Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: શહેરમાં રાજકોટવાળી થતા રહી ગઈ, ST બસ ચાલકે અકસ્માત સર્જ્યો

નશામાં ધૂત ST બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે તેમજ ઘંટાકર્ણ માર્કેટ સામે BRTS પાસે આ અકસ્માત થયો
ahmedabad  શહેરમાં રાજકોટવાળી થતા રહી ગઈ  st બસ ચાલકે અકસ્માત સર્જ્યો
Advertisement
  • ઘંટાકર્ણ માર્કેટની સામે કર્ણમુકતેશ્વર મહાદેવ BRTS પાસે બની હતી ઘટના
  • નશામાં ધૂત ડ્રાઈવર લોકોને અપશબ્દો બોલતો દેખાયો
  • ST બસ ચાલકે અકસ્માત સર્જતા 3 લોકોને ઇજા થઇ

Ahmedabad: અમદાવાદમાં રાજકોટવાળી થતા રહી ગઈ છે. જેમાં નશામાં ધૂત ST બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. તેમજ ઘંટાકર્ણ માર્કેટ સામે BRTS પાસે આ અકસ્માત થયો છે. ગઈકાલે બપોરે અકસ્માત સર્જી 3 લોકોને ઈજા પહોંચાડી છે. કર્ણમુક્તેશ્વર મહાદેવ પાસેના BRTS રોડ પર લોકોએ ડ્રાઈવરને ઘેર્યો હતો. તથા નશામાં ધૂત ડ્રાઈવર લોકોને અપશબ્દો બોલતો દેખાયો છે. જેમાં નશામાં ધૂત ST ડ્રાઈવરે લોકો સાથે દાદાગીરી કરી છે.

બીજી એક ઘટનામાં અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત સર્જાયો

બીજી એક ઘટનામાં અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કૂબ ગુમાવતા એક સાથે 6 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એેક વ્યક્તિની હાલત ગંભીર જણાતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. શેરથા નજીક એક એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક, ટેમ્પો, કાર સહિત 6 વાહનોને એસટી બસને ટક્કર મારી હતી.

Advertisement

Advertisement

હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે

આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક એસટી બસનો ડ્રાઈવર બેફામ રીતે બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે લોકોને સામાન્ય ઈજા થઈ હોવાથી અડાલજ PHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા ગાંધીનગર સિવિલ મોકલવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેને લઈને વાહન ચાલકોમાં ભારે ચિંતા રહે છે.

સ્થાનિકોએ કર્યા સવાલ :

- વ્યવસ્થાની મોટી વાતો કરો છો, તોય કેમ આવી ઘટના બને છે?
- ક્યાં સુધી નિર્દોષ લોકો રફ્તારનો કહેરનો ભોગ બનતા રહેશે?
- એક દિવસ પણ એવો છે જ્યારે રફ્તારનો કહેર વરસ્યો ન હોય?
- હેલ્મેટ ન પહેર્યું હોય તો પૈસા ઉઘરાવવા સિવાય કંઈ કરો છો ખરા?
- ક્યાં સુધી નિર્દોષ જનતા તમારી લાપરવાહીનો ભોગ બનતી રહેશે?
- બેફામ વાહન હંકારી લોકોના જીવ જોખમમાં મુકનારા સામે પગલાં કેમ નહીં?

આ પણ વાંચો: Andhra Pradesh : 14 વર્ષના કિશોરની કમાલ, AI એપ દ્વારા પડશે હૃદય રોગની ખબર

Tags :
Advertisement

.

×