Pi Coin કરન્સીની કિંમત કેમ ઘટી રહી છે ? શું છે મુખ્ય પરિબળ ?
- FOMC મીટિંગનો ક્રિપ્ટો બજારો પર પ્રભાવ
- Pi Coin બર્ન આઉટનો અર્થ એ છે કે કેટલાક Pi Coin કાયમ માટે ડીલીટ થયા છે
- જો Binance પર લિસ્ટિંગ થાય અથવા ફેડરલ રિઝર્વ કોઈ સારા સમાચાર આપે તો Pi Coinની કિંમત ફરી વધી શકે છે
Ahmedabad: અમદાવાદઃ છેલ્લા એક અઠવાડિયામાં Pi Coin 25% થી વધુ ઘટ્યો છે. તેની કિંમત $1.54 થી ઘટીને $1.08 થઈ ગઈ છે. આ ઘટાડો FOMC મીટિંગ અંગેની અનિશ્ચિતતા, ટોકન બર્ન, Binance લિસ્ટિંગમાં વિલંબ જેવી સમસ્યાઓને કારણે છે. રોકાણકારો બજારની અનિશ્ચિતતા પરને લઈને પુછી રહ્યા છે કે, શું Pi Coin ફરી વધી શકશે, કે પછી આ ઘટાડો યથાવત રહેશે?
FOMC મીટિંગનો ક્રિપ્ટો બજારો પર પ્રભાવ
યુએસ ફેડરલ રિઝર્વની તાજેતરની FOMC બેઠકે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા ઊભી કરી છે. રોકાણકારો દર ઘટાડાના સંકેતો સાથે સહાયક વલણની આશા રાખતા હતા, પરંતુ ફેડના સાવચેતીભર્યા અભિગમને કારણે Pi Coin સહિત સમગ્ર ક્રિપ્ટો સેક્ટરમાં વ્યાપક વેચવાલી સર્જાઈ છે. ફેડરલ રિઝર્વની બેઠકમાં કંઈક એવું બન્યું જેનાથી લોકોને લાગ્યું કે હવે ક્રિપ્ટોમાં પૈસા રોકાણ કરવા યોગ્ય નથી. તેથી બધાએ પોતાના Pi Coin વેચવાનું શરૂ કર્યુ, જેના કારણે તેની કિંમત ઘટી ગઈ.
Pi Coin બર્નઆઉટ પર અટકળો
પાઈ કોઈનનું કુલ કદ 100 અબજ છે, પરંતુ ફક્ત 6.84 અબજ જ ચલણમાં છે. ચકાસાયેલ ન હોય તેવા એકાઉન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન ફીને કારણે કેટલાક ટોકન્સ બર્ન આઉટ થયા છે, પરંતુ કોઈ સત્તાવાર બર્ન ઘટનાની પુષ્ટિ થઈ નથી. સ્પષ્ટતાના આ અભાવે અનિશ્ચિતતા ઊભી થઈ છે, જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. Pi Coin બર્ન આઉટનો અર્થ એ છે કે કેટલાક Pi Coin કાયમ માટે ડીલીટ થયા છે.
બાઈનન્સ લિસ્ટિંગ અને નિરાશા
Pi Coinના શોખીનો બાઈનન્સ લિસ્ટિંગની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને 27 ફેબ્રુઆરીના રોજ થયેલા મતદાન પછી, જેમાં 87.1% લોકો લિસ્ટિંગની તરફેણમાં હતા. જોકે, Binance તરફથી કોઈ પુષ્ટિ ન મળતાં, રોકાણકારો નિરાશાથી ગભરાઈ ગયા અને વેચાણ શરૂ કર્યુ. Binance એક વિશાળ ક્રિપ્ટો એક્સચેન્જ છે. જો Pi Coin ત્યાં લિસ્ટેડ થાય, તો ઘણા લોકો તેને ખરીદશે અને તેની કિંમત વધશે પણ એવું ન થયું, તેથી લોકોને લાગ્યું કે હવે તેનું કોઈ ભવિષ્ય નથી, અને તેઓએ તેને વેચવાનું શરૂ કર્યુ. માઈગ્રેશન ગ્રેસ પીરિયડ લેપ્સને કારણે કેટલાક વપરાશકર્તાઓએ ટોકન્સ ગુમાવ્યા, જેના કારણે નિરાશા થઈ અને વેચવાલી વધી.
Pi Coinનું ભવિષ્ય શું હશે?
