Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market Crash : શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો

Stock Market Crash: શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજારે( Share market) અચાનક (Stock Market Crash)યુ-ટર્ન લીધો છે. સેન્સેક્સ આજે તેના ઉચ્ચ સ્તરથી 2 ટકા અથવા 1434 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી આજે 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો...
stock market crash   શેરબજાર કડડભૂસ  સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો
Advertisement

Stock Market Crash: શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજારે( Share market) અચાનક (Stock Market Crash)યુ-ટર્ન લીધો છે. સેન્સેક્સ આજે તેના ઉચ્ચ સ્તરથી 2 ટકા અથવા 1434 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી આજે 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો હતો, જ્યાંથી તે લગભગ 1.60 ટકા અથવા 400 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

Advertisement

1,689 શેરોમાં મોટો ઘટાડો

નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 22,400 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે સેન્સેક્સ 916 પોઈન્ટ ઘટીને 73,695 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી 475 પોઈન્ટથી વધુના ઘટાડા બાદ 48,765ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. BSEના ટોચના 30 શેરોમાંથી 28 શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ફાઇનાન્સના શેરમાં 2 ટકાનો વધારો થયો છે. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં 2.42 ટકા આવ્યો છે. NSE પરના 2,553 શેરોમાંથી 763 શેરો વધી રહ્યા છે, જ્યારે 1,689 શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 101 શેરો યથાવત છે. 133 શેર 52 સપ્તાહની ટોચે અને 7 નીચા સ્તરે પહોંચ્યા છે. 87 શેરોમાં અપર સર્કિટ છે અને 37માં લોઅર સર્કિટ છે. નોંધનીય છે કે આજે સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 75,095.18ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટ વધીને 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

Advertisement

આ 6 શેરોમાં મોટો ઘટાડો

શેરબજારમાં ભારે ઘટાડાથી CEAT ટાયરનો સ્ટોક 4.2 ટકા, જ્યોતિ લેબ્સ 3.6 ટકા, બ્લુ સ્ટાર સ્ટોક 3 ટકા, MRF સ્ટોક 3 ટકા, ટાટાનો ટ્રેન્ટ સ્ટોક 3 ટકા અને ICICI લોમ્બાર્ડના શેરમાં 2.7 ટકાનો ઘટાડો થયો છે.શુક્રવારે ઉછાળા પછી, હેવીવેઇટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો, જેના કારણે શેરબજાર નીચે તરફ આગળ વધવા લાગ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને આઈટી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીજું કારણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 964 કરોડના શેર વેચ્યા હતા. ત્રીજું મોટું કારણ એ છે કે સેન્સેક્સની પણ આજે એક્સપાયરી છે.

રોકાણકરોના 3 લાખ કરોડ ધોવાયા

આજે BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી લગભગ 3 લાખ કરોડ રૂપિયા ઘટીને 405.83 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે BSE શેર્સમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં આજે રૂ. 2.67 લાખ કરોડનો ઘટાડો થયો છે.તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો, પરંતુ અમેરિકાની આર્થિક અનિશ્ચિતતા અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના મર્યાદિત પુરવઠામાં વિક્ષેપને કારણે ક્રૂડ ઓઈલ બેન્ચમાર્ક સાપ્તાહિક નુકસાન તરફ આગળ વધી રહ્યા હતા. જુલાઈ માટે બ્રેન્ટ ક્રૂડ વાયદો 18 સેન્ટ વધીને $83.86 પ્રતિ બેરલ થયો હતો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ જૂન માટે 19 સેન્ટ વધીને 79.14 ડોલર પ્રતિ બેરલ થયું છે.

આ પણ  વાંચો - Income Tax : આવકવેરા સંબંધિત કરીલે આ મહત્વના કામ,નહીં તો થશે મોટું નુકસાન

આ પણ  વાંચો - Google એ ફરી 200 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો!

આ પણ  વાંચો - મેન્યુફેક્ચરિંગને લઈને દેશને ફાયદો કે નુકશાન, જાણો શું કહે છે PMI નો રિપોર્ટ…

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

પપ્પા ડ્રમમાં છે,સૌરભના શરીરના 15 ટુકડા કરાયા હતા! 6 વર્ષની દીકરીએ જે કહ્યું..

featured-img
ગુજરાત

Gondal: પટેલ વોટ આપે પછી નોટ આપે ..., પાટીદાર યુવકને માર મારવા મામલે ભાજપનાં નેતાએ કર્યો કટાક્ષ

featured-img
રાષ્ટ્રીય

Bihar : રાષ્ટ્રગીત દરમિયાન CM નીતિશ કુમાર વાત કરતાં જોવા મળ્યા, વિપક્ષના આકાર પ્રહાર

featured-img
રાષ્ટ્રીય

Bikaner accident : પૂરઝડપે આવતી ટ્રક કાર પર પડી, એક જ પરિવારના 6 સભ્યોના મોત

featured-img
ગુજરાત

Sabarkantha : ગુજરાતનાં IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા, શેર બજારમાં મસમોટું કૌભાંડ કર્યું હોવાની આશંકા

featured-img
રાષ્ટ્રીય

Toll Plaza Scam: ટોલ બૂથનું નિરીક્ષણ કરવાની યોજના અંગે સરકારે શું કહ્યું?

×

Live Tv

Trending News

.

×