ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Share Market Today : PM તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેશેની ચર્ચા વચ્ચે માર્કેટમાં રિકવરી

Share Market Today : શુક્રવારે સ્થાનિક શેરબજારની શરૂઆત નકારાત્મક વલણ સાથે લાલ નિશાનમાં થઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો સૂચકાંક નિફ્ટી 50 (Nifty 50) ગઈકાલના બંધ 22,821.40 સામે આજે 22,821.85 પર ખુલ્યો હતો. જ્યારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક...
10:05 AM Jun 07, 2024 IST | Vipul Sen

Share Market Today : શુક્રવારે સ્થાનિક શેરબજારની શરૂઆત નકારાત્મક વલણ સાથે લાલ નિશાનમાં થઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો સૂચકાંક નિફ્ટી 50 (Nifty 50) ગઈકાલના બંધ 22,821.40 સામે આજે 22,821.85 પર ખુલ્યો હતો. જ્યારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના બંધ 75,074.51 સામે આજે 75,031.79 એટલે કે 43 પોઈન્ટ ગગડીને ખુલ્યો હતો. જો કે, હવે માર્કેટમાં રિકવરી જોવા મળી રહી છે.

ભારતીય શેરબજારોમાં રિકવરીનું વલણ

જણાવી દઈએ કે, આજે વ્યાપક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ (Bank Nifty) ગઈકાલના બંધ 49,291.90 સામે આજે 49,316.95 પર ખુલ્યો છે. આ લખાય ત્યાં સુધી (Share Market Today) સેન્સેક્સ 297.95 પોઈન્ટ એટલે કે 0.40% વધીને 75,372.45 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 પણ 104.30 પોઈન્ટ એટલે કે 0.46% વધીને કારોબાર કરી રહ્યો છે. દેશમાં ભાજપના (BJP) નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનવા જતી હોવાની ખબરો વચ્ચે ગઈકાલે ભારતીય શેરબજાર (India Share Market) લીલા નિશાનમાં બંધ આવ્યા હતા. જો કે, આજે પણ બજારમાં પોઝિટિવ વલણ જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે એટલે કે 7 જૂનના રોજ ભારતીય શેરબજારમાં રેકોર્ડ વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ 6 હજારથી વધુ પોઇન્ટ પટકાયો હતો.

NDA ગઠબંધને સરકાર બનાવવાનો દાવો કર્યો

લોકોને અપેક્ષા છે કે આવનારા સમયમાં જો ત્રીજી વખત મોદી સરકાર બને અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ લેશે તો ભારતીય શેરબજારમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી શકે છે. જણાવી દઈએ કે BJP ના NDA ગઠબંધને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. માહિતી મુજબ, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 9 જૂનના રોજ શપથ લેશે તેવી ચર્ચા છે. બુધવારે જ તેઓ NDA ના નેતા તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો - Gautam Adani : ફરી એકવાર 100 અબજ ડોલરના ક્લબમાં સામેલ! જાણો નેટવર્થ

આ પણ વાંચો - SHARE MARKET : મોદી સરકારની હેટ્રિક પહેલા માર્કેટની ધુંઆધાર બેટિંગ, લીલા નિશાન સાથે શરૂઆત

આ પણ વાંચો - Share Market Update: NDA સરકાર આવતાની સાથે રોકાણકારો કરોડપતિથી લાખોપતિ બન્યા

Tags :
Bank NiftyBJPBSEGujarat FirstGujarati NewsIndia share marketIndian governmentNational Stock ExchangeNDANifty 50NSEpm narendra modiSensex
Next Article