Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં સૌથી મોટો ખુલાસો થયો
- ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો
- રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવોની શંકા
- રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન, ગુદામાં 7 સેમી ઊંડો ચીરો
Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે. તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા છે. જેમાં રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા છે. લાકડીથી માર માર્યા હોવાના 4-4 સેમીના ઇજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઇજાઓ અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ઉપજાવે છે. ફોરેન્સિક PMમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે. તથા બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે, તાજા હોવાનો ખુલાસો થયો
ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે, તાજા હોવાનો ખુલાસો થયો છે. આવા ઇજાના નિશાન અકસ્માતના કારણે ન થઇ શકે. આ ઇજા કોઇ બોથડ પદાર્થથી માર મરાયો હોય તો જ થાય. માથા અને ચહેરા પર ગંભીર ઇજાઓ થઇ છે ખોપરી ફાટી ગઇ છે, તેમાં 39 સે.મી લાંબી-ઊંડી ઇજાઓ પણ છે તથા આંખ, નાક, હોઠ અને ગાલ પર ભારે ઇજાના નિશાન છે. ગોંડલથી રાજકોટના તરઘડિયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાટ યુવાનના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના અકસ્માતની હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. તેમજ યુવાનનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે તેમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે.
શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના ત્રણ નિષ્ણાત ડોક્ટર પી.આર.વરૂ, એમ.એમ. ત્રાંગડિયા અને પી.જે.મણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઇજા ક્યા ક્યા થઇ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રથમ પાર્ટમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે જ્યારે બીજા પાર્ટમાં કુલ 31 મુદ્દામાં કેવી કેવી ઇજા થઇ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો આ રિપોર્ટ કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયાની સહી સાથે સોંપવામાં આવ્યો છે તે મળ્યા બાદ કેટલાક નિષ્ણાત તબીબો પાસે આ રિપોર્ટ શું કહેવા માગે છે તેનું અવલોકન કરાવવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં જે મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે.
ફેફસા અને હ્યદય પર ઘણા ઘા હતા જે ગંભીર હુમલો થયો હોય તેવી શંકા દર્શાવે છે
ગુદામાં 7 સે.મી. ઊંડો અને 3 સે.મી.ની જાડાઇનો ચીરો છે, આ ઇજા કેવી રીતે થઇ તે પોલીસ તપાસનો મુદ્દો છે, અકસ્માતમાં ક્યારેય ગુદાની છેક અંદર સુધી ચીરો ન પડે તેવું પણ નિષ્ણાત તબીબો જણાવી રહ્યા છે. માથા અને ચહેરા પર પણ ગંભીર ઇજાઓ થઇ છે, ખોપરી ફાટી ગયેલી છે અને તેમાં 39 સે.મી. લાંબી-ઊંડી ઇજા છે, આંખ, નાક, હોઠ અને ગાલ પર પણ ભારે ઇજા છે, લોહી અને ઘા જે બ્લન્ટ ઓબ્જેક્ટ (જેમ કે લોખંડનો પાઇપ, દંડો અથવા પથ્થર) થી હુમલો થયો હોય તેવા સંકેત આપે છે. પાંસડાના હાડકા પણ 3 થી 5 સે.મી. સુધી તૂટી ગયેલા હતા. છાતીની અંદર 200 સીસી જેટલું લોહી એકઠું થયેલું હતું, ફેફસા અને હ્યદય પર ઘણા ઘા હતા જે ગંભીર હુમલો થયો હોય તેવી શંકા દર્શાવે છે.
આ પણ વાંચો: Delhi Judge Yashwant Varma : સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માના ઘરની અંદરનો Video જાહેર કર્યો