Pi Coinનું ભવિષ્ય બજારની ભાવનાઓ, એક્સચેન્જ લિસ્ટિંગ અને નેટવર્ક સ્થિરતા પર આધારિત રહેશે. જો Binance લિસ્ટિંગની જાહેરાત કરે અથવા ફેડ રેટ કટનો સંકેત આપે, તો Pi Coinમાં કરેક્શન જોવા મળી શકે છે. જોકે, હાલમાં રોકાણકારો સાવધ છે. જો Binance પર લિસ્ટિંગ થાય અથવા ફેડરલ રિઝર્વ કોઈ સારા સમાચાર આપે તો Pi Coinની કિંમત ફરી વધી શકે છે પરંતુ હાલ પૂરતું રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે. છેલ્લા એક અઠવાડિયામાં Pi Coin 25% થી વધુ ઘટ્યો છે. તેની કિંમત $1.54 થી ઘટીને $1.08 થઈ ગઈ છે. આ ઘટાડો FOMC મીટિંગ અંગેની અનિશ્ચિતતા, ટોકન બર્ન, Binance લિસ્ટિંગમાં વિલંબ જેવી સમસ્યાઓને કારણે છે. રોકાણકારો બજારની અનિશ્ચિતતા પરને લઈને પુછી રહ્યા છે કે, શું Pi Coin ફરી વધી શકશે, કે પછી આ ઘટાડો યથાવત રહેશે?
FOMC મીટિંગનો ક્રિપ્ટો બજારો પર પ્રભાવ
યુએસ ફેડરલ રિઝર્વની તાજેતરની FOMC બેઠકે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા ઊભી કરી છે. રોકાણકારો દર ઘટાડાના સંકેતો સાથે સહાયક વલણની આશા રાખતા હતા, પરંતુ ફેડના સાવચેતીભર્યા અભિગમને કારણે Pi Coin સહિત સમગ્ર ક્રિપ્ટો સેક્ટરમાં વ્યાપક વેચવાલી સર્જાઈ છે. ફેડરલ રિઝર્વની બેઠકમાં કંઈક એવું બન્યું જેનાથી લોકોને લાગ્યું કે હવે ક્રિપ્ટોમાં પૈસા રોકાણ કરવા યોગ્ય નથી. તેથી બધાએ પોતાના Pi Coin વેચવાનું શરૂ કર્યુ, જેના કારણે તેની કિંમત ઘટી ગઈ.
Pi Coin બર્નઆઉટ પર અટકળો
પાઈ કોઈનનું કુલ કદ 100 અબજ છે, પરંતુ ફક્ત 6.84 અબજ જ ચલણમાં છે. ચકાસાયેલ ન હોય તેવા એકાઉન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન ફીને કારણે કેટલાક ટોકન્સ બર્ન આઉટ થયા છે, પરંતુ કોઈ સત્તાવાર બર્ન ઘટનાની પુષ્ટિ થઈ નથી. સ્પષ્ટતાના આ અભાવે અનિશ્ચિતતા ઊભી થઈ છે, જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. Pi Coin બર્ન આઉટનો અર્થ એ છે કે કેટલાક Pi Coin કાયમ માટે ડીલીટ થયા છે.
બાઈનન્સ લિસ્ટિંગ અને નિરાશા
Pi Coinના શોખીનો બાઈનન્સ લિસ્ટિંગની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને 27 ફેબ્રુઆરીના રોજ થયેલા મતદાન પછી, જેમાં 87.1% લોકો લિસ્ટિંગની તરફેણમાં હતા. જોકે, Binance તરફથી કોઈ પુષ્ટિ ન મળતાં, રોકાણકારો નિરાશાથી ગભરાઈ ગયા અને વેચાણ શરૂ કર્યુ. Binance એક વિશાળ ક્રિપ્ટો એક્સચેન્જ છે. જો Pi Coin ત્યાં લિસ્ટેડ થાય, તો ઘણા લોકો તેને ખરીદશે અને તેની કિંમત વધશે પણ એવું ન થયું, તેથી લોકોને લાગ્યું કે હવે તેનું કોઈ ભવિષ્ય નથી, અને તેઓએ તેને વેચવાનું શરૂ કર્યુ. માઈગ્રેશન ગ્રેસ પીરિયડ લેપ્સને કારણે કેટલાક વપરાશકર્તાઓએ ટોકન્સ ગુમાવ્યા, જેના કારણે નિરાશા થઈ અને વેચવાલી વધી.
Pi Coinનું ભવિષ્ય શું હશે?
Pi Coinનું ભવિષ્ય બજારની ભાવનાઓ, એક્સચેન્જ લિસ્ટિંગ અને નેટવર્ક સ્થિરતા પર આધારિત રહેશે. જો Binance લિસ્ટિંગની જાહેરાત કરે અથવા ફેડ રેટ કટનો સંકેત આપે, તો Pi Coinમાં કરેક્શન જોવા મળી શકે છે. જોકે, હાલમાં રોકાણકારો સાવધ છે. જો Binance પર લિસ્ટિંગ થાય અથવા ફેડરલ રિઝર્વ કોઈ સારા સમાચાર આપે તો Pi Coinની કિંમત ફરી વધી શકે છે પરંતુ હાલ પૂરતું રોકાણકારોએ સાવધ રહેવાની જરૂર છે.
આ પણ વાંચોઃ Adani Group : વર્ષ 2025ની શરૂઆતમાં કંપનીના શેરમાં ભારે ઘટાડો