Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Union budget: બજેટ પહેલા PM મોદીની નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક

Union budget: PM  નરેન્દ્ર મોદી સાથે નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. 23 જુલાઈએ મોદી સરકાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ 3.0 રજૂ કરશે. આ બજેટને (Union budget )લઈને આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે....
03:07 PM Jul 11, 2024 IST | Hiren Dave

Union budget: PM  નરેન્દ્ર મોદી સાથે નીતિ આયોગ અને અર્થશાસ્ત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. 23 જુલાઈએ મોદી સરકાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ 3.0 રજૂ કરશે. આ બજેટને (Union budget )લઈને આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બેઠકમાં કોણ કોણ ?

આ બેઠકમાં પીએમ મોદી નિપુણ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. આગામી કેન્દ્રીય બજેટ માટે તેઓ તેમની પાસેથી વિચારો અને સૂચનો લેશે. આ બેઠકમાં અર્થશાસ્ત્રીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને અન્ય સભ્યો પણ તેમાં સામેલ છે.

સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈથી શરૂ

સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ હશે. ગયા મહિને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ બજેટ વિશે કહ્યું હતું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ વખતે સરકાર દૂરગામી નીતિઓ સાથે બજેટ રજૂ કરશે. જેમાં મુખ્ય આર્થિક અને સામાજિક ચિંતાઓ સાથે ઘણા ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીને કારણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

આ  પણ વાંચો - SHARE MARKET: શેરબજારમાં હરિયાળી, IT અને ઓટોમાં ઉછાળો

આ  પણ વાંચો - LPG Aadhaar Linking : LPG ગ્રાહકોને મોટી રાહત, આધાર ઓથેન્ટિકેશન કરાવવાની કોઈ સમયમર્યાદા નથી

આ  પણ વાંચો - ભારતીય શેરબજારનો સૌથી નુકસાનકારક દિવસ, રોકાણકારોના 1.18 લાખ કરોડ સ્વાહા!bdhvjxd 

Tags :
BusinesseconomistsMeetingNarendra ModiPrime Minister
Next Article