Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજારમાં Hindenburg ની અસર, તમામ કંપનીના શેરમાં સૌથી વધુ નુકસાન

BSE ની કંપનીઓની બજાર કિંમત 445.34 લાખ કરોડ થઈ સૌથી વધુ વધારો Titan ના શેરમાં આવ્યો છે BSE ના કુલ 4026 શેરમાં વધારો નોંધાયો Share Market Today Update: સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ભારે નુકસાન આવ્યું છે. આજરોજ BSE...
શેરબજારમાં hindenburg ની અસર  તમામ કંપનીના શેરમાં સૌથી વધુ નુકસાન
  • BSE ની કંપનીઓની બજાર કિંમત 445.34 લાખ કરોડ થઈ

  • સૌથી વધુ વધારો Titan ના શેરમાં આવ્યો છે

  • BSE ના કુલ 4026 શેરમાં વધારો નોંધાયો

Share Market Today Update: સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ભારે નુકસાન આવ્યું છે. આજરોજ BSE Sensex એ 79,000 થી પણ નીચલા સ્તપ પર બંધ થયો છે. બીજી તરફ Nifty પણ 24,200 થી પણ નીચલા સ્તરે આવી ગયો છે. જોકે આજરોજ શેરબજારમાં ઘટાડો એટલી ઝડપથી થઈ રહ્યો હતો કે, ભારતીય રોકાણકારોની કુલ મૂડીમાં 4.48 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડા પાછળનું કારણ ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણકારોમાં ઘટાડો અને ભારતીય નિકાસમાં ઘટાડો થવાથી આવ્યો છે.

Advertisement

BSE ની કંપનીઓની બજાર કિંમત 445.34 લાખ કરોડ થઈ

ત્યારે આજરોજ BSE Sensex માં 722.30 પોઈન્ટના ઘટાડા સાથે 78,926.62 ના સ્તર પર આવી પહોંચ્યો છે. તો NSE ના 50 શેરવાળા Nifty માં પણ 208 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. ત્યારે Nifty તેના 24,139 ની સપાટીએ જોવા મળી રહ્યો છે. તો BSE ની કંપનીઓની કુલ બજાર કિંમત આજરોજ ઘટીને 445.34 લાખ કરોડ થઈ ગઈ છે. જોકે 12 ઓગસ્ટના રોજ આ આંકડો 449.48 લાખ કરોડ હતો. આ રીતે ભારતીય રોકાણકારોની કિંમતમાં કુલ 4.48 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. તો BSE Sensex કુલ 30 શેર પૈકી મોટાભાગના શેરમાં ઘટાડો આવ્યો છે.

આ પણ વાંચો: બ્રોડકાસ્ટિંગ બિલ પર સરકારનો U-Turn! શું ફરી થશે વિચારણા?

Advertisement

સૌથી વધુ વધારો Titan ના શેરમાં આવ્યો છે

તેથી BSE Sensex ના કુલ 30 પૈકી 6 માં નોંધપાત્ર વધારો થયો છે. તેના અંતર્ગત સૌથી વધુ વધારો Titan ના શેરમાં આવ્યો છે. Titan ના શેરમાં કુલ 1.80% નો વધારો નોંધાયો છે. અને અન્ય શેરમાં HCL Tech, Nestle India, Sun Pharma અને RIL ના શેરમાં ક્રમશ: 0.02% થી લઈને 0.57% નો વધારો આવ્યો છે. તો બીજી તરફ BSE Sensex કુલ 24 શેરમાં ઘટાડો નોંધાયો છે. તેના અંતર્ગત સૌથી વધુ ઘટાડો HDFC Bank ના શેરમાં 3.29% નો નોંધાયો છે. તે ઉપરાંત Tata Steel, Bajaj Finance, SBI અને Tata Motors ના શેરમાં ક્રમશ: 1.92% થી લઈને 2.37% નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

BSE ના કુલ 4026 શેરમાં વધારો નોંધાયો

તે ઉપરાંત Bombay Stock Exchange (BSE) ના તમામ શેર પૈકી મોટાભાગના શેરમાં 1% કરતા વધુ નુકસાનનો માર પડ્યો છે. ત્યારે BSE ના કુલ 4026 શેર પૈકી 1280 શેરમાં કારોબાર દરમિયાન વધારો નોંધાયો છે. તો કુલ 2658 શેરમાં ભારે ઘટાડો આવ્યો છે. જોકે 88 શેરમાં નાના-મોટા ઉતાર-ચડાવ જોવા મળ્યા હતાં. અંતે બાકી રહેલા શેરમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી હતી.

Advertisement

આ પણ વાંચો: Hindenburg નો ખેલ : પહેલા ખુલાસો પછી શૉર્ટ સેલિંગથી મુનાફો

Tags :
Advertisement

.