Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market:શેરબજાર લાલ નિશાન પર બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઘટાડો

BSEનો સેન્સેન્ક્સ 0.0053% ઘટાડા સાથે થયો બંધ NSEનો નિફ્ટી 0.039% ઘટાડા સાથે થયો બંધ આજે માર્કેટ મામૂલી તેજી સાથે થયું હતું ઓપન Share Market: ભારતીય શેરબજાર (Share Market)સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે સામન્ય ઘટાડા સાથે બંધ થયું હતું....
share market શેરબજાર લાલ નિશાન પર બંધ સેન્સેક્સ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો
Advertisement
  • BSEનો સેન્સેન્ક્સ 0.0053% ઘટાડા સાથે થયો બંધ
  • NSEનો નિફ્ટી 0.039% ઘટાડા સાથે થયો બંધ
  • આજે માર્કેટ મામૂલી તેજી સાથે થયું હતું ઓપન

Share Market: ભારતીય શેરબજાર (Share Market)સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે સામન્ય ઘટાડા સાથે બંધ થયું હતું. આજના સેશનમાં બેન્કિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. આજના સત્રમાં, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે, જેના કારણે માર્કેટ કેપ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 82,555 પોઈન્ટ અને નિફ્ટી 25,279 પોઈન્ટ પર સપાટ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના આ શેરોમાં સૌથી વધુ ઘટાડો

મંગળવારે સેન્સેક્સ લિસ્ટેડ કંપની બજાજ ફાઇનાન્સના શેરમાં 1.29 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી ઈન્ફોસિસમાં 1.28 ટકા, અદાણી પોર્ટ્સમાં 0.99 ટકા, JSW સ્ટીલમાં 0.93 ટકા, HCL ટેકમાં 0.89 ટકા, ભારતી એરટેલમાં 0.82 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા મોટર્સ, એનટીપીસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, ટીસીએસ અને આઇટીસીના શેરમાં આજે ઘટાડો થયો હતો.

Advertisement

આ કંપનીના શેરમાં  ઉછાળો

આ સિવાય ICICI બેંકના શેર 1.45 ટકાના વધારા સાથે સૌથી વધુ બંધ થયા હતા. બજાજ ફિનસર્વ 1.30 ટકા, ટાઇટન 0.85 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.75 ટકા, HDFC બેન્ક 0.72 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0.32 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્સ અને એક્સિસ બેંકના શેર પણ આજે ઉછાળા સાથે બંધ થયા હતા.

Advertisement

સેન્સેક્સ અને નિફ્ટીની  લાલ નિશાનમાં બંધ

તમને જણાવી દઈએ કે મંગળવારે સેન્સેક્સની કુલ 30 કંપનીઓમાંથી 17 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા જ્યારે 13 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50માં સમાવિષ્ટ 50 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા હતા જ્યારે 21 કંપનીઓના શેર નફા સાથે બંધ થયા હતા.

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

RG Kar Case: નિર્ણયથી સંતુષ્ટ નહી, સજાના એલાન પર મમતા બેનર્જીનું નિવેદન

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump Oath Ceremony : ડોનાલ્ડ ટ્રમ્પની આજે વ્હાઇટ હાઉસમાં વાપસી, થોડા કલાકો બાદ શરૂ થશે શપથ ગ્રહણ સમારોહ

featured-img
અમદાવાદ

જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે ફટકારી આકરી સજા!

featured-img
Top News

સર્બિયામાં ભયાનક અકસ્માત, વૃદ્ધાશ્રમમાં આગ લાગવાથી 8 લોકોના મોત, અનેક લોકો દાઝ્યા

featured-img
રાષ્ટ્રીય

Atul Subhash Suicide:દાદી કે માતા… કોની સાથે રહેશે અતુલ સુભાષનો પુત્ર? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump Oath Ceremony : શપથ પહેલા ટ્રમ્પની વધી ચિંતા? સમર્થકોને ઘરે જ રહેવાની કરી અપીલ

×

Live Tv

Trending News

.

×