Share Market Update: NDA સરકાર આવતાની સાથે રોકાણકારો કરોડપતિથી લાખોપતિ બન્યા
Share Market Update: Lok Sabha Election Result 2024 ના દિવસે કરોડા રુપિયાના નુકસાન સાથે ભારતીય શેરબજાર બંધ થયું હતું. તેની સાથે લાખો રોકાણકારોની તિજોરીઓ ખાલી થઈ ગઈ હતી. પરંતુ આજે સ્થિતિ વિપરિત જોવા મળી રહી છે. કારણે કે... આજે શુરુઆતી શેરબજાર પણ નફા સાથે શરુ થયું હતું, તો આજે ભારતીય શેરબજાર ગઈકાલની મોટાભાગની નુકાસાની ભરપાઈ કરી નાખે તે રીતે બંધ થયું છે.
Bank Nifty માં 2126 આંકનો વધારો જોવા મળ્યો
NSE Nifty ના 2771 શેરમાંથી 1956 શેરમાં ભારે વધારો
બિરલા ફેશન રિટેલમાં 15% નો નોંધપાત્ર વધારો આવ્યો
ત્યારે BSE Sensex 2300 પોઈન્ટના વધારે સાથે 74,382.24 ની સપાટીએ બંધ થયું છે. તો NSE Nifty 735.85 ના વધારા સાથે 22,620.35 નો કારોબાર કર્યો હતો. તો Bank Nifty માં 2126 આંકનો વધારો જોવા મળ્યો હતો. તેના કારણે.... Mid Cap અને Small Cap માં પણ વધારો જોવા મળ્યો છે. આજે BSE Sensex ના 30 શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. તેના અંતર્ગત સૌથી વધારે ઉછાળો INDUS Bank માં વધારો જોવા મળ્યો છે.
Share Market
NSE Nifty ના 2771 શેરમાંથી 1956 શેરમાં ભારે વધારો
તો INDUSIND Bank માં 7% નો વધારો જોવા મળ્યો છે. તો સૌથી વધુ ઘટાડો LND માં 0.20% નો ઘટાડો જોવા મળ્યો હતો. NSE Nifty ના 2771 શેરમાંથી 1956 શેરમાં ભારે વધારો દેખાયો હતો. તો બાકીના 721 શેરમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. તો BSE Market Cap ફરી એકાવાપ 400 પારનો આંક પાર કર્યો હતો. તો ગઈકાલની સરખામણીમાં BSE કંપનીઓના Market Cap માં 13 લાખ કરોડ રુપિયાનો વધારો થઈને 407.8 લાખ કરોડનો વધારો નોંધાયો છે.
બિરલા ફેશન રિટેલમાં 15% નો નોંધપાત્ર વધારો આવ્યો
Adani Green Energy ના શેરમાં 11.11% ના વધારો સાથે તેની કિંમત હાલ 1828 થઈ ગઈ છે. Adani Port ના શેરમાં 8.45% નો વધારો આવ્યો હતો. તો બિરલા ફેશન રિટેલમાં 15% નો નોંધપાત્ર વધારો આવ્યો છે. Vodafone-Idea ના શેરમાં 12%, JSW Steel ના શેરમાં 10%, Jyothy Labs ના શેરમાં 13.64%, અને SAIL ના શેરમાં 10% નો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: SHARE MARKET : શેરબજાર ખૂલતાની સાથે સેન્સેક્સમાં 518 પોઈન્ટનો ઉછાળો