Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market : ખુલતાની સાથે Sensex-Nifty 50 ધડામ, સેન્સેક્સમાં 1 હજારથી વધુ પોઇન્ટનું ગાબડું

બધુવારની શરૂઆત ભારતીય શેરબજાર (Share Market) માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહી છે. બંને ઇન્ડેક્સ Sensex-Nifty માં ખુલતાની સાથે જ જોરદાર ગાબડું જોવા મળ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ પર 30 શેરોનો સેન્સેક્સ 755 અંક ગગડીને ખુલ્યો અને થોડા સમય...
share market   ખુલતાની સાથે sensex nifty 50 ધડામ  સેન્સેક્સમાં 1 હજારથી વધુ પોઇન્ટનું ગાબડું
Advertisement

બધુવારની શરૂઆત ભારતીય શેરબજાર (Share Market) માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહી છે. બંને ઇન્ડેક્સ Sensex-Nifty માં ખુલતાની સાથે જ જોરદાર ગાબડું જોવા મળ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ પર 30 શેરોનો સેન્સેક્સ 755 અંક ગગડીને ખુલ્યો અને થોડા સમય બાદ ઇન્ડેક્સમાં 1000 પોઇન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો 200 થી વધુ અંકનો કડાકો નોંધાયો છે. આ સ્ટોરી લખાય ત્યાં સુધી સેન્સેક્સ 850 અંક અથવા 1.16 ટકા ગગડીને 72,278.32 પર ટ્રેડ કરી રહ્યો છે. ત્યારે નિફ્ટી 50 પણ 241 પોઈન્ટ અથવા 1.10 ટકા પટકાઈને 21,789.10 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. જણાવી દઈએ કે ગઈકાલે સેન્સેક્સ 73,128.77 ની સપાટીએ બંધ આવ્યો હતો. જ્યારે આજે બુધવારે 71,998.93 પર ખુલ્યો હતો. થોડા જ સમયમાં સેન્સેક્સમાં 1 હજારથી વધુ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે.

Advertisement

574 શેરોમાં તેજી, 1836 શેરોમાં ઘટાડોનો ટ્રેન્ડ

જ્યારે NIFTY 50 ની વાત કરીએ તો ગઈકાલે 22,032.30 પર બંધ આવ્યો હતો. જ્યારે બુધવારે 21,647.25 ની સપાટીએ ખુલ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, વૈશ્વિક બજારોમાં નબળાઈ રહેતા ભારતીય શેર માર્કેટ (Share Market) પણ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે. માહિતી મુજબ, શેર માર્કેટ (Share Market) ખુલતાની સાથે જ 574 શેરોમાં તેજી જોવા મળી છે જ્યારે 1836 શેરોમાં ઘટાડોનો ટ્રેન્ડ છે.

Advertisement

આ પણ વાંચો - Indigo ફ્લાઈટ મોડી થવાથી પેસેન્જરે ફ્લાઈટની અંદર જ પાઈલટને માર્યો મુક્કો…

Tags :
Advertisement

.

×