્રે 8:46 કલાકે ચંદ્રના ગોચરની સાથે જ ગજકેસરી યોગનું નિર્માણ થયું છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ લાભદાયક રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. અટકેલા કામ પૂરા થશે. તમને માં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. ગુરુ અને ચંદ્રની તમારા પર વિશેષ કૃપા થઈ શકે છે. તમે વ્યવસાયમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો, તમારે ફક્ત વૃદ્ધિ માટેની યોજનાઓ પર કામ કરવું પડશે. તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં સફળતા મળશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ગજકેસરી યોગ ફળદાયી રહેશે. આત્મવિશ્વાસ વધશે. સંપત્તિમાં ઝડપથી વધારો થવાનો છે. બંધ દરવાજા નસીબ અને સમૃદ્ધિ માટે ખુલી શકે છે. તમે સખત મહેનત અને સમર્પણ સાથે કરેલા કાર્યમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરી શકશો. અટકેલા કામ પૂરા થશે. આત્મવિશ્વાસ વધશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. માતા લક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા બની શકે છે. ગુરુ અને ચંદ્રની યુતિ લાભદાયક રહેશે.
કુંભ રાશિ
ગુરુ અને ચંદ્રની યુતિથી બનેલો ગજકેસરી યોગ કુંભ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. પૈસા સંબંધિત લાભ થઈ શકે છે. નવી તકો મળી શકે છે. વેપારમાં પ્રગતિ થશે. કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સંબંધો સુધરશે અને પરસ્પર પ્રેમ વધશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. કામ પર વધુ ધ્યાન આપો. વિવાદોથી અંતર રાખો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષની માન્યતાઓ પર આધારિત છે અને માત્ર માહિતી માટે જ આપવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટ આની પુષ્ટિ કરતું નથી.