ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Stock Market : શેરબજારમાં ખૂલતાની સાથે તેજી, Sensex 80,000 ને પાર

SHARE MARKET : ભારતીય શેર બજાર(SHARE MARKET) માટે મંગળવારનો દિવસ મંગળમય સાબિત થતો દેખાઇ રહ્યો છે. માર્કેટના પ્રી ઓપનિંગ સેશનમાં જ ઇતિહાસ રચતાં બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા સેન્સેક્સે પહેલીવાર 80,000 ના આંકડાને સ્પર્શી લીધો છે. પ્રી-ઓપનમાં લગભગ 300 પોઇન્ટથી...
10:35 AM Jul 02, 2024 IST | Hiren Dave

SHARE MARKET : ભારતીય શેર બજાર(SHARE MARKET) માટે મંગળવારનો દિવસ મંગળમય સાબિત થતો દેખાઇ રહ્યો છે. માર્કેટના પ્રી ઓપનિંગ સેશનમાં જ ઇતિહાસ રચતાં બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા સેન્સેક્સે પહેલીવાર 80,000 ના આંકડાને સ્પર્શી લીધો છે. પ્રી-ઓપનમાં લગભગ 300 પોઇન્ટથી વધુના ઉછાળા સાથે સેન્સેક્સે આ આંકડાને સ્પર્શી લીધો હતો. જોકે આજના દિવસના બજારની શરૂઆત થતાં સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલ ટાઇમ હાઇ પર ઓપન થયા છે.

 

1935 શેરોમાં તેજી જોવા મળી

શેર માર્કેટમાં મંગળવારે કારોબાર શરૂ થતાં જ BSE નો સેન્સેક્સ 211.30 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 79,687.49 પર ઓપન થયો હતો, તો બીજી તરફ નિફ્ટી ઓપનિંગ સાથે જ 60.20 પોઇન્ટ એટલે 0.25 ટકા વધીને 24,202.20 નવા ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયો. બજાર ખૂલતાંની સાથે જ 1935 શેરોમાં તેજી જોવા મળી છે, 536 શેરોમાં ઘટાડો નોંધાયો છે અને 97 શેરોમાં કોઇ ફેરફાર થયો નથી.શરૂઆતી કારોબાર દરમિયાન આયશર મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર સૌથી વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા. તો બીજી તરફ બજાજ ઓટો, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને અદાણી એન્ટરપ્રાઇઝસમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 79,476.19 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 24,141.95ના સ્તરે બંધ થયો હતો, પરંતુ આજે NSE ઇન્ડેક્સ પ્રથમ વખત 24,200ની સપાટી વટાવી ગયો હતો. બજાર ખૂલ્યા બાદ પ્રી-ઓપન માર્કેટમાં પણ મજબૂત તેજી જોવા મળી હતી, પરંતુ એક કલાકના કારોબાર બાદ પ્રોફિટ બુકિંગનું દબાણ પણ દેખાવા લાગ્યું હતું. સવારે 10.15 વાગ્યે નિફ્ટી 14 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 24,127 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 36 પોઈન્ટના ઘટાડા સાથે 79,440 પર ટ્રેડ કરી રહ્યો હતો.

1935 શેર લાલ નિશાન પર ખુલ્યા

બજાર ખુલતાની સાથે જ લગભગ 1935 શેર વધ્યા, 536 શેર ઘટ્યા અને 97 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન, આઇશર મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર સૌથી વધુ ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જ્યારે બજાજ ઓટો, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને અદાણી એન્ટ્રી શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગોદરેજના ઘણા શેરોએ વેગ પકડ્યો

સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE પર મોટી કેપ કંપનીઓમાં Infy, PowerGrid, Tech Mahindra, TCS અને HCL Tech, ઝડપી ગતિએ ટ્રેડ થઈ રહી હતી. બીજી તરફ, મિડ કેપ કંપનીઓમાં સોલારઈન્ડ્સ શેર 9.36%, ગોદરેજ ઈન્ડિયા 3.23%, ગોદરેજ પ્રોપર્ટીઝ 3% અને મધરસન શેર 2% વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલ કેપ કંપનીઓના શેરની વાત કરીએ તો, Refex શેર 15%, DCXIndia 13.39%, ITDC શેર 6.28%, ગોદરેજ એગ્રો શેર 6.57% વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ  વાંચો - Rule Change : દેશમાં આજથી આ 5 મોટા ફેરફારો લાગુ, દરેકના ખિસ્સાને થશે અસર!

આ પણ  વાંચો - LPG cylinder price: મોદી સરકારની ગૃહિણીઓ માટે મોટી ભેટ

આ પણ  વાંચો - Global Market: વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિ બદલાઈ,જાણો કયા સ્થાન પર

Tags :
allied blenders and distillersallied blenders and distillers ipoallied blenders and distillers ipo gmpcdsl share priceInitial public offeringipo allotment statuslistingNiftyNSEreliance share priceSensexshare-marketStock Marketstock market updatevraj iron and steel ipo gmp
Next Article