Rajkot : ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ
- મોતનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને મોટી સફળતા
- અકસ્માતના કારણે જ મોત થયું હોવાની મળી મહત્વની કડી
- ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું થયું મોત
Rajkot : ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં મોતનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. તેમાં અકસ્માતના કારણે જ મોત થયું હોવાની મહત્વની કડી મળી છે. જેમાં ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયુ છે.
મહાસાગર ટ્રાવેલ્સની GJ14 Z3131 નંબરની બસ અડફેટે લીધો હતો. જેમાં બસના આગળના ભાગે રાજકુમાર જાટ અથડાયો હતો.
DCP ડૉ.પાર્થરાજસિંહ ગોહિલનું તપાસ અંગે મોટું નિવેદન આપ્યું
DCP ડૉ.પાર્થરાજસિંહ ગોહિલનું તપાસ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેમાં મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસની ટક્કરે મોત થયુ છે. બસ ડ્રાઈવરે માલિકને જાણ ન કરી, ક્લિનર જાણતો હતો. જેમાં પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે એક ડમ્પર ચાલકે રોડ પર મૃતદેહ અંગે જાણ કરી તથા ડમ્પર ચાલકે 2:33 વાગ્યે મૃતદેહ જોયાનો દાવો કર્યો હતો. 4 માર્ચના રોજ અકસ્માત, 9 માર્ચે ઓળખ થઈ હતી. 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરાઈ છે. તેમજ રાજકુમારના મોત અંગે અન્ય એંગલથી પણ તપાસ શરૂ છે.
જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જ્યો
જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ખાનગી બસના ડ્રાઈવર અને ક્લીનરને પોલીસે ઝડપ્યા છે. તેમાં રમેશ મેર અને ઈબ્રાહિમને પોલીસે જૂનાગઢથી પકડ્યા છે તથા CCTVની તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી છે. રાજકોટથી કુવાડવા સુધીના CCTVની તપાસમાં ખુલાસો થયો છે. તથા ટૂંક સમયમાં જ રાજકોટ પોલીસ મોટો ખુલાસા કરશે. પોલીસ કમિશનર બ્રજેશ ઝાના સુરપવિઝન હેઠળ ભેદ ઉકેલાયો છે.
રાજકુમાર જાટ ગોંડલ રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો
અગાઉ રાજકુમાર જાટ ગોંડલ રાજકોટ હાઇવે પર નિ:વસ્ત્ર રસ્તા જોવા મળ્યો હતો. તેમજ યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી છે અને તેનું પણ નિવેદન લેવાયુ છે. તેમાં પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કોઇ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી નથી. જેમાં પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યુ છે. હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે, રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. જાટ યુવાન રાજકુમારના મોત અંગે સૌથી મોટો ઘટસ્ફોટ થયો જેમાં રાજકુમારના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે.
જાણો શું હતો મામલો
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.
આ પણ વાંચો : Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો