Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Basant Panchami : વસંત પંચમી પર આ વિધિ અને મંત્ર જાપથી કરો માં સરસ્વતીની પૂજા

Basant Panchami : હિંદુ પંચાંગ અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતીનું અવતરણ થયું હતું અને ત્યારથી આ દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે...
basant panchami   વસંત પંચમી પર આ વિધિ અને મંત્ર જાપથી કરો માં સરસ્વતીની પૂજા

Basant Panchami : હિંદુ પંચાંગ અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતીનું અવતરણ થયું હતું અને ત્યારથી આ દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી અને બુધવારના રોજ આવી રહ્યો છે. વસંત પંચમીના દિવસથી વસંતઋતુની શરૂઆત પણ થાય છે. આ દિવસોમાં વાતાવરણ ખુશનુમા રહે છે અને શિયાળાની ઋતુ પૂરી થાય છે.

Advertisement

Advertisement

એવું માનવામાં આવે છે કે જો વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો વ્યક્તિને જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને અભ્યાસ કરતાં બાળકોએ વસંત પંચમીની પૂજા કરવી જોઈએ જેથી તેઓ ગુણવાન અને જ્ઞાની બને અને તેમની પ્રતિભાનો વિકાસ થાય. તો ચાલો તમને પણ જણાવીએ કે વસંત પંચમી પર કઈ રીતે માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ.

Advertisement

પૂજા માટેનો શુભ સમય કયો  છે 

પંચાંગ અનુસાર દેવી સરસ્વતીની પૂજા માટેનો શુભ સમય 14 ફેબ્રુઆરીના રોજ સવારે 7:01 વાગ્યાથી બપોરે 12:35 વાગ્યા સુધીનો છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવા માટે માતા સરસ્વતીની પ્રતિમા અથવા મૂર્તિને પીળા રંગના આસન પર બિરાજમાન કરવી ત્યારબાદ કંકુ, ચોખા, હળદર, ચંદન, કેસર લગાવો અને પીળા-સફેદ રંગના ફૂલ ચઢાવો. માં સરસ્વતીને પીળી મીઠાઈ અર્પણ કરો. જો પૂજામાં તમે કોઈ વાદ્ય રાખો છો તો તે વધારે શુભ માનવામાં આવે છે.

યા કુંદેંદુતુષારહારધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણા વર દંડમંડિત કરા, યા શ્વેત પદ્માસના
યા બ્રહ્માંડ્ચ્યુત શંકર: પ્રભૃતિર્ભિ: દેવૈ: સદા વન્દિતા
સા માં પાતુ સરસ્વતી ભગવતી, નિ:શેષજાડ્યાપહા

આ  પણ  વાંચો  - UAE Baps Mandir : 25 હજાર પથ્થરો જોડીને બનાવાયેલું વિરાટ મંદિર..

Tags :
Advertisement

.