Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Stock Market Crash : તેજી બાદ ભારતીય શેર બજાર કડડભૂસ,સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો

Stock Market  :ભારતીય શેર બજારમાં તેજી બાદ ફરી એકવાર શેરબજારમાં (Stock Market) મોટો ઘટાડો જોવા મળ્યો છે BSE સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 1800  પોઈન્ટ નીચે આવી ગયો છે નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીથી 500 પોઈન્ટ ઘટી ગયો છે. જ્યારે મિડ...
03:57 PM Jan 23, 2024 IST | Hiren Dave
Stock Market Crash

Stock Market  :ભારતીય શેર બજારમાં તેજી બાદ ફરી એકવાર શેરબજારમાં (Stock Market) મોટો ઘટાડો જોવા મળ્યો છે BSE સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 1800  પોઈન્ટ નીચે આવી ગયો છે નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીથી 500 પોઈન્ટ ઘટી ગયો છે. જ્યારે મિડ કેપ ઈન્ડેક્સમાં સવારના ઊંચા સ્તરેથી 2200 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 1030 પોઈન્ટના ઘટાડા સાથે 71000ની નીચે 79,380 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 343 પોઇન્ટના ઘટાડા સાથે 21,226 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

 

ભારતીય શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોને અત્યાર સુધીમાં લગભગ 8  લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 368.60 લાખ કરોડ થયું હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 374.38 લાખ કરોડ હતું. એટલે કે BSE માર્કેટ કેપમાં રૂ. 5.78 લાખ કરોડનો ઘટાડો થયો છે.

 

બજારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ શેરોનો નિફ્ટી ઇન્ડેક્સ 918 પોઇન્ટના ઘટાડા સાથે 919 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી બેન્કના 12માંથી 11 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર ICICI બેંકનો સ્ટોક વધી રહ્યો છે. એફએમસીજી અને એનર્જી શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, ઓટો શેરોમાં પણ રોકાણ કરીને પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે.

 

આજના વેપારમાં સૌથી મોટો ઘટાડો ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં છે જે 27.40 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ઓબેરોય રિયલ્ટી 8.95 ટકા, IRCTC 6.69 ટકા, IDFC ફર્સ્ટ બેન્ક 6.61 ટકા, IDFC 6.50 ટકા, MCX ઇન્ડિયા 5.87 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આ સિવાય ભેલ 4.82 ટકાના ઘટાડા સાથે, IOC 4.73 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

આજના કારોબારમાં રેલ્વે સંબંધિત શેરોમાં સતત વધારાને બ્રેક લાગી છે. રોકાણકારો રેલવેના તમામ શેરોમાં નફો બુક કરી રહ્યા છે. અન્ય સરકારી કંપનીઓના શેરમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.

 

આ  પણ  વાંચો  - હોંગકોંગને પછાડીને આગળ નીકળ્યું ભારત…બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ

 

Tags :
ircon share targetirctc share targetirfc share targetlatest stock market newsrailtel share targetrailway stock newsrailway stocksrailway stocks crashrailway stocks latest newsrvnl share targetshare market newsshare market news todayshare-marketStock MarketStock Market Crashstock market for beginnersstock market indiaStock Market Newstoday share market news
Next Article