ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Palitana : મને સમાજમાં કેમ વગોવે છે જેવી બાબતે સગા ભાઈએ નાના ભાઈની હત્યા કરી

પાલિતાણા ટાઉન પોલીસે મૃતકના સગા ભાઈની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
09:14 AM Mar 20, 2025 IST | SANJAY
featuredImage featuredImage
Palitana, Property, Police, @ Gujarat First

 Palitana:  સગા ભાઈએ તેના નાના ભાઈની મિલકત માટે હત્યા કરી છે. જેમાં નિર્દયતાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતો. જોકે પાલિતાણા ટાઉન પોલીસે મૃતકના સગા ભાઈની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલીતાણામાં મિલકતના કારણે મોટાભાઈએ નાના ભાઈને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.

બન્ને ભાઈઓ વચ્ચે મિલ્કતને લઈને ઝગડો થતાં ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું

મોટોભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ અને નાનો ભાઈ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ બન્ને ભાઈઓ વચ્ચે મિલ્કતને લઈને ઝગડો થતાં મોટાભાઈ મયુરસિંહે નાનાભાઈ ભગીરથસિંહ ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું હતુ. પાલિતાણામાં TRB જવાન તરીકે નોકરી કરતો મયુરસિંહ પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે કે મારા નાના ભાઈને કોઈ મારી નાખ્યો છે પરંતુ એમને કોઈના ઉપર શંકા નથી. પોલીસને જાણ થતાં FSL ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણ મળે છે ભગીરથસિંહને માથાના ભાગે માર મારી ગળું દબાવમાં આવીને ખૂન કરવામાં આવેલ છે. ત્યાર બાદ પોલીસની વધુ તપાસમાં જાણવામાં મળેલ કે 15 દિવસ પહેલા બન્ને ભાઈઓ વચ્ચે મિલ્કતને લઈ ઝગડો થયો હતો જેને લઈને બન્ને ભાઈઓમાં તણાવ ચાલતો હતો.

મયુરસિંહે હકીકત જણાવતા કહ્યું કે ટી.આર.બી.ની ફરજ પર જતો હતો

પોલીસ દ્વારા મયુરસિંહને પૂછપરછ કરવામાં આવી ત્યારે મયુરસિંહે હકીકત જણાવતા કહ્યું કે ટી.આર.બી.ની ફરજ પર જતો હતો અને રાત્રીના સમયે સબંધીને ત્યાં કથા હતી અને તેની અગાઉ મારા ભાઇ ભગીરથસિંહ સાથે માથાકુટ થયેલ હોય અને મારો ભાઇ અમોને બધી જગ્યાએ વગોવતો હોય જેથી મનમાં દાઝ ચડતા નાના ભાઇને ઠપકો આપવા તેના સર્વોદય સોસાયટીવાળા ઘરે ગયો હતો. અને ભગીરથ તેના ઘરે દરવાજા આગળ ઉભો હતો ત્યારે મે એને કહ્યું તું મને શું કામ ખોટી ધમકીઓ આપે છે અને મને વગોવે છો. તેમ કહી તેના હાથમાંથી મોબાઇલ ખેંચી લઈને ભગીરથને હાથથી ધક્કો મારતા નીચે છતો પડી ગયો હતો અને તેની નજીક જતા તેના પગ વડે પાટા મારવા લાગતા મે તેના બન્ને પગ પકડીને અંદરના રૂમમાં ખેંચીને લઇ ગયો હતો. જેમાં રૂમની અંદ૨ ભગીરથની માથે બેસી જઈ તેના ગળુ પકડીને દબાવી રાખેલ અને બીજા હાથે ઢીકાથી માર મારેલ અને થોડીવારમાં ભગીરથનો શ્વાસ બંધ થઇ ગયો હતો.

ભગીરથના મોબાઇલને તેના ઘરના અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાં નાખી દિધો

ભગીરથનો મોબાઇલ મયુરસિંહ પાસે હતો ત્યારે મોબાઇલમાં વીડિયો તથા ઓડીયો રેકોડીંગ હોવાની શંકા હોવાથી તે પોલીસને મળશે તો પકડી લેવાના બીકના કારણે ભગીરથના મોબાઇલને તેના ઘરના અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાં નાખી દિધેલ હતો. અને ત્યારબાદ ઘરના સભ્યોને ફોન કરીને જાણ કરેલ કે ભગીરથ મોત થયેલ છે તથા કેવી રીતે મૃત્યુ થુ તેની વાત કોઇને કરી ન હતી. ઘરના સભ્યોને કહેલ કે આપડે કોઈ પોલીસ ફરીયાદ કરવી નથી અને આ ભગીરથની લાશની અંતિમવિધી કરવાનું કહેતા ઘરના સભ્યોએ મને ના પાડતા કહાની બનાવીને પોલીસને ખોટી સ્ટોરી લખાવેલ હતી.

આ પણ વાંચો: Madhya Pradesh : આદિવાસી યુવકે આત્મહત્યા કરી, પોલીસે મૃતદેહને કચરાના વાહનમાં હોસ્પિટલમાં મોકલ્યો

Tags :
Gujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsPalitanapolicepropertyTop Gujarati News