Rajkot : સિટી બસની રફ્તારથી કાળો કહેર, ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત
- સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
- યમદૂત બનેલી સિટી બસ પર લોકોનો પથ્થરમારો
- અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ
Rajkot : રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધા છે. જેમાં ઈન્દિરા સર્કલ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. શહેરમાં સિટી બસની રફ્તારથી કાળો કહેર સામે આવ્યો છે. તેમાં સિટી બસની અડફેટે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. યમદૂત બનેલી સિટી બસ પર લોકોએ પથ્થરમારો કર્યો છે. જેમાં અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
રંગીલા રાજકોટમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો
રંગીલા રાજકોટમાં રફ્તારના રાક્ષસે રોડ રક્તરંજિત કર્યો છે. જેમાં સિટી બસનો કાળો કહેર થતા ત્રણ હતભાગીના અકાળે મોત થયા છે. તેમાં રાજકોટવાસીઓમાં ભારોભાર આક્રોશ સાથે નેતાઓને સવાલ છે. યમદૂત બનેલી સિટી બસનો જનતાએ કચ્ચરઘાણ વાળ્યો છે.
ટોળાને વિખેરવા રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ થયો
પોલીસ દ્વારા લોકોનો રોષ શાંત પાડવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે. છાકટા બનતા રફ્તારના રાક્ષસો પર લગામ લગાવવા માગ કરવામાં આવી રહી છે. મૃતકના પરિજનોને ન્યાય આપવાની લોકોએ માગ કરી છે. તેમજ રસ્તા પર ટોળાને વિખેરવા રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ થયો છે. સિટી બસે 5 લોકોને અડફેટે લીધા છે. જેમાં અકસ્માતમાં 3 ના મોત થયા અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ બે પુરુષ અને એક મહિલાનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Weather Today : ગુજરાતમાં તીવ્ર ગરમીની સ્થિતિ, દિલ્હીમાં પારો 40 ની નજીક! જાણો દેશભરના હવામાન વિશે