Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Stock Market Crash : ભારતીય શેરબજારમાં ભૂકંપ,સેન્સેક્સ 4300 પોઈન્ટ તૂટયો

Stock Market Crash : ભારતીય શેરબજાર આજે એટલે કે, ચાર જૂને મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામને લઈ ઐતિહાસિક ગાબડાં (Stock Market Crash)સાથે બંધ થયું હતું. સવારે મત ગણતરીમાં શરૂઆતના ટ્રેન્ડ્સને જોતા માર્કેટ ઊંધા માથે પટકાયું હતું. જે આખા દિવસ દરમિયાન ભારે...
04:26 PM Jun 04, 2024 IST | Hiren Dave
Stock Market Crash

Stock Market Crash : ભારતીય શેરબજાર આજે એટલે કે, ચાર જૂને મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામને લઈ ઐતિહાસિક ગાબડાં (Stock Market Crash)સાથે બંધ થયું હતું. સવારે મત ગણતરીમાં શરૂઆતના ટ્રેન્ડ્સને જોતા માર્કેટ ઊંધા માથે પટકાયું હતું. જે આખા દિવસ દરમિયાન ભારે ગાબડાં જોવા મળ્યાં હતાં. ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડા(Stock Market Crash)નું સુનામી જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળવાને કારણે બજારમાં ચારે બાજુ વેચવાલી જોવા મળી હતી, જેના કારણે ભારતીય શેરબજારમાં ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

 

બજારમાં સૌથી વધુ ઘટાડો અદાણી ગ્રુપના શેરોમાં થયો હતો. આ સિવાય સરકારી કંપનીઓના શેરમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ(BSE Sensex) 4389.73 પોઈન્ટના ઘટાડા સાથે 72,079 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty)1379.40 પોઈન્ટના ઘટાડા સાથે 21,884.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.જેમ જેમ મતગણતરી તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે તેમ તેમ શેરબજારમાં સુનામી વધી રહી છે. સેન્સેક્સ 4389 પોઈન્ટ જેટલો તૂટ્યો છે જ્યારે નિફ્ટીમાં 1379  પોઈન્ટ જેટલો ઘટાડો થયો છે. રોકાણકારોની સંપત્તિને 45 લાખ કરોડનું નુકસાન થયું છે.

 

45 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

ચૂંટણી પરિણામોના દિવસે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોએ આજે ​​45 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. તમને જણાવી દઈએ કે, માર્ચ 2020 પછી શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા છ વખતમાં માત્ર બે વાર એવું બન્યું છે કે ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હોય. 23 મે 2019ના રોજ સેન્સેક્સ 0.7 ટકા ઘટ્યો હતો.

 

હવે વાત કરીએ મંગળવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડા પાછળના કારણોની તો ચાર મુખ્ય કારણો દેખાઈ રહ્યા છે, જેની અસર બજાર પર દેખાઈ રહી છે. આમાં પ્રથમ એ છે કે એક્ઝિટ પોલના અંદાજો વાસ્તવિકતામાં પરિવર્તિત થયા નહીં. વાસ્તવમાં, એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને 361-401 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ પરિણામના દિવસે સમાચાર લખાય છે ત્યાં સુધી એનડીએ 295 બેઠકો પર જીતતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, એક્ઝિટ પોલના અંદાજો જાહેર થયા બાદ બજારમાં તોફાની ઉછાળો પરિણામના દિવસે સુનામીમાં ફેરવાઈ ગયો.

આ પણ  વાંચો - Market Crash : શેરમાર્કેટમાં હાહાકાર,રોકાણ કરોના કરોડો ધોવાયા

આ પણ  વાંચો - RBI : બે હજારની 97.28 ટકા નોટ પરત આવી,હજી આટલા કરોડ લોકો પાસે

આ પણ  વાંચો - PM મોદીની શેરબજારની આગાહી સાચી પડી, આ કંપનીના શેરે રોકાણકારોને એક દિવસમાં બનાવ્યા કરોડપતિ

Tags :
BSEelections 2024Lok Sabha elections 2024Lok Sabha Elections Result 2024Mayhem In Stock MarketNiftySensexShareDotMarketStock MarketStock Market NewsStock Market Today
Next Article