Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માર્કેટમાં ધાંસૂ એન્ટ્રી કરવા તૈયાર છે Hyundai સહિત આ 3 IPO ! વાંચો સંપૂર્ણ માહિતી

નવા સપ્તાહમાં3 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે Hyundai Motor India સહિ અન્ય બે આઇપીઓ માર્કેટમાં એન્ટ્રી કરશે દેશોનો સૌથી મોટો આઈપીઓ મનાઈ રહ્યો છે Hyundai Motor India   સોમવારથી (14 ઓક્ટોબર) શરૂ થતાં નવા સપ્તાહમાં IPO માર્કેટમાં ઘણી ગતિવિધિ...
માર્કેટમાં ધાંસૂ એન્ટ્રી કરવા તૈયાર છે hyundai સહિત આ 3 ipo   વાંચો સંપૂર્ણ માહિતી
  1. નવા સપ્તાહમાં3 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે
  2. Hyundai Motor India સહિ અન્ય બે આઇપીઓ માર્કેટમાં એન્ટ્રી કરશે
  3. દેશોનો સૌથી મોટો આઈપીઓ મનાઈ રહ્યો છે Hyundai Motor India  

સોમવારથી (14 ઓક્ટોબર) શરૂ થતાં નવા સપ્તાહમાં IPO માર્કેટમાં ઘણી ગતિવિધિ જોવા મળશે. જો કે, આ સમયગાળા દરમિયાન માત્ર 3 આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા રહેશે, જેમાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (Hyundai Motor India) અને બે IPO SME સેગમેન્ટનાં હશે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો IPO દેશનો સૌથી મોટો IPO હશે તેવી હાલ ચર્ચા છે.

Advertisement

પબ્લિક ઓફરિંગનાં માધ્યમથી અપકમિંગ મેઇનબોર્ડ અને SMI રૂ. 27,995 કરોડ ભેગા કરશે. આમાં, SME સેગમેન્ટનાં બંને ઇશ્યૂનું કુલ સાઇઝ રૂ. 125 કરોડ છે.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા IPO

Hyundai Motor India નો આઈપીઓ મંગળવાર એટલે કે 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ આઈપીઓ નું કદ રૂ. 27,870.16 કરોડ છે અને આ સાથે આ આઈપીઓ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો હશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 1865 થી 1960 પ્રતિ શેર નક્કી કરાઈ છે. જ્યારે એક લોટમાં 7 શેર હશે. આનો અર્થ એ છે કે રિટેલ રોકાણકારોએ અપર પ્રાઇસ બેન્ડ મુજબ ઓછામાં ઓછા રૂ. 13,720 નું રોકાણ કરવું પડશે. આ ઈસ્યૂમાં કર્મચારીઓનો ક્વોટા પણ હશે અને હ્યુન્ડાઈનાં રોકાણકારોને રૂ.186 ના ડિસ્કાઉન્ટ પર આઈપીઓ સબસ્ક્રાઈબ કરવાની તક મળશે. શેરની ફાળવણી 18 ઓક્ટોબરે થશે. તે જ સમયે, BSE અને NSE પર Hyundai નું લિસ્ટિંગ 22 ઓક્ટોબરે થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Noel Tata: ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા નોએલ

લક્ષ્ય પાવરટેક આઈપીઓ

SME સેગમેન્ટમાં લક્ષ્ય પાવરટેકનો (Lakshya Powertech) આઈપીઓ 16 થી 18 ઓક્ટોબર દરમિયાન ખુલશે. આ ઈસ્યુનું કદ રૂ.50 કરોડ છે. આ IPO માં રૂ. 49.91 કરોડનાં 27.72 ફ્રેશ ઈશ્યૂ શેર ઈશ્યૂ કરવામાં આવશે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. 171 થી રૂ. 180 પ્રતિ ઇક્વિટી શેર હશે. જ્યારે ફાળવણી 21મી ઓક્ટોબરે થશે. લક્ષ્ય પાવરટેક (Lakshya Powertech IPO) એ એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી ફર્મ છે.

Advertisement

આ પણ વાંચો - Ratan Tata ને ભારત રત્ન આપવાનો મહારાષ્ટ્ર સરકારનો ઠરાવ

Freshara Agro Exports આઈપીઓ

જણાવી દઈએ કે, ફ્રેશરા એગ્રોનો આઈપીઓ (Freshara Agro Exports IPO) 17 ઓક્ટોબરે ખુલશે. આ કંપની IPO માં રૂ. 75.39 કરોડની ફ્રેશ ઇક્વિટી જારી કરશે. ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ રૂ. 110 થી રૂ. 116 હશે. 17 થી 21 ઓક્ટોબર સુધી રોકાણકારો માટે આ આઈપીઓ ખુલ્લો રહેશે. જ્યારે ફાળવણી 22 ઓક્ટોબરે થઈ શકે છે.

આ પણ વાંચો - ટ્રકો પાછળ કેમ લખેલું હોય છે OK TATA....?

Tags :
Advertisement

.