ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarat : અમદાવાદ બાદ હવે કચ્છમાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો

દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી જનની હોસ્પિટલ ચાલતી હતી
11:39 AM Mar 20, 2025 IST | SANJAY
featuredImage featuredImage
Gujarat, Ahmedabad, BogusHospital, Kutch, Police @ Gujarat First

અમદાવાદ બાદ હવે કચ્છમાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. જેમાં કચ્છમાં સરહદી લખપત તાલુકામાંથી બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે. દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી જનની હોસ્પિટલ ચાલતી હતી. જેમાં આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી તપાસ કરતા ભોપાળુ ખુલ્યું છે. ગાયનેક હોસ્પિટલમાં ડોક્ટર તરીકે હાજર મહિલા પાસે કોઈ ડીગ્રી નથી. ત્યારે હોસ્પિટલના રૂપિયા 5 લાખના મેડિકલ સાધનો કબજે કરાયા છે.

જાણો અમદાવાદની નકલી હોસ્પિટલ વિશે

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગરની અને ડુપ્લીકેટ સહી-સિક્કાનાં નકલી દસ્તાવેજ અને AMC નાં નકલી સર્ટિફિકેટનાં આધારે બોગસ હોસ્પિટલ ઊભી કરી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. માહિતી અનુસાર, ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ બોગસ ડોક્ટર બનીને થ્રી સ્ટાર હોસ્પિટલ (Three-Star Hospital) નામથી નકલી હોસ્પિટલ ચલાવતો હતો. આ બોગસ ડોક્ટરે AMC નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. થ્રી સ્ટાર હોસ્પિટલમાં ICU અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. અલગ-અલગ ડોક્ટરનાં નામનાં ખોટા કેસ પેપર પણ બનાવ્યાં હતા.

દર્દી પાસેથી સારવારનાં નામે અધધ નાણા પડાવવામાં આવ્યા!

ઉપરાંત, ગુજરાત મેડિકલ કાઉન્સિલનાં (Gujarat Medical Council) ઈસ્યૂ થયેલા નંબરનો દુરુપયોગ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. તપાસ અનુસાર, બોગસ હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી સારવારનાં નામે અધધ નાણા પડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં બોગસ હોસ્પિટલ (Fake Hospital) બોગસ રીતે ક્લેઈમ પાસ પણ કરી આપતી હતી. વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ આપીને ક્લેઈમ પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. આ હોસ્પિટલમાં મોટાપાયે વીમા કંપની અને દર્દીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો આરોપ છે. આ મામલે તપાસમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો: Chahal Dhanashree: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે મોટા સમાચાર

Tags :
AhmedabadBogusHospitalGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsKutchPolice Gujarat NewsTop Gujarati News