Silver Price Today: સોના બાદ ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી,જાણો નવો ભાવ
- ચાંદીની કિંમતો રેકોર્ડ બ્રેક કરી
- ચાંદીના ભાવમાં જબરદસ્ત ભાવ વધારો
- ચાંદીના ભાવ એક લાખને પાર પહોંચ્યા
Silver Price Today: સોના ચાંદીના ભાવમાં(gold price toda) સતત વધઘટ જોવા મળી રહી છે. ક્યારેક સોનું આગળ તો ક્યારેક ચાંદીની કિંમતો(Silver Price Today) રેકોર્ડ બ્રેક (record high)કરી રહી છે. ત્યારે આજે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ભાવ વધારો જોવા મળ્યો છે. ભારતીય બુલિયન બજારમાં આજે એટલે કે 19 માર્ચ, 2025ની સવારે સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવ એક લાખને પાર પહોંચ્યા છે. સોનું હવે પ્રતિ 10 ગ્રામ 88000 રૂપિયાથી ઉપર પહોંચ્યો છે.
સોના-ચાંદીના ભાવો
જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા વધારે છે. રાષ્ટ્રીય સ્તરે, 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 88680 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 100248 રૂપિયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 88354 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે એટલે કે બુધવારે સવારે વધુ વધીને થઈને 88680 રૂપિયા પર પહોંચી ગયો છે. આમ જોવા જઇએ તો શુદ્ધતાના આધારે, સોનાના ભાવમાં વધારો થયો છે અને ચાંદી સસ્તી થઈ છે.
આ પણ વાંચો -Stock Market: શેરબજારમાં જોરદાર તેજી,આ ત્રણ શેરમાં જબરદસ્ત ઉછાળો
આજે સોનાનો ભાવ
- આજે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 88,325 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- 916 22 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 81231 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- 750 18 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 66510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- 585 (14 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 51878 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ પણ વાંચો -Gold Price: સોનામાં તેજીનો ચળકાટ, ચાર દિવસ બાદ ફરી તૂટ્યો રેકોર્ડ
મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીના ભાવ
તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીના ભાવ ચકાસી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા જ સમયમાં તમને SMS દ્વારા દરની માહિતી મળી જશે. તે જ સમયે, તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com ની મુલાકાત લઈને સવાર અને સાંજના સોનાના દરના અપડેટ્સ જાણી શકો છો.
મેકિંગ ચાર્જ અને ટેક્સ અલગથી વસૂલાય છે
તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલા ભાવ વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવો વિશે માહિતી આપે છે. આ બધી કિંમતો કર અને મેકિંગ ચાર્જ પહેલાંની છે. IBJA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં માન્ય છે પરંતુ તેના ભાવમાં GSTનો સમાવેશ થતો નથી. કૃપા કરીને નોંધ લો કે ઘરેણાં ખરીદતી વખતે, સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે કારણ કે તેમાં કરનો સમાવેશ થાય છે.