World Bank: ફરી ભારત પર વિશ્વાસ,કહ્યું 'વૃદ્ધિ અંગે કોઈ ચિંતા નથી..
- ભારત માટે વિદેશથી સારા સમાચાર
- ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
- ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે:ડિરેક્ટર
World Bank:ભારત માટે વિદેશથી સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે ((World Bank) )ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વિશ્વભરના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાની સલાહ આપી છે. વિશ્વ બેંકના કન્ટ્રી ડિરેક્ટર ઓગસ્ટે તાનો કુઆમે જણાવ્યું હતું કે થોડી મંદી છતાં,ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે અને અમે દેશની આર્થિક સંભાવનાઓ અંગે સકારાત્મક છીએ. હાલમાં વિકાસ માટે કોઇ ચિંતા કરવાની જરુરી નથી.
ભારતના વિકાસની કોઈ ચિંતા નથી
World Bankના કન્ટ્રી ડિરેક્ટરે કહ્યું કે ભારતના વિકાસ દર(India's Growth Rat)માં થોડો ઘટાડો થવાની સંભાવના છે.પરંતુ અમે હાલમાં તેની ચિંતા કરતા નથી.ભારતના વિકાસ દર વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે માત્ર એક ટકાની વધઘટથી ભારતીય અર્થતંત્ર પ્રત્યે વિશ્વ બેંકના સકારાત્મક દૃષ્ટિકોણમાં કોઈ ફેરફાર થશે નહીં.કારણ કે ભારત હાલમાં રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ છે.ઓગસ્ટે તાનો કુઆમેએ કહ્યું કે જો કોઈ વર્તમાન જીડીપીના આંકડાઓ વિશે ચિંતિત છે,તો અમે કહીશું કે ચિંતા કરવાની કોઈ વાત નથી.ભારત વિશ્વમાં એક ચમકતો તારો છે.જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો.તો ભારત આવો અને રોકાણ કરો ભારતીય અર્થતંત્રનો (Indian Economy)વિકાસ તેને રોકાણ માટે એક પ્રિય સ્થળ બનાવે છે.
આ પણ વાંચો -Delhi IGI Airport:ફ્લાઈટની ટિકિટના ભાવમાં આટલા રૂપિયાનો વધારો
ભારતને સહાય વધારવા પર વિચારણા
ચાલુ નાણાકીય વર્ષ માટે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિસેમ્બર 2024 માં આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.જે પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 8.2 ટકા હતો. વિશ્વ બેંકના ભારત માટેના કન્ટ્રી ડિરેક્ટર ઓગસ્ટે તાનો કુઆમેએ કહ્યું છે કે વિશ્વ બેંક ભારતને તેની નાણાકીય સહાય વધારવાનું પણ વિચારી રહી છે.જેમાં તેની ભાગીદાર સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો -IPO Alert: ચા પીતી વખતે વિચાર આવ્યો... પછી 'Chai Point' શરૂ કર્યું, હવે IPO લાવવાની યોજના
આનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડશે!
વિશ્વ બેંક તરફથી આ સારા સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારતીય શેરબજારોમાંથી વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ ચાલુ છે.આવી સ્થિતિમાં વિશ્વ બેંકના કન્ટ્રી ડિરેક્ટરનું આ નિવેદન રોકાણકારોની ભાવનાઓ પર પ્રભાવશાળી સાબિત થઈ શકે છે અને માત્ર શેરબજારોમાં જ નહીં.પરંતુ દેશના તમામ ક્ષેત્રોમાં વિદેશી રોકાણ વધવાને કારણે વિકાસ દરને વધુ વેગ મળી શકે છે.