Mahakumbh માં આવેલી આ સુંદર સાધ્વીની ખુલી પોલ, Video
- મહાકુંભમાં સૌથી સુંદર સાધ્વી હર્ષા રિચારિયા
- સાધ્વી હોવાના દાવાથી પલટી મારતી હર્ષા
- સોશિયલ મીડિયા સ્ટારથી સાધ્વી બનવા સુધી
- સાધ્વી કહેવાતા હર્ષાના જૂના ફોટા વાયરલ
Harsha Richhariya : મહાકુંભમાં દુનિયાભરથી ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ મહાકુંભમાં ઘણા લોકો પોતાને ફેમસ કરવા પણ આવી રહ્યા હોવાના અહેવાલ છે. આ વચ્ચે કુંભના પહેલા જ દિવસે એક સુંદર સાધ્વી જોવા મળી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેનું નામ હર્ષા રિચારિયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ એક એન્કર, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. પોતાને સાધ્વી કહેતી હર્ષા રિચારિયાએ હવે પોતાની વાતથી પલટી મારી હોવાનું સામે આવ્યું છે.
મહાકુંભમાં જોવા મળી સૌથી સુંદર સાધ્વી
મળતી માહિતી અનુસાર, હર્ષા રિચારિયાનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે તેમણે પોતાનું વલણ બદલ્યું છે. બે વર્ષ પહેલાં પોતે સાધ્વી બનવાની વાત કરનાર હર્ષાએ હવે કહ્યું કે, તેમને સાધ્વી ન કહેવું જોઈએ કારણ કે તેઓ સાધ્વી નથી. હર્ષાએ સોશિયલ મીડિયા પર પોતાને સાધ્વી કહેવા પર તે ગુસ્સે પણ જોવા મળી હતી. તેમ છતાં, તેઓ ખૂબ ખુશ છે કે તેમને “સૌથી સુંદર સાધ્વી”નો ખિતાબ મળ્યો છે, જેની સાથે જ તેમના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં વધી ગઈ છે. શનિવારે મહાકુંભમાં નિરંજની અખાડાની શોભાયાત્રા દરમિયાન હર્ષા પહેલીવાર સંતો સાથે રથ પર બેઠેલા જોવા મળ્યા હતા.
Wow, I think she is the most beautiful #Sanatani Sadhvi in #Prayagraj.#MahaKumbh #niftyCrash #ViralVideo #ShehnaazGill #HCLTech pic.twitter.com/BYAVFFXKD1
— Komal Singh (@1988Singhkomal) January 13, 2025
છેલ્લા બે વર્ષથી સાધ્વી તરીકે જીવન જીવવાનો દાવો
મીડિયાએ જ્યારે તેમની સાથે વાતચીત કરી, ત્યારે તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. એક પત્રકારે તેમના સૌંદર્ય વિષે પૂછ્યું, ત્યારે હર્ષાએ કહ્યું કે, “મારે જે કરવાનું હતું તે છોડી દીધું છે અને હવે આ જીવન ધારણ કર્યું છે.” હર્ષાએ પોતે છેલ્લા બે વર્ષથી સાધ્વી તરીકે જીવન જીવી રહ્યાનો દાવો કર્યો હતો, પરંતુ આ વિશે નાગરિકોમાં પ્રશ્નો ઊભા થયા છે. હર્ષાના કેટલાક જૂના ગ્લેમરસ ફોટા અને વીડિયોઝ ફરી વાયરલ થયા છે, જેના કારણે તેમની સાધ્વી બનવાની સાદગી પર સવાલ ઉઠાવાયો છે.
ગ્લેમરની દુનિયામાંથી મહાકુંભમાં
હર્ષાએ જણાવ્યું કે, “હું હજી સાધ્વી બનવા તરફ આગળ વધી રહી છું, પરંતુ હજુ સુધી સાધ્વી બની નથી.” સંત બનવા માટેની વિધિઓ અને દીક્ષા પૂર્ણ કરવાની પ્રક્રિયા વિશે પણ તેમણે ચર્ચા કરી. હર્ષા વાસ્તવમાં એક એન્કર, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. મહાકુંભમાં આવવા પહેલાં તેમના ઇન્સ્ટાગ્રામ પર 5.5 લાખ ફોલોઅર્સ હતા, જે હવે 8 લાખ થઈ ગયા છે. ગ્લેમરની દુનિયામાંથી સંતો અને ઋષિઓ સાથે મહાકુંભમાં આવવા અંગે તેઓ કહે છે કે આપણા ભાગ્યમાં કેટલીક બાબતો લખાયેલી હોય છે. હર્ષાએ વધુમાં કહ્યું કે, મે ગુરુદેવ પાસે સંન્યાસની માંગણી કરી હતી, જેની ગુરુદેવે ના પાડી દીધી. ગુરુદેવે કહ્યું કે, હર્ષાને હજુ પારિવારિક જવાબદારીઓ નિભાવવાની છે. ગ્લેમરની દંભી દુનિયાથી દૂર સંતો સાથેનો તેમનો સમય અને સાધના, ભક્તિ જીવન તરફના પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચો : મહાકુંભમાં જોવા મળ્યા મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાંળુઓ, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