Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં બુધવારે રાત્રે 12:00 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થશે, દુરદૂરથી ભક્તો આવશે...

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી ધામમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને...
08:26 PM Sep 06, 2023 IST | Dhruv Parmar

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી ધામમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભક્તો ભગવાન શિવના દર્શન કરવા પણ અંબાજીમાં આવી રહ્યા છે અંબાજીમાં ભગવાન શિવના ઘણા બધા મંદિર આવેલા છે.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે ભગવાન કૃષ્ણની ચૌલક્રિયા(મુંડન વિધિ) અંબાજી ખાતે થઈ હતી તેવો ઉલ્લેખ પુરાણોમાં પણ થયેલો છે. અંબાજી 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરમાં ભક્તો માતાજીના દર્શન કરવા તો આવે છે પરંતુ જન્માષ્ટમીના એક દિવસ અગાઉ રાત્રે 12:00 વાગે જે આરતી થાય છે તેમાં ભાગ લેવા પણ આવે છે અને તેઓ ભગવાન કૃષ્ણના અને માતાજીના દર્શન પણ કરે છે.

અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન માત્ર બે આરતી જ રાત્રે 12:00 વાગે થાય છે જેમાં જન્માષ્ટમી અને શિવરાત્રીના દિવસે ભટ્ટજી મહારાજ દ્વારા રાત્રે 12:00 વાગે આરતી કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં બુધવારે રાત્રે 12 વાગે માતાજીની આરતી થશે અને આ આરતી પુર્ણ થયા બાદ ભગવાન કૃષ્ણનો જન્મ થશે. નાના ઘોડિયામાં ભગવાન કૃષ્ણની પ્રતિમા મૂકીને માતાજીની આરતી પૂર્ણ થયા બાદ ભગવાન કૃષ્ણને માખણ અને મિસરીનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે અને ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવશે.

આ મહોત્સવ જોવા અને આરતી માં ભાગ લેવા ભક્તો મોટી સંખ્યામાં આવે છે

અંબાજી મંદિરમાં બુધવારે રાત્રે મા અંબાની આરતી પૂર્ણ થયા બાદ ઘણા ભક્તો દૂર દૂરથી આ આરતીમાં ભાગ લેવા માટે આવતા હોય છે અને આ આરતી પૂર્ણ થયા બાદ માતાજીના ગર્ભગૃહમાં ભગવાન કૃષ્ણનો જન્મ થશે અને ભક્તો આ પ્રસંગ જોવા દૂર દુર થી આવતા હોય છે.

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે શું કહ્યું

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકરે જણાવ્યું કે આ પ્રથા અને પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે જન્માષ્ટમીના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં રાત્રે 12:00 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે અને બીજા દિવસે ઉત્સવ મનાવવામાં આવે છે. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દૂરદુર થી આવે છે.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી

આ પણ વાંચો : Shri Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરો આ 5 ભૂલો, વાસુદેવ થશે ગુસ્સે

Tags :
AmbajiAmbaji TempleBanaskanthaGujaratJanmashtamiLord Krishna
Next Article