Gondal ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયુ, કાફલા પર હુમલો કરાયો : અલ્પેશ કથીરિયા
- રાજકોટના ગોંડલમાં પહોંચ્યા અલ્પેશ કથીરિયા
- પાટીદાર યુવકોએ કર્યું અલ્પેશ કથીરિયાનું સ્વાગત
- ગણેશનો પડકાર ઝીલી કથીરિયા પહોંચ્યા ગોંડલ
Gondal : રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથીરિયા (Alpesh kathiria) પહોંચ્યા છે. જેમાં પાટીદાર યુવકોએ અલ્પેશ કથીરિયાનું સ્વાગત કર્યું છે. તેમાં ગણેશ (Ganesh jadeja)નો પડકાર ઝીલી કથીરિયા ગોંડલ પહોંચ્યા છે. જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત થયુ છે. રાજુ સખીયા તેમજ પાટીદાર યુવકોએ સ્વાગત કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે.
રાજકોટના ગોંડલમાં આરપારની જોવા મળી લડાઈ
અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલનો ગોંડલમાં વિરોધ
આશાપુરા માતાજી તેમજ સ્વામિનારાયણ મંદિર બહાર વિરોધ
વિરોધને લઈને અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરાયો
ગોંડલની પ્રજાએ અલ્પેશ કથીરિયાનો કર્યો વિરોધ@OfficialAlpesh #GaneshGondal #JayrajsinhJadeja… pic.twitter.com/0k8zghRWHA— Gujarat First (@GujaratFirst) April 27, 2025
એક બાજુ અલ્પેશનું સ્વાગત બીજી બાજુ વિરોધ પ્રદર્શન
ગોંડલ કોઇના બાપની જાંગીર નહીં. એક બાજુ અલ્પેશનું સ્વાગત બીજી બાજુ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ગોંડલમાં અલ્પેશ કથીરિયા (Alpesh kathiria) આવતા વિરોધ કરાયો છે. તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા છે. ત્યારે અલપેશ કથીરિયાએ જણાવ્યું છે કે ગોંડલમાં ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયુ છે. અમારી ગાડી પર પથ્થરમારો કરાયો છે. તેમજ ગણેશ જાડેજા (Ganesh jadeja) એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજા (Ganesh jadeja) ના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા છે.
અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો
કોઈ અણબનાવ ન બને તે માટે ગોંડલ પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયા (Alpesh kathiria) નો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જયરાજસિંહના બંગલાની આગળ સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઘર્ષણ ન થાય તે માટે અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા અને જીગીશા પટેલ આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા આવી પહોચ્યા છે. આ સાથે તેમના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Gondal : ગણેશની ચેલેન્જ અને ગબ્બર ગોંડલમાં, માતાનાં ધાવણ મુદ્દે વાતાવરણ ગરમાયુ