SHARE MARKET: શેરબજારમાં તેજી યથાવત, નિફ્ટી 24,400 ને પાર
SHARE MARKET : ભારતીય શેરબજાર (SHARE MARKET) આજે એટલે કે, ચોથી જુલાઈ, ગુરુવારે તેજી સાથે ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ ભારે તેજી સાથે બંધ થયું હતું. ગઈકાલે સેન્સેકસ ઐતિહાસિક રીતે 80 હજારની પાર પહોંચ્યું હતું. મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારે ગુરુવારે સતત બીજા દિવસે કારોબારની સારી શરૂઆત કરી હતી. એક દિવસ અગાઉ નવો રેકોર્ડ બનાવ્યા બાદ આજે સવારે સેન્સેક્સ 225 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો.
સ્થાનિક શેરબજારમાં ગુરુવારે પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 0.20% વધીને 24,334.15 પર ખુલ્યો, જ્યારે BSE સેન્સેક્સ 0.21% વધીને 80,151.30 પર ખુલ્યો. ટાટા મોટર્સ, ICICI બેન્ક, ઇન્ફોસિસ, હિન્દાલ્કો અને HCLTech ટ્રેડિંગની શરૂઆતમાં નિફ્ટી 50માં મુખ્ય ગેનર તરીકે ઉભરી આવ્યા હતા. જ્યારે, HDFC બેંક, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, અદાણી એન્ટરપ્રાઇઝ અને ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટી 50માં સૌથી વધુ ઘટ્યા હતા. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, 1960 શેરમાં લાભ સાથે ટ્રેડિંગ જોવામાં આવ્યું હતું, જ્યારે 525 શેરમાં ઘટાડા સાથે ટ્રેડિંગ જોવામાં આવ્યું હતું. દરમિયાન, WTI ક્રૂડના ભાવ ગુરુવારે સવારે 0.43% વધીને $83.56 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.45% વધીને $87.03 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
Sensex opens at 80,322, Nifty at 24,369 as Indian markets hit record highs
Read @ANI Story | https://t.co/PcWiAeGEzt#Sensex #Nifty #Stockmarket pic.twitter.com/oKFH7Vr1Px
— ANI Digital (@ani_digital) July 4, 2024
70,000નો આંકડો ક્યારે પાર થયો?
તમને જણાવી દઈએ કે, સેન્સેક્સ જે 11 ડિસેમ્બર 2023ના રોજ 70057.83 પોઈન્ટને સ્પર્શ્યો હતો, તે 3 જુલાઈ 2024ના રોજ 80074.30 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જોકે બુધવારે તેમાં ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે બજારે 80 હજારનો આંકડો પાર કરી લીધો હતો. અગાઉ, સેન્સેક્સ 11 ડિસેમ્બર 2023 ના રોજ 70 હજારના આંકને પાર કરી ગયો હતો અને આ 10 હજાર પોઇન્ટની સૌથી ઝડપી સફર હતી.
વિશ્વ બજારોમાં પણ સકારાત્મક વલણો
વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોએ પણ સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું હતું. ગુરુવારે સવારે એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ માર્કેટમાં રાતોરાત રેકોર્ડ વધારો થયો હતો અને જાપાનના ટોપિક્સે 2,886.50ની સર્વકાલીન ઊંચી સપાટીને વટાવી દીધી હતી, જે અગાઉ 1989માં પહોંચી હતી, ફાઇનાન્શિયલ એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો. જાપાનનો Nikkei 225 0.27% વધીને 40,692 પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે કોરિયન ઇન્ડેક્સ કોસ્પી 0.87% વધીને 2,818.32 પર ટ્રેડ કરી રહ્યો હતો. એશિયા ડાઉ 1% વધીને 3,632.46 પર ટ્રેડ કરી રહ્યો હતો. હેંગસેંગ 0.56% વધીને 18,079.72 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો - Sensex All Time High: Sensex એ 545.35 ના પોઈન્ટ સાથે રચ્યો ઈતિહાસ, રોકાણકારોમાં ખુશીની લહેર પ્રસરી
આ પણ વાંચો - HDFC બેંકના શેર કેમ વધ્યા? આ બેન્કિંગ શેરોમાં પણ તેજી
આ પણ વાંચો - Budget 2024: નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર, PF ને લઈ બજેટમાં 10 વર્ષ બાદ થશે મોટો ફેરફાર!