Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stock Market Crash: શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 886 પોઈન્ટનો કડાકો

સેન્સેક્સમાં 1.08 ટકાનો ઘટાડો નોંધાયો નિફ્ટીમાં 1.17 ટકાનો ઘટાડો સેન્સેક્સમાં 886 પોઈન્ટના ઘટાડા સાથે બંધ  Stock Market Crash: ભારતીય શેરબજાર આજે એટલે કે, 02 ઓગસ્ટ શુક્રવારે મસમોટા ગાબડાં ( Stock Market Crash)સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 700 પોઈન્ટ...
stock market crash  શેરબજાર કડડભૂસ  સેન્સેક્સમાં 886 પોઈન્ટનો કડાકો
  1. સેન્સેક્સમાં 1.08 ટકાનો ઘટાડો નોંધાયો
  2. નિફ્ટીમાં 1.17 ટકાનો ઘટાડો
  3. સેન્સેક્સમાં 886 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

 Stock Market Crash: ભારતીય શેરબજાર આજે એટલે કે, 02 ઓગસ્ટ શુક્રવારે મસમોટા ગાબડાં ( Stock Market Crash)સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 700 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25000ની નીચે સરકી ગયો હતો. આઈટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે ધોવાણ થયું છે.

Advertisement

શેરબજારમાં ઘટાડા સાથે બંધ

શેરબજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 886 પોઈન્ટ ઘટીને 81000ની નીચે 80,982 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 311 પોઈન્ટના ઘટાડા સાથે 24,699.50 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ પણ  વાંચો -આ કંપની હવે એક સાથે 15 હજાર કર્મચારીઓની કરશે છટણી, જાણો કારણ

Advertisement

બજારમાં મોટા ઘટાડાના પૂર્વ સંકેતો

બજાર ખુલતા પહેલા ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી ફ્યુચર લગભગ 215 પોઈન્ટ ઘટીને 24,820 પોઈન્ટની નજીક આવી ગયો હતો. પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં ભારે ઘટાડાનાં સંકેત દેખાઈ રહ્યાં હતાં. BSE સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 81,160 પોઈન્ટની નજીક હતો. નિફ્ટી 220 પોઈન્ટથી વધુ ઘટીને 24,790 પોઈન્ટની નીચે ગયો હતો. હિઝબુલ્લાહના ઇઝરાયલ પર હુમલાના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો. આ ઘટાડા સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.26 લાખ રૂપિયા ઘટી ગયું છે એટલે કે રોકાણકારોની સંપત્તિમાં માર્કેટ ખુલતા જ 4.26 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

આ પણ  વાંચો -share market Crash: શેરબજાર ખૂલતાની સાથે કડાકો, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો

Advertisement

ગઈકાલે શેરબજારે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી

અગાઉ ગઈકાલે એટલે કે 1લી ઓગસ્ટના રોજ શેરબજારે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 82,129ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 25,078ના સ્તરને સ્પર્શ્યો હતો.જોકે આ પછી બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 126 પોઈન્ટના વધારા સાથે 81,867 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટીમાં 59 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 25,010ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં ઉછાળો અને 15માં ઘટાડો જોવા મળ્યો હતો

આ પણ  વાંચો -RBI: બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત, 7409કરોડની નોટ બાકી!

એક દિવસ પહેલા જ નવો ઈતિહાસ રચાયો

આ પહેલા ગુરુવારે નવા મહિનાના પહેલા દિવસે સ્થાનિક બજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં સેન્સેક્સ પ્રથમ વખત 82 હજાર પોઈન્ટની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો અને 82,129.49 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 126.20 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 81,867.55 પોઈન્ટ પર હતો. ગુરુવારે નિફ્ટીએ ઈતિહાસમાં પ્રથમ વખત 25 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી અને 25,078.30 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. ટ્રેડિંગના અંતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 59.75 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 25,010.90 પોઈન્ટ પર બંધ થયો હતો.

Tags :
Advertisement

.