Ahmedabad: ફરી એકવાર નશેડી કાર ચાલકે મચાવ્યો આતંક, અનેકને લીધા અડફેટે
- વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને લીધા અડફેટે
- હિમાલયા મોલ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત
- અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી
અમદાવાદમાં ફરી એકવાર નશેડી કાર ચાલકે આતંક મચાવ્યો છે. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને અડફેટે લીધા છે. તેમાં હિમાલયા મોલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. તથા અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી છે. અકસ્માત બાદ સ્થાનિકો સાથે મારામારી કરતા વીડિયો સામે આવ્યા છે. તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
Drunk Driver Causes Chaos in Ahmedabad! : અમદાવાદમાં ફરી એકવાર નશેડી કાર ચાલકે મચાવ્યો આતંક | Gujarat First
વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને લીધા અડફેટે
હિમાલયા મોલ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી
અકસ્માત બાદ સ્થાનિકો… pic.twitter.com/ChYvwytWXN— Gujarat First (@GujaratFirst) March 25, 2025
જાણો સમગ્ર ઘટના
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક મોડી રાતે એક કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. જેમાં અકસ્માત થતાની સાથે લોકોના ટોળા ભેગા થયા હતા. તેમજ કારચાલકે દારૂ પીધા બાદ કાર ચલાવી અકસ્માત સર્જી અને પછી ભેગા થયેલા લોકો સાથે મારામારી કરી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો જેમાં ઘટનાના વીડિયો સામે આવ્યા છે.
પોલીસે આ સંદર્ભે કારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા
પોલીસે આ સંદર્ભે કારચાલક સામે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવવામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કારચાલક કોણ હતો અને ક્યાં દારૂ પીને આવ્યો હતો? તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કારચાલકે નશાની હાલતમાં ગાડી ચલાવીને અકસ્માત કર્યો
આ બનાવની વિગત એવી છે કે, હિમાલયા મોલ પાસે એક કારચાલકે નશાની હાલતમાં ગાડી ચલાવીને અકસ્માત કર્યો હતો. ત્યારબાદ કારચાલકે સ્થાનિક લોકો સાથે મારામારી પણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ નશામાં ગાડી ચલાવવા અને મારામારી કરવાના બે અલગ-અલગ ગુના નોંધ્યા છે.
આ પણ વાંચો: Weather News: મેદાની વિસ્તારોમાં ભયંકર ગરમી પડશે, જાણો હવામાન વિભાગે શું ચેતવણી જાહેર કરી