STOCK MARKET : શેરબજારે તોડ્યા તમામ રેકોર્ડ, સેન્સેક્સ પહેલીવાર રેકોર્ડસ્તરે 79000ને પાર પહોંચ્યો
આજરોજ ગુરુવારના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આજે, NSE નિફ્ટી 50 શરૂઆતના વેપારમાં 12.75 પોઈન્ટના મામૂલી વધારા સાથે 23,881.55 પર ખુલ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સ 84.42 પોઈન્ટના વધારા સાથે 78,758.67 પર ખુલ્યો હતો. પરંતુ થોડાક ધીમા ટ્રેડિંગ પછી, તેને અચાનક વેગ પકડ્યો અને BSE સેન્સેક્સ 150 થી વધુ પોઈન્ટ્સ ઉછળ્યો અને પ્રથમ વખત 79,000 ને પાર કરીને 79,033.91 ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલ સુધી તે પહોંચ્યો હતો..
અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં જોવા મળ્યો હતો ઉછાળો
આજે શેરબજાર કેટલાક શેર એવા છે જેણે બજારને જબરદસ્ત ટેકો આપ્યો છે. આમાં સૌથી મોખરે અલ્ટ્રાટેક સિમેન્ટ છે, જેનો શેર 3.16 ટકા વધ્યા બાદ રૂ. 11,502.35ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય JSW સ્ટીલનો શેર 1.53 ટકાના વધારા સાથે રૂ. 933.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય રિલાયન્સ, કોટક બેંક, એચયુએલ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજા ફાઈનાન્સ, એક્સિસ બેંક, ઈન્ફી, એનટીપીસી અને ટાટા મોટર્સના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વધુમાં રિલાયન્સના શેરમાં સતત બીજા દિવસે ઝડપથી વેપાર થઈ રહ્યો છે. અને રિલાયન્સના શેરની કિંમત રૂ. 3000ને પાર કરી ગઈ છે. જ્યારે બજાર ખુલ્યું ત્યારે RIL સ્ટોક રૂ. 3027.50 ના સ્તરે ખુલ્યો હતો અને બજારના ઉછાળા વચ્ચે તે રૂ. 3073ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.
ગઇકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 3535.43 કરોડના શેરનું વેચાણ કર્યું
પ્રાપ્ત અહેવાલ અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 26 જૂન, 2024ના રોજ રૂ. 3535.43 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 5103.67 કરોડના શેર ખરીદ્યા હતા.
આ પણ વાંચો : Nita Ambani : નીતા અંબાણી પુત્રના લગ્નમાં પહેરશે સોનાની સાડી?